જાણો શું હોય છે ફેસ ટોનર, શા માટે જરૂરી છે તેનો ઉપયોગ, આ રીતે બનાવી લો ઘરે જ

સુંદર દેખાવવું સૌ કોઈને ગમે છે, પરંતુ માર્કેટના અનેક પ્રોડક્ટને લઈને લોકો કન્ફ્યુઝ રહે છે કે કઈ પ્રોક્ટ ખરેખર રોજ વાપરવી અને કઈ નહીં. શું વાપરવાથી સ્કીનને નુકસાન નહીં થાય અને જો તેને માટે કોઈ ઘરેલૂ ઉપાય શોધવો હોય તો તમારે શું કરવું જોઈએ. આજે અમે તમને આ બાબતોની માહિતીની સાથે ઘરે ફેસ ટોનર કઈ રીતે બનાવીને સ્ટોર કરી શકાય તે જણાવીશું.

image source

ઈલેક્ટ્રોનિક ગેજેટ ખાસ કરીને મોબાઈલ, લેપટોપના વધારે ઉપયોગથી ફેસ પર ઓઈલ જમા થવા લાગે છે. તેનાથી પિમ્પલની સમસ્યા આવે છે. એવામાં જરૂરી છે કે આ પરેશાનીને શરૂઆતમાં રોકી લેવામાં આવે. અમે આપને 3 પ્રકારના ટોનરને વિશે જણાવીશું જેનો ઉપયોગ તમે તમારી સ્કીનથી એકસ્ટ્રા ઓઈલને બહાર કાઢવામાં કરી શકો છો આ સાથે તેનાથી તમારી સ્કીન સંબંધી અન્ય ફરિયાદમાં પણ તમને રાહત મળી શકે છે.

શું હોય છે ટોનર

image source

ટોનરનો ઉપયોગ સ્કીનને સાફ કરવા અને સાથે જ મોટા છિદ્રોને સંકોચવા માટે કરવામાં આવે છે. જો તમે રોજ ટોનરનો ઉપયોગ કરો છો તો તમે તમારા પોર્સને નાના કરી શકો છો. કેમકે તેના મોટા થવાથી ફેર પર કાણા અને ડાઘ જોવા મળે છે. આ માટે ટોનર ફેસને સ્વચ્છ અને સુંદર બનાવવામાં તમારી મદદ કરે છે.

એલોવેરા જેલ ટોનર

image source

એલોવેરા જેલ ટોનર બનાવવા માટે પીવાના પાણીમાં એક ચમચી અલોવેરા જેલને મિક્સ કરો. જો તમારી સ્કીન સેન્સેટિવ છે તો તમે ટી ટ્રી ઓઈલના 4-5 ટીપાંને મિક્સ કરો. તેને 10-15 દિવસ પ્રિઝર્વ કરીને રાખવા માટે તમે તેમાં અડધી ચમચી એપલ સાઈડર વિનેગર મિક્સ કરો. તેને દિવસમાં ઓછામાં ઓછી 3 વાર ફેસ પર સ્પ્રે કરો અથવા કોટનથી લગાવો.

ગુલાબજળ ટોનર

image source

જો તમારી સ્કીનને અલોવેરા સૂટ કરતી નથી તો તમે તેને બદલે ગુલાબજળનું ટોનર વાપરી શકો છો. તે તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. ગુલાબજળમાં અડધી ચમચી ગ્લિસરીન મિક્સ કરો અને તેને 10-15 દિવસ પ્રિઝર્વ કરવા માટે તમે તેમાં અડધી ચમચી એપલ સાઈડર વિનેગર પણ મિક્સ કરી શકો છો. તેને દિવસમાં ઓછામાં ઓછું 3 વાર ફેસ પર સ્પ્રે કરો અથવા તમે તેને કોટનની મદદથી પણ ફેસ પર લગાવી શકો છો.

લીમડાનું ટોનર

આ માટે તમે લીમડાના પાનને પાણીમાં ઉકાળો. તે પાણીને ગાળીને બોટલમાં ભરી લો, તેને પ્રિઝર્વ કરીને રાખવા માટે ફક્ત અડધી ચમચી એપલ સાઈડર વિનેગરને મિક્સ કરો. આ એક્નેને હટાવવા માટે બેસ્ટ નેચરલ ટોનર છે.

image source

તો હવે તો તમે ફેસ ટોનરના ઉપયોગ જાણી ચૂક્યા હશો અને સાથે તેને ઘરે કઈ રીતે બનાવીને સ્ટોર કરવું તે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો તમે હવે સસ્તું અને તમારી સ્કીનને અનુરૂપ ફેસ ટોનર ઘરે જ સરળતાથી બનાવી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત