જાણો રાહુકાળને કેમ માનવામાં આવે છે ખરાબ, સાથે જાણો દરરોજ કયા સમયે લાગે છે આ અશુભ મુહૂર્ત

મિત્રો, શનિ અને રાહુનુ નામ સાંભળતા વેત જ ભલભલા લોકોને પરસેવો છુટવા લાગે. આ બંનેના નામથી ભય એટલો લાગે કે, આપણે તેના વિશે કઈ જ જાણવા ઈચ્છતા નથી. શનિને કર્મ ફળદાતા પણ માનવામા આવે છે જ્યારે રાહુ અસુર છે. આપણા હિન્દુ ધર્મમા કોઇપણ શુભ કાર્યનો આરંભ કરતા પૂર્વે સારા મુહૂર્ત જોવામા આવે છે.

image source

આપણે ત્યા એવી માન્યતા છે કે, શુભ કાર્ય જો કોઈ સારા મુહૂર્તમા કરવામા આવે તો જ તે ફળદાયી સાબિત થાય છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા આ રીતના શુભ કાર્ય કરવા માટે અમુક ચોક્કસ અને શુભ મુહૂર્ત પણ આપવામા આવ્યા છે. આ શુભ મુહૂર્તમા વાર, ચોઘડીયુ, પંચક, વિછુડો તેમજ રાહુકાળની પણ ગણના કરવામા આવે છે. તો ચાલો જાણીએ રાહુકાળ એટલે શું?

image source

આપણા જ્યોતિષ શાસ્ત્રમા નિયમિત ૯૦ મિનિટ સુધીનો સમય રાહુકાળ હોય છે. એવુ માનવામા આવે છે કે, આ સમય દરમિયાન જો કોઇ શુભ કાર્ય કરવામા આવે તો તેનુ અશુભ ફળ પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સિવાય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમા આઠમા ભાગનો સ્વામી રાહુ હોય છે.

image source

આ ઉપરાંત રાહુ પર અસર હોવાથી તેમજ છાયા ગ્રહ હોવાથી અશુભ પ્રભાવ આપનાર પણ માનવામા આવે છે. આ સિવાય રાહુના આ અશુભ પ્રભાવથી દેવી-દેવતાઓ જો પ્રભાવિત થઇ જતા હોય તો સામાન્ય મનુષ્યની શી વિસાત? રાહુકાળમા ક્યારેય પણ કોઇપણ પ્રકારના માંગલિક કાર્યનો આરંભ ના કરવો જોઇએ.

કોઇપણ શુભ કાર્યનો આરંભ એ દિવસના અમુક કલાકના સમયમાંથી આઠ બાદ કરી સ્થાનીય સૂર્યોદય સાથે જોડવામા આવે છે. આ સિવાય તમને શુદ્ધ રાહુકાળની સમજ પણ આવી જશે. આ સમયમા ક્યારેય પણ કોઈપણ પ્રકારનુ શુભ કાર્ય ના કરશો. તો ચાલો જાણીએ ક્યા વાર મુજબ ક્યારે લાગશે રાહુકાળ.

image source

સોમવારના રોજ આ સમય વહેલી સવારે સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા સુધીનો રહેશે. આ સિવાય મંગળવારના રોજ આ સમય મધ્યાહનના સમયે ત્રણ વાગ્યાથી લઈને સાડા ચાર વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત બુધવારના રોજ આ સમય બપોરના બાર વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધીનો રહેશે.

ગુરૂવારના રોજ આ સમય મધ્યાહનના સમયે દોઢ વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધીનો રહેશે. આ સિવાય શુક્રવારના રોજ આ સમય સવારે સાડા દસથી બાર વાગ્યા સુધીનો રહેશે. આ ઉપરાંત શનિવારના રોજ આ સમય વહેલી સવારે નવ વાગ્યાથી લીને સાડા દસ વાગ્યા સુધીનો રહેશે. આ સિવાય રવિવારના રોજ રાહુકાળનો સમય સાંજના સમયે સાડા ચારથી છ વાગ્યા સુધીનો રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *