18 વર્ષથી ઉપરના લોકો રસી લેવા જાય ત્યારે આ 6 વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીંતર કોરોના સંક્રમણ લાગી શકે

ભારતમાં કોરોના વાયરસની ઝડપી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે પણ રસીકરણ ઝુંબેશને વધુ તીવ્ર બનાવી દીધી છે. જે રીતે દરરોજ લાખો લોકોને કોરોના વાયરસનો ભરડો લઈ રહ્યા છે એને કાબુમાં રાખવા માટે 1 મે 2021 થી, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના રસી આપવાની ઝુંબેશ દેશભરમાં શરૂ થઈ ગઈ છે. જો કે એક કરોડથી વધુની વસ્તી ધરાવતા દેશમાં, આજ સુધીમાં ફક્ત 26 મિલિયન લોકો જ છે જેમણે રસીના બંને ડોઝ લીધા છે, જ્યારે લગભગ 12 કરોડ લોકો એવા છે જેમણે રસીનો 1 ડોઝ લીધો છે. જુલાઇ સુધીમાં ભારતે આશરે 25 કરોડ લોકોને કોરોના રસી આપવાનો લક્ષ્યાંક છે.

image source

1 મેથી જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે ત્યારે કોરોના રસી લગાડવા માટે રસી કેન્દ્રમાં લોકોની ભારે ભીડ રહેશે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે કોવિડની રસી લેવા આવતા લોકોની ભીડ સુપરસ્પ્રેડર ન બને જેના કારણે દરેક લોકોએ ધ્યાન રાખવું પડશે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક બાબતોની કાળજી લેવી અને સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જેથી જ્યારે તમે રસી કેન્દ્રમાં રસી લેવા જાઓ ત્યારે ફક્ત રસી લઈને જ ઘરે આવો અને કોરોના વાયરસનો ચેપ ઘરે ન લાવો.

1. ડબલ માસ્ક પહેરો

એક વાત સ્પષ્ટ છે કે રસી કેન્દ્રમાં લોકોની ભારે ભીડ હશે, તેથી વાયરસના ચેપને ટાળવા માટે ડબલ માસ્ક પહેરો. અંદરથી એન -95 માસ્ક અને બહારથી કપડા અથવા સર્જિકલ માસ્ક પહેરો.

2. મોજાઓ પહેરો

image source

આપણા હાથ ઘણા દૂષિત સ્થળોને સ્પર્શ કરતાં હોય છે અને ત્યારબાદ આપણે આપણા ચહેરા, આંખો, નાક અને મોને આપણા હાથથી સ્પર્શ કરીએ છીએ જેનાથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા હાથમાં મોજા પહેરો અને તમારા ચહેરાને જરા પણ સ્પર્શ ન કરો.

3. હાથ મિલાવશો નહીં

જો તમને કોઈ ઓળખીતો મળી જાય, અથવા રસી કેન્દ્ર પર તમે કોઈને ઓળખો છો તો એવા વ્યક્તિ સાથે હાથ મિલાવવો નહીં અને તેને ગળે લગાડવાનું ટાળજો. ખાલી 6 ફૂટ દૂરથી હાય-હેલો કરી લો. રસીની લાઇનમાં ઉભા રહેતી વખતે પણ આગળ અને પાછળ ઉભા રહેલા લોકો સાથે વાત ન કરવી જોઈએ.

4. સેનિટાઇઝરનો ઉપયોગ કરો

image source

મોજા પહેર્યા પછી પણ ગ્લોવ્સ પર સેનિટાઇઝર લગાવીને હાથ સાફ રાખો જેથી ચેપ લાગવાનું જોખમ ન રહે.

5. માસ્કને અડશો નહીં

ડોકટરોના જણાવ્યા અનુસાર ઘણા લોકો માસ્ક પહેર્યા પછી પણ માસ્કની બાહ્ય સપાટીને વારંવાર તેમના હાથથી સ્પર્શ કરે છે. આ બિલકુલ ન કરો કારણ કે માસ્કની બાહ્ય સપાટી પર ચેપ વાયરસ હોઈ શકે છે.

image source

6. રસીકરણ કેન્દ્ર પર જતા પહેલાં, ચા અને કોફી પીધા પછી અને ઘરેથી કંઇક ખાધા પછી બહાર જાવ. રસીકરણ માટે લાઇનમાં ઉભા રહીને કંઈપણ ખાવા અથવા પીવાનું ટાળો. કોઈ પણ સંજોગોમાં તમારા માસ્કને ચહેરા પરથી દૂર કરશો નહીં, બસ આ 6 વાતનું ધ્યાન રાખશો તો કોરોના તમને નહીં લાગે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *