Site icon News Gujarat

રેલવેએ બદલ્યા નિયમ, હવે યાત્રીઓને રાત્રે 11 થી સવારના 5 વાગ્યા સુધી ટ્રેનમાં નહિં મળે આ સુવિધા, જાણી લો જલદી નહિં તો…

આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી ઘણા ખરા વાંચકોને એવી આદત હશે કે જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે ત્યારે સૌથી પહેલા પોતાના સ્માર્ટફોન, ટેબ્લેટ કે લેપટોપને ચાર્જીંગ સોકેટ પર લગાવી દે છે જેથી તેની બેટરી ફૂલ ચાર્જ થઈ જાય. જો તમને પણ ટ્રેનમાં મુસાફરી કરવા સમયે ઘરેથી જ ફોન કે લેપટોપ ચાર્જ કરીને સાથે લઈ જવાને બદલે ટ્રેનમાં જ તેને ચાર્જ કરવાની આદત હોય તો એ આદત હવે સુધારી લેવાની જરૂર છે.

image source

કારણ કે ભારતીય રેલવે વિભાગે તાજેતરમાં જ પોતાના અમુક નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અંતર્ગત હવે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓ રાત્રી દરમિયાન પોતાના મોબાઈલ ફોન ક3 લેપટોપને ચાર્જ નહિ કરી શકે. રેલવે વિભાગના કહેવા મુજબ આ નિયમોમાં ફેરફાર ટ્રેનમાં આગ લાગવાની અને ચોરી થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે જેથી આગ લાગવાની આકસ્મિક અને મોબાઈલ વગેરે ચોરી થવાની ગુનાહિત પ્રવૃત્તિને રોકી શકાય.

ચાર્જીંગ માટે નક્કી કરવામાં આવ્યું ટાઇમટેબલ

image source

રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ ટ્રેનોમાં યાત્રીઓને તેના મોબાઈલ ચાર્જ કરવા માટે ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્યું છે અને એ ટાઇમટેબલ અનુસાર હવે રાત્રીના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ટ્રેનમાં રાખવામાં આવતા ચાર્જીંગ પોઇન્ટનો વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવશે. આના કારણે ટ્રેનમાં મોબાઈલ ચોરી થવા, ઓવર ચાર્જીંગને કારણે મોબાઈલ ફાટવા અને આગ લાગવા જેવી ઘટનાઓ રોકી શકાય.

image source

નોંધનીય છે કે 13 માર્ચ 2021 ના રોજ દિલ્હી દેહરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એક કોચથી શરૂ થઈ હતી અને લગલગાટ 7 કોચ સુધી ફેલાઈ હતી.

image source

જો કે આગ લાગવાની આ ઘટનામાં યાત્રીઓને કોઈ નુકશાન નહોતું થયું પરંતુ આ ઘટનાએ રેલવે તંત્રને આ બાબતે સાવચેત કરી દીધી હતી. ત્યારબાદ હવે રેલવે આવી ઘટના ફરી ન બને તે માટેના આવશ્યક પગલાંઓ લઈ રહી છે.

એપ્રિલમાં શરૂ કરવામાં આવશે નવી ટ્રેનો

image source

ભારતીય રેલવેએ યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરી અને સુવિધા મળે તે હેતુ એપ્રિલ 2021 થી અમુક વિશેષ રૂટ પર નવી ટ્રેનો દોડાવવાની પણ જાહેરાત કરી હતી. દેશભરમાં ફરી એક વાર વધી રહેલા કોરોના સંક્રમણથી બચવા સોશ્યલ.ડિસ્ટન્સ જાળવવા માટે રેલવે ટ્રેનોમાં ભીડ ઓછી કરવા અને યાત્રીઓને પોતાની સીટ મળી રહે તે માટે અનેક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એ સિવાય રેલવે સમયાંતરે યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ રૂટ પર સ્પેશિયલ તેનો ચલાવે છે. નોંધનિય છે કે રેલવે વિભાગ એપ્રિલ મહિનાથી ઓખા તુતીકોરિન, જબલપુર કોયતંબુર રૂટ પર સાપ્તાહિક વિશેષ ટ્રેનો શરૂ કરનાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version