Site icon News Gujarat

રસ્તા પર પોતાની ધૂનમાં મોબાઈલ મથતો આ છોકરો એવો ભફાંગ થયો કે છોલાઈ ગયો, વીડિયો જોઈ પેટ પકડીને હસશો

આજે લોકો પોતાનું દરેક કામ મોબાઈલથી કરતાં થઈ ગયાં છે. નાના બાળકો હોય કે યુવાનો કે પછી વૃદ્ધ લોકો બધાં મોબાઈલમાં પોતાને જોઈતું મનોરંજન માણીને મજા કંઇ રહ્યાં છે. બધા માટે મોબાઈલનાં કેટલાક ફાયદાઓ પણ છે તો ઘણાં ગેરફાયદા પણ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોવામાં ખુબ કોમેડી છે જેથી લોકો તેનો ભરપૂર આનંદ લઇ રહ્યાં છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક છોકરો મોબાઈલ પર પોતાની જ ધૂનમાં લાગેલો હતો અને પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો.

image source

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણી હતું પરંતુ આ છોકરો તેને મોબાઈલ પર જામ્યો હતો. તે ધીરે ધીરે પાણી ભરેલી જગ્યા તરફ આગળ વધ્યો અને પોતાના મોબાઈલમાં મથામણ ચાલુ રાખી. આ રીતે થોડાં આગળ જતાં એક ઊંડો ખાડો આવ્યો અને તેનું ધ્યાન ખાડા તરફ રહ્યું નહી અને તે પછી જે થયુ તે જોઇને આસપાસના બધા ચોંકી ગયા.

image source

તેનો પગ તે ખાડામાં આવ્યો પછી જે ઘટ્યુ તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે જ્યારે આ છોકરાનો પગ ખાડામાં આવ્યો ત્યારે પણ તે પોતાનું ધ્યાન રાખવાનાં બદલે મોબાઇલને બચાવી રહ્યો હતો. આ જોતાં જ ત્યાં આસપાસનાં લોકો પણ હસી પડ્યાં હતાં.

હાલ આ વીડિયો જોઈને લોકો મજા લઈ રહ્યાં છે. આ વિડિઓ જોયા પછી આપણે એ શીખવા મળે છે કે જ્યારે તમે રસ્તામાં ક્યાંક જતા હોવ ત્યારે ભલે પછી ભલે ચાલીને અથવા ગાડી પર જાવ તો તમારે મોબાઈલ પર વાત ન કરવી જોઈએ અને મોબાઇલમાં કઈ જોવાનું પણ ટાળવું જોઈએ. કારણ કે આવું જોખમી સાબિત થઈ શકે છે.

મોબાઈલને લગતી આવી ઘટનાઓ આગામી દિવસોમાં પણ ઘણી વખત સામે આવી ચૂકી છે. આવું કરવું ખુબ જોખમી સાબિત થઈ ચૂક્યું છે છતાં પણ ઘણાં એવા લોકો છે જેને આ બધાથી કઈ ફરક જ પડતો નથી અને પોતાની ધૂનમાં જ મોબાઈલ ખોલીને નીકળી પડે છે. આ વીડિયોને જોઇને ઘણાં લોકો તેની લાપરવાહી પર કમેન્ટ કરી રહ્યાં છે તો ઘણાં લોકો હસીને આનંદ લઇ રહ્યાં છે.

Exit mobile version