Site icon News Gujarat

જાણો સોમનાથ મંદિરની વૈભવશાળી ગાથા, વિદેશી હૂમલાખોરોના નિશાના પર રહ્યું તેમ છતાં છે ગૌરવશાળી

પ્રાચીન ભારતનું પ્રભાસ પાટણ આજે ગીર સોમનાથના નામે પ્રસિદ્ધ છે, આદિકાળથી ભક્તિ તેમજ શક્તિનું કેન્દ્ર આ સ્થળ ઇતિહાસની કેટલીએ ગૌરવશાળી ગાથાઓને પોતાનામાં સમાવેલું છે. રાજા ભીમદેવ દ્વારા નિર્મિત સોમનાથ મંદિર ભારતના પરમ વૈભવ તેમજ વિદેશી હૂમલાખોરોના હૂમલાઓનો સાક્ષી બનીને અડીખમ ઉભું છે. ગજનીના મહમદ બેગડા તેમજ ઔરંગઝેબના સેનાપતિએ સોમનાથ મંદિરને લૂટ્યું તેમજ મંદિરનો વિધ્વંશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

image source

રાજા ભીમદેવે એકવાર ફરી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું, ત્યાર બાદ 1786માં રાજા સિદ્ધરાજે તેમના બાર રાવ વખણે મંદિરનું નિર્માણ કર્યું. હમીરજી ગોહિલ તેમજ વેગડા ભીલે પણ મંદિરની રક્ષા કરવા માટે બલિદાન આપ્યું પણ જીવતે જીવત મંદિર પર હૂમલાવરોને ન આવવા દીધા. પ્રભાસપાટણ શૈવ સંપ્રદાયની સાથે વૈષણવ માર્ગી ભક્તોનું પણ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે, ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન રામ, શ્રીકૃષ્ણ, પરશુરામજી વિગેરેની તપોસ્થળીના પ્રાચીન મંદિર પણ અહીં હાજર છે. અહીં પાર્વતીજી મંદિરના અવશેષ, દ્વાદશ જ્યોતિર્લિંગ કપાર્ટિ વિનાયક મંદિર તેમજ કષ્ટભંજન હનુમાન મંદિર, બૌદ્ધધર્મના પણ અવશેષ છે.

પ્રાચીન વૈભનું પ્રતીક હતું સોમનાથ મંદિર

image source

પ્રાચીન ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે રત્નાકર સાગર એટલે આજના અરબ સાગરના કિનારા પર પહેલીવાર સતયુગમાં રાજા સોમરાજે સોનાથી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, ત્રેતાયુગમાં દશાનન રાવણે રજતથી મંદિરનું નિર્માણ કરાવ્યું તેમજ ત્યાર બાદ દ્વાપરમાં ભગવાન કૃષ્ણએ ચંદનના લાકડાથી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અરબ સાગરના કિનારા પર એક ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિર ભારતના ગૌરવશાળી અને સમૃદ્ધ વૈભવની ગાથાનું જીવતુ જાગતું ઉદાહરણ છે. 56 સ્તંભો પર ઉભા રહેલા આ મંદિરના સ્તંભ સુવર્ણ, હીરા તેમજ રત્નોથી જડેલા હતા.

આઝાદી બાદ પુનર્નિમાણ

image source

ભારતની આઝાદી બાદ તે સમયના ગૃહમંત્રી લોહપુરુષ સરદાર પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢના ભારતમાં વિલય થવાની ઘોષણા કરવા ત્યાં પહોંચ્યા હતા. સરદાર પટેલે આ દરમિયાન જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી, પ્રાચીન સૌરાષ્ટ્રના તે સમયના મુખ્યમંત્રી ઉછંગ રાય ઢેબર, સાહિત્યકાર કન્હૈયા લાલ મુંશી, સમાજસેવક કાકા સાહેબ ગાડગિલની સાથે મળીને સોમનાથ મંદિરના સ્થળ પર પહોંચીને મંદિરેના ભગ્નાવશેષના દર્શન કર્યા હતા. સરદાર પટેલે પોતાની આ યાત્રામાં સમુદ્રનું જળ હાથમા લઈ અહીં ભગવાન સોમનાથનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ પહેલા સન્ 1783માં અહલ્યા બાઈએ સોમનાથ મંદિરના ભૂગર્ભમાં એક મંદિરનું નિર્મણ કરાવીને શિવપૂજાની પરંપરાને પુનઃ શરૂ કરી હતી.

સરદાર પટેલનો સંકલ્પ

image source

‘અમે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરીશું, દેશ સ્વતંત્ર થઈ ગયો છે. કોરોડો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે, આ કરોડો લોકો માટે આ શ્રદ્ધા સ્વરૂપ મંદિરનું પુનઃ નિર્માણ પણ આઝાદીની ભાવના સાથે જોડાયેલું છે.’

ગુજરાતના પ્રભાશંકર સોમપરાએ જ આધુનિક સોમનાથ મંદિરના નિર્માણની રૂપરેખા તૈયાર કરી હતી. તેમના પૌત્ર ચંદ્રકાંત સોમપરા હવે અયોધ્યાના ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી રહ્યા છે. સોમપરા પરિવારને નાગર શૈલીથી મંદિરનું નિર્માણ કરવાની મહારત છે તેમજ આ પિરવાર પેઢીઓથી આ કામ કરી રહ્યો છે. સોમપરા પરિવાર દેશમાં અત્યાર સુધી નાના મોટા લગભગ દોઢ સો મંદિરોનું નિર્માણ કરી ચુક્યો છે.

આવી રીતે થયું સોમનાથ મંદિરનું નિર્માણ

image source

સોમનાથ મંદિરના આર્કિટેકની પ્રેરણા વિશ્વપ્રસિદ્ધ કૈલાશ મહામૈરુપ્રસાદ મંદિરમાંથી લેવામાં આવી છે. 155 ફૂટ ઉંચા આ મંદિરમાં એક માળનો ગર્ભગૃહ છે તેમજ શીખર સુધી તે 7 માળમાં ફેલાયેલું છે. સભાગૃહ તેમજ ત્રત્ય મંડપ 3-3 માળમાં બનેલું છે. ત્રીજા માળ પર એક હજાર કળશની આકૃતિઓ બનેલી છે. ગર્ભગૃહમાં રાખવામાં આવેલા કળશનું વજન 10 ટન છે. આ મંદિર 72 સ્તંભ પર ઉભું છે તેમજ ત્રત્યમંડપની ચારે તરફ નાના નાના શિખરો બનેલા છે. સોમનાથ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે લગભગ 800 વર્ષો બાદ ભારતમાં નાગરશૈલીમાં બનેલું પહેલું શિવાલય છે. આઝાદી બાદ ગૃહમંત્રી સરદાર પટેલની પહેલ પર વર્ષ 1950માં સોમનાથ મંદિરનો શિલાન્યાસ થયો હતો, 11 મે 1951માં તે સમયના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ શર્માએ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. 11 મે 2001માં તે સમયના
વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરી હતી.

image source

સોમનાથ મંદિરને એકવાર ફરી વૈભવ પ્રદાન કરવા માટે મંદિરના ગર્ભગૃહ સ્તંભોને સોનાનું પાણી ચડાવામાં આવ્યું છે. મંદિરની ચારે તરફ સુંદર બગીચા, ઓપન થિયેટર વિગેરેનું નિર્માણ કર્યું છે. સોમનાથ મંદિર પરિસરમાં જ રોજ સાંજે અહીંના ઇતિહાસની ગાથા બતાવવા લેસર શોનો લાઇટ એન્ડ સાઉન્ડ શો આયોજિત કરવામાં આવે છે. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટે 400 ઓરડાઓનું અતિથિગૃહ બનાવ્યું છે. ગીર સેમનાથ પોતાની આસપાસ સમુદ્રના મોજાઓની શાંતિ સમાવેલું છે તો વળી પર્વતની ઉંચાઈ અને સાસણ ગીરના જંગલમાં એશિયાઈ સિંહની ગર્જના પણ સાંભળી શકાય છે.

મોદી બન્યા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ

image source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સોમવારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ચુંટવામાં આવ્યા છે. મોદી વર્ષ 2010થી ટ્રસ્ટના સભ્ય છે. પૂર્વ મુખ્યમંત્રી કેસુભાઈ પટેલનું ઓક્ટોબર 2020માં નિધન થઈ જવાથી આ પદ ખાલી થઈ ગયું હતું. આઠ સભ્યોના ટ્રસ્ટમાં હાલ મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપાના વરિષ્ટ નેતા એલકે અડવાણી, વરિષ્ઠ ટ્રસ્ટી તેમજ સંસ્કૃત વિદ્વાન જેડી પરમાર, ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી કે લહરી તેમજ અંબુજા સીમેંટ સમૂહના હર્ષવર્ધન નિવેટિયાનો સમાવેશ થાય છે. ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે બીજી વાર કોઈ પ્રધાનમંત્રીએ કમાન સંભાળી છે. આ પહેલાં પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ લગભગ 26 વર્ષ સુધી તેના અધ્યક્ષ રહ્યા છે. એલ કે અવડાણીએ વર્ષ
1990માં આ જ સોમનાથ મંદિરથી અયોધ્યા મંદિર સુધીની ઐતિહાસિક રથયાત્રા કાઢી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version