જાણો શું કરે છે બોલિવુડના સપુરહિટ વિલન્સના બાળકો, કોઇ બન્યું હીરો તો કોઈ કરી રહ્યું છે કરોડોનો બિઝનેસ

હિન્દી ફિલ્મોમાં વિલનની એક ખાસ ભૂમિકા હોય છે. વિલન જેટલો ખતરનાક હશે, હીરો પર દબાણ એટલું જ વધુ હશે. સાચી રીતે જોઈએ તો જે ફિલ્મોમાં વિલનનો રોલ દમદાર રહ્યો હોય એ ફિલ્મો મોટેભાગે હિટ જ ગઈ છે, દાખલા તરીકે તમે શોલે, મિસ્ટર ઇન્ડિયા અને ઘાતક જેવી ફિલ્મોને જ લઈ લો. પણ એક સત્ય એ પણ છે કે લોકો ફક્ત હીરોના જ અંગત જીવનમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે. પણ આજે અમે તમને કોઈ હીરો નહિ પણ બોલિવુડના સૌથી ખતરનાક વિલનોની જિંદગી વિશે જણાવીશું. આજે અમે તમને એમના બાળકો વિશે જણાવીશું જેમના વિશે તમને કદાચ જ જાણતા હશો.

અમરીશ પુરી.

image source

અમરીશ પુરીને બોલીવુડમાં સૌથી સફળ ખલનાયક માનવામાં આવે છે. મિસ્ટર ઇન્ડિયા, નાયક, ગદર, દિલજલે, નગીના, કરણ અર્જુન, તહલકા અને ઘાયલ જેવી ફિલ્મોમાં એમને શાનદાર પાત્રો ભજવ્યા છે. વિલન સિવાય પણ એમને અન્ય ઘણા પાત્રો ભજવ્યા છે. જો કે અમરીશ પુરીના દીકરા રાજીવ પુરીને સિનેમામાં કોઈ રસ નથી રહ્યો. એ મરીન નેવિગેટર છે.

શક્તિ કપૂર.

image source

શક્તિ કપૂરે દરેક પાત્ર જાણે જીવ્યું છે. એ જેટલા સફળ વિલનની ભૂમિકામાં રહ્યા એટલો જ કમાલ એમને કોમેડી પાત્રો ભજવીને પણ બતાવ્યો હતો. શક્તિ કપૂરની દીકરી શ્રધ્ધા કપૂરે તો ફિલ્મોમાં ખૂબ નામ કર્યું પણ એમના દીકરા સિદ્ધાર્થ કપૂરને કઈ ખાસ ઓળખ ન મળી. સિદ્ધાર્થ પલટન, ભૂત, યારમ અને હસીના પારકર જેવી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે.

ડેની

image source

અભિનેતા ડેનીની એક્ટિંગ તો કમાલની રહી છે. એમને પોતાના દરેક પાત્રને ખૂબ જ ઉમદા રીતે નિભાવ્યું. કાંચા ચીના, બખતાવર, ખુદા બખ્સ જેવા પાત્ર નિભાવીને ડેનીએ બોલિવુડના વિલનમાં પોતાની એક અલગ જગ્યા બનાવી લીધી હતી. ડેનીના દીકરાનું નામ રેંજિંગ છે. એ જલ્દી જ બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરવાના છે.

ગુલશન ગ્રોવર.

image source

બોલીવુડમાં જ્યારે પણ વિલનની વાત થાય કે પછી નેગીટિવ પાત્રની વાત થાય તો ગુલશન ગ્રોવરના બેડ મેનના પાત્રને હમેશા યાદ કરવામાં આવે છે. એમને લગભગ 400 ફિલ્મો પોતાના નામેં કરી છે અને પોતાની મોટાભાગની ફિલ્મોમાં એમને ફક્ત વિલનનું જ પાત્ર ભજવ્યું છે. એમના દીકરાનું નામ સંજય ગ્રોવર છે અને એ જાણીતા બિઝનેસમેન છે.

અમજદ ખાન.

image source

હિન્દી ફિલ્મોના સૌથી ખતરનાક વોલન શોલેના ગબ્બરને કોણ ભૂલી શકે છે. અમજદ ખાને આ પાત્રને નિભાવીને બોલીવુડમાં અમર કરી દીધું છે. જો કે એમના દીકરા શદાબ ખાને પણ ફિલ્મોમાં કરિયર બનાવવાનું વિચાર્યું પણ કાઈ ખાસ વાત ન બની. શદાબ ખાને ફિલ્મ રાજા કી આયેગી બારાત ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ સ્કેમ 1992માં એમને અજય કેડીયાનું પાત્ર ભજવ્યું હતું જેને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત