રુદ્રાક્ષ પહેરવાથી એક નહિં પણ થાય છે આટલા બધા ફાયદાઓ, સાથે જાણો રુદ્રાક્ષ પહેરવાનું મહત્વ

હિંદૂ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. રુદ્રાક્ષ આધ્યાત્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. રુદ્રાક્ષને સ્વયં ભોળાનાથનું સ્વરૂપ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂથી થઈ હતી. રુદ્રાક્ષ પર અલગ અલગ રેખાઓ બનેલી હોય છે. તે રેખાના વિભાજન પરથી જાણવામાં આવે છે કે તે કેટલા મુખી છે.

image source

આપણે ત્યાં એક મુખીથી લઈ 21 મુખી સુધીના રુદ્રાક્ષ પહેરવાની પ્રથા છે. રુદ્રાક્ષ પહેરવાથી શારીરિક લાભ થવાની સાથે માનસિક લાભ પણ થાય છે. રુદ્રાક્ષનો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને શાસ્ત્રોમાં પણ મળે છે. જો કે માન્યતા એવી છે કે બેમુખી રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિને સૌથી વધુ લાભ થાય છે. આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. આ રુદ્રાક્ષ પહેરવાથી શંકર અને પાર્વતીના આશીર્વાદ મળે છે. સંસારમાં રહેતા વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરે તો જીવનની અનેક સમસ્યા દૂર થાય છે.

image source

બેમુખી રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. તેની અસરના કારણે વ્યક્તિની વાણીમાં ગંભીરતા આવે છે અને તેનો પ્રભાવ અન્ય પર વધારે પડે છે. આ રુદ્રાક્ષ ચંદ્ર સંબંધિત હોય છે. તેથી તે મનને શાંત કરે છે. તેને પહેરવાથી સમાજમાં માન સન્માન પણ વધે છે.

માન્યતા છે કે જે લોકોનું મન સતત ભટકતું રહેતું હોય અને જેમને વારંવાર ગુસ્સો આવતો હોય તેમણે આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તે આ રુદ્રાક્ષ પહેરે તો વૈવાહિક જીવનમાં શાંતિ અને સુખ વધે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી મન નીડર બને છે.

image source

શિવમહાપુરાણમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે તેને બ્રહ્મ અને ગૌ હત્યા જેવા પાપમાંથી પણ મુક્તિ મળે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી અજાણતા કરેલા પાપનો પણ નાશ થાય છે. તેને ધારણ કરવાથી જીવન સુખદ બને છે.

આ તમામ લાભ રુદ્રાક્ષ ત્યારે તકે છે જ્યારે તે જાતકે પોતે પોતાના પૈસાથી ખરીદેલો હોય. કોઈના પૈસાથી ખરીદેલો રુદ્રાક્ષ લાભ કરતો નથી. રુદ્રાક્ષને ધારણ કરતાં પહેલા તેને અભિમંત્રિત કરવો જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરવાનો શ્રેષ્ઠ દિવસ મહાશિવરાત્રી અથવા તો સોમવાર છે.

image source

રુદ્રાક્ષ ખૂબ પવિત્ર હોય છે તેથી તેને ખરાબ હાથથી સ્પર્શ પણ કરવો જોઈએ નહી. પથારીમાં સુતા પહેલા રુદ્રાક્ષને ઉતારી અને મંદિરમાં મુકી દેવો જોઈએ. સ્નાન કર્યા બાદ જ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ રોજ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. રુદ્રાક્ષ ધારણ કરનારે પોતાનું આચરણ બરાબર રાખવું જરુરી છે.