Site icon News Gujarat

પીએમ કિસાન યોજનાઃ તમારા નામનું ઈન્સ્ટોલમેન્ટ કોઈ અન્યના ખાતામાં તો નથી જતુંને, આ રીતે કરો ચેક

જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સ્કીમની રકમ તમારા એકાઉન્ટમાં આવે છે કે નહીં તે ચેક કરવાની એક સરળ રીતે છે. સરકાર દ્વારા મોકલવામાં આવી રહેલી રકમ કોઈ કારણસર તમારા ખાતામાં આવી નથી તેવું નથી ને. તમે આ સરળ પ્રોસેસની મદદથી જાતે જ ઘરે બેઠા તેને ચેક કરી શકો છો. એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો તમારા ખાતાની રકમ કોઈ અન્યના ખાતામાં આવી શકે છે. એવામાં આઠમી કિસ્ત આવતા પહેલાં તમે આ ચેક કરી લો કે તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી યોગ્ય છે કે નહીં.

આ રીતે ચેક કરી શકાશે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનું સ્ટેટસ

image source

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટે તમે સૌ પહેલા મોબાઈલ કે ડેસ્કટોપના બ્રાઉઝરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની વેબસાઈટ htttps:// pmkisan.gov.in પર લોગઈન કરો.

હવે તમને અહીં Farmers Corner નું ઓપ્શન દેખાશે.

આ સેક્શનમાં તમને બેનિફિશિયરી સ્ટેટસનું ઓપ્શન દેખાશે . તેને પણ ક્લિક કરો.

હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. તેની પર જઈને તમે આધાર નંબર, બેંક ખાતા સંખ્યા અને મોબાઈલ નંબરમાંથી કોઈ પણ એક વિકલ્પને પસંદ કરી શકો છો.

image source

જે ઓપ્શનને તમે પસંદ કર્યો છે તેનો નંબર નાંખો.

હવે તમે ગેટ ડેટા પર ક્લિક કરો.

આ પછી આ સંબંધમાં તમને સંપૂર્ણ વિવરણ મળશે. કયા ઈન્સ્ટોલમેન્ટ ક્યારે તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થયા છે અને સાથે કઈ બેંકમાં ક્રેડિટ થયા છે તે પણ તમે જાણી શકશો.

અહીં તમને યૂટીઆર પણ મળી જશે. આ નંબરને નોટ કરીને તમે બેકની જાણકારી મેળવી શકો છો.

image source

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આધારે કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોના બેંક ખાતામાં 6000 રૂપિયાની રકમ જમા કરાવે છે. સરકાર 3 ભાગમાં આ રકમ ખેડૂતોને આપે છે.

જાણો ક્યારે આવશે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો

image source

સરકાર દર વર્ષે એપ્રિલથી જુલાઈની વચ્ચે નાણાંકીય વર્ષનો પહેલો હપ્તો મોકલે છે. આ પછી ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે બીજી અને ડિસેમ્બરથી માર્ચની વચ્ચે ત્રીજો હપ્તો મોકલે છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે આ વખતે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં સરકાર પીએમ કિસાન સમ્માન નિધિનો ત્રીજો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી આપશે.

image source

તો તમે આજે જ તમારા ફોનમાં તમારું એકાઉન્ટ ઉપરની પ્રોસેસથી ચેક કરો અને જાણો કે તમારા ખાતામાં સરકારની રકમનો હપ્તો આવી રહ્યો છે કે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version