શાંત સ્વભાવ માટે જાણીતો રાહુલ આ 4 પ્રસંગે થઈ ગયો હતો લાલઘૂમ, ગુસ્સા પર નહોતો રાખી શક્યો કાબુ

રાહુલ દ્રવિડને ધૈર્યનો પ્રતીક અને ‘દિવાલ’ જેવાં ઉપનામો લોકો દ્વારા મળ્યાં છે. હાલમાં રાહુલને લઈને ઇન્ટરનેટ પર ચર્ચાઓ વધી રહી છે. આ પાછળનું કારણ સીઆરઈડી માટેની એડમાં તેમનું જે નવું રૂપ દેખાઈ રહ્યું છે તે માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ એડ આવી રીતે દેખાડવાનું કારણ જે સામે આવ્યું છે તેનાં પર તમને વિશ્વાસ નહીં આવે. આ એડ માટે કહેવામાં આવી રહ્યું છે કે આ એડ કરવનારે રાહુલ દ્રવિડને ક્રોધાવેશની સ્થિતિમાં દેખાડ્યો છે. આ સાથે વાત કરવામાં આવે વીડિયો વિશે તો તેમાં જોઈ શકાય છે કે ગુસ્સે ભરાયેલા દ્રવિડ જોરથી બુમો પાડી રહ્યો છે કે “હું ઇન્દિરા નગરનો ગુંડો છું”.

image source

સામાન્ય રીતે હંમેશાં શાંત રહીને ક્રિકેટ રમવા માટે જાણીતા રહેલા રાહુલ દ્રવિડ પણ ક્યારેક ગુસ્સામાં જોવા મળ્યો હતો. અહીં કેટલાક એવા કિસ્સાની વાત કરીએ કે જેમાં રાહુલ દ્રવિડ તેનાં ગુસ્સો પર કાબૂ કરી શક્યો ન હતો.

image source

1. જ્યારે તેમણે દિલ્હીના ફિરોઝ શાહ કોટલામાં પ્રેસ કોન્ફરન્સ છોડી હતી કારણ કે આ મામલો થોડો વધુ બગડી ગયો હતો. આ ઘટનાં માટે જો 2006ના રિપોર્ટ મુજબ માનવામાં આવે તો એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફોટોગ્રાફરો અને ટેલિવિઝન કેમેરામેન વચ્ચેની ચર્ચા વધારે જ ખરાબ થઈ ગઈ હતી. તે સમયે રાહુલ ગુસ્સે થઈને રૂમમાંથી બહાર નીકળી ગયો હતો

image source

2. 2014માં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે પહેલા રોમાંચક મેચમાં સ્કોર એક સરખો બનાવી અને ત્યારબાદ રાજસ્થાન રોયલ્સને હરાવીને મેચને પોતાનાં નામે કરી હતી. જો કે તે સમયની વાત કરીએ તો દ્રવિડની પ્રતિક્રિયા ખોટી પણ ન હતી. તે મેચમાં સ્થિતિ એવી હતી કે મુંબઈ ઈન્ડિયન્સને 14.3 ઓવરમાં 190 રન બનાવવાની જરૂર હતી. આ માટે પહેલા તેણે સ્કોર બરાબરીનો કરી લીધો હતો અને પછી બાઉન્ડ્રી ફટકારી અને નેટ રન-રેટના આધારે પ્લે-ઓફ મેળયો હતો. રાજસ્થાન રોયલ્સની હાર થઈ રહી છે તે જોઈને દ્રવિડે ગુસ્સે થઈને પોતાની ટોપીને ઉતારીને જમીન પર ફેંકી દીધી હતી.

image source

3. 2004ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેની પાકિસ્તાનના શોએબ અખ્તર સાથે બોલા ચાલી થઇ ગઈ હતી. માનવામાં આવે છે કે તે સમયે અખ્તર તેની બોલિંગથી બેટ્સમેનોની ધૈર્યની ચકાસણી કરવા માટે નામચીન હતો. પરંતુ તે સમયે જ્યારે તે આવું કરવામાં અસફળ થયો ત્યારે તે બેટસમેનને પિચ પર રોકવા જેવાં કામો કરીને હેરાન કરવાનો પ્રયત્ન કરતો હતો. અખ્તરે 2004ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન રાહુલ દ્રવિડ સાથે પણ આવું કર્યું હતું જેનાથી દ્રવિડ ગુસ્સે થઈ ગયો હતા. પરિણામે, બંને વચ્ચે બોલચાલ થઈ હતી. આ સમયે ઇન્ઝમામ-ઉલ-હકને આ બંનેને શાંત કરાવા માટે આવવું પડ્યું હતું તેવી સ્થિતિ થઈ ગઈ હતી.

4. જ્યારે તેણે 2006માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ હારી હતી ત્યારે ગુસ્સાથી ખુરશી ફેંકી દીધી હતી. જો કે પાછળથી તેણે પોતાની આવી વર્તણૂક બદલ અફસોસ કરતાં તેની પત્નીને કહ્યું હતું કે મારે આવું ન કરવું જોઈએ. આ કિસ્સા અંગે તેની પત્ની વિજેતાએ જણાવ્યું છે કે મને યાદ છે કે તે જ્યારે ટેસ્ટ મેચમાંથી પાછો આવ્યો ત્યારે તેણે મને કહ્યું હતું કે “આજે હું થોડો ગુસ્સે હતો અને ગુસ્સામાં હું ભાન ભૂલી ગયો હતો, મે જે કર્યું તે માટે ના કરવું જોઈએ. આ સિવાય તેણે કશું કહ્યું નહીં.

આ પછી ઘણા મહિના થયાં ત્યારે મને વીરુએ કહ્યું કે દ્રવિડે મુંબઈમાં ઇંગ્લેન્ડ સાથે મેચ હાર્યા એટલે ગુસ્સે ન હતો કે તેના કારણે તેણે ખુરશી ફેંકી ન હતી. પરંતુ સાચું કારણ એ હતું કે રાહુલ તે મેચમાં સારો દેખાવ કરવામાં અસફળ રહ્યો હતો જેનો તેને ગુસ્સો હતો. જાણવા મળી રહ્યું છે કે આ માહિતી 2006માં ઈંગ્લેન્ડ અને ભારતની રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની વાત કરવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડે હોમ ગ્રાઉન્ડ પર 212 રનથી જીત મેળવી હતી અને શ્રેણી 1-1થી બરાબરી કરી લીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!