બોલિવુડના રિયલ લાઈફ કપલ જેમની જોડીમાં નથી લાગતો જરાય મેળ.

બોલીવુડમાં અમુક પોપ્યુલર કપલ્સ એવા પણ છે જેમની જોડી અજીબ એટલે કે મિસમેચ લાગે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જ્યાં બધું જ સપનાની દુનિયા જેવું સુંદર લાગે છે, તો અમુક કપલ્સ એવા પણ છે જે એકબીજા સાથે બિલકુલ જ પરફેક્ટ નથી લાગતા.

image source

તમે પણ જ્યારે એ કપલ્સને એકસાથે જોશો તો તમને પણ તમારા મનમાં એવો વિચાર આવ્યો જ હશે કે આ કપલ બોલિવુડના અન્ય કપલ્સની જેમ પરફેક્ટ નથી લાગતા. તો ચાલો જાણી લઈએ એ કપલ્સ વિશે જેમની જોડી એકબીજા સાથે જરાય નથી જામતી.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરા.

image source

બોલીવુડની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસ રાની મુખર્જી જેટલી સારી કલાકાર છે એટલી જ સુંદર પણ છે પણ જ્યારે એમને આદિત્ય ચોપરા સાથે જોશો તો એમની જોડી એટલી જામતી નથી. જો કે રાની મુખર્જી અને આદિત્ય ચોપડા બન્ને જ ખૂબ જ ટેલેન્ટેડ છે પણ લુકસની વાત કરીએ તો રાની અને આદિત્ય ચોપરા પણ બેમેલ જોડીની કેટેગરીમાં જ આવે છે.

જુહી ચાવલા અને જય મહેતા.

image source

બોલીવુડની ચુલબુલી હસીના જુહી ચાવલાના પતિ જય મહેતા પણ એમની સુંદરતાની સાથે ફિકા લાગે છે. જુહી ચાવલા અને એમના પતિ જય મહેતાની ગૃહસ્થી વર્ષોથી ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે, જુહી અને જય બંનેએ પોતાના સંબંધને ખૂબ જ સરસ રીતે નિભાવ્યો છે પણ આ કપલ પણ પિક્ચર પરફેક્ટ નથી જ લાગતું.

ફરાહ ખાન અને શિરીષ કુન્દ્રા.

image source

કોરિયોગ્રાફર ફરાહ ખાન અને એમના લાઈફ પાર્ટનર શિરીષ કુન્દ્રાનીં જોડી પણ થોડી અજીબ જ લાગે છે. ફરાહ ખાન અને શિરીષ કુન્દ્રા બંનેની ફક્ત હેર સ્ટાઇલ જ મેચ કરે છે બાકી એમના વચ્ચે કોઈ સમાનતા નથી. આ કપલને પણ મિસમેચડ જ કહેવામાં આવશે.

વિન્દુ દારા સિંહ અને ડાયના.

image source

બિગ બોસથી લાઈમ લાઈટમાં આવેલા વિન્દુ દારા સિંહ અને એમની લાઈફ પાર્ટનર ડાયનાની જોડી પણ બેમેલ છે. ડાયના અને વિન્દુ દારા સિંહને પણ એકબીજાને પિક્ચર પરફેક્ટ કપલ બનાવવા માટે થોડા વધુ સ્ટાઈલની જરૂર છે.

ટ્યુલીપ જોશી અને કેપટન નાયર.

image source

ટ્યુલીપ જોશી અને આર્મી કેપટન વિનોદ નાયરની જોડી પણ પિક્ચર પરફેક્ટ નથી લાગતી.જો કે ટ્યુલીપ જોશીનું ફિલ્મી કરિયર કઈ ખાસ નથી રહ્યું. ટ્યુલીપ જોશીએ ઘણી ફ્લોપ ફિલ્મો કરી છે પણ એમની સુંદરતાને અવગણી ન શકાય. બોલીવુડની સુંદર એક્ટ્રેસ ટ્યુલીપ જોશી અને કેપટન નાયર પણ મિસમેચ કપલ જ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *