મલાઈકાનું બ્યૂટી સીક્રેટઃ જાણો શું કરે છે ડાયટમાં સામેલ અને શું છે ડેઈલી લાઈફ

મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે..જિમ જતા એમના ફોટા ઘણીવાર વાયરલ થાય છે. પણ આ વખતે પેપરાજીના કેમેરામાં કેદ મલાઈકાના લેટેસ્ટ ફોટા અન્ય કોઈ કારણસર ખબરોમાં આવ્યા છે. આ છે મલાઈકાનું ડ્રિંકિંગ વોટર. કાળા રંગનું દેખાતું આ બ્લેક વોટર બીસ્લેરીનું મિનરલ વોટર નથી પણ કંઈક બીજું છે જેને જોઈ પેપરાજી પણ એને જાણવા માટે ઉત્સુક થઈ ગયા.

image source

મલાઈકા ન્યારે જીમથી નીકળીને બહાર આઈ ત્યારે એક ફોટોગ્રાફરે એમના હાથમાં બ્લેક વોટર જોઈ એમને સવાલ પૂછ્યો કે મેમ તમે બ્લેક વોટર પીવો છો? એના પર મલાઈકા હસી પડી અને એમને જણાવ્યું કે આ બ્લેક આલકલાઈન વોટર છે.

આ આલ્કલાઇન વોટર શુ છે એના ફાયદા શુ છે અને એની કિંમત શુ છે એ પણ અમે તમને જણાવીશું. આ બ્લેક વોટર Evocus Black Alkaline Waterછે. આ પાણીમાં 70થી વધુ મિનરલ્સ હોય છે જેનાથી શરીરનું મેટાબોલિઝમ, ઓક્સિજન લેવાની ક્ષમતા, ડિટોક્સિફિકેશન અને પાચન ક્રિયા સારી થાય છે.

image source

એક રિપોર્ટ અનુસાર બ્લેક વોટરનું પીએચ લેવલ રેગ્યુલર વોટરની સરખામણીમાં 7થી વધુ છે ઘણા પ્રકારના પોષક મિનરલ્સ હોવાના કારણે એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પાણી પીવાથી એસીડીટી, ડિહાઇડ્રેશનની તકલીફ નથી થતી અને બીમારીઓથી લડવાની ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી મજબૂત થાય છે.

image source

બ્લેક આલ્કલાઇન વોટરની કિંમત 200 રૂપિયા પ્રતિ લીટર છે. જો કે અલગ અલગ આઉટલેટ્સમાં આની કિંમતમાં ફરક પણ છે. આ પાણીના રંગને લઈને મની કન્ટ્રોલ સાથે વાતચીતમાં AV Organicsના કો ફાઉન્ડર એમડી આકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે આ પાણીની ક્વોલિટીને સારી બનાવવા માટે જે મીનરલ્સનો ઉપયોગ થાય છે એ કલરમાં બ્લેક છે. આ જ કારણ છે કે એનો કલર પણ કાળો છે.

image source

મલાઈકા સિવાય વિરાટ કોહલી અને ઉર્વશી રૌટેલા પણ આ પાણીનો ઉપયોગ કરે છે. હવે મલાઈકાની ફિટનેસનું આ રહસ્ય પણ બધાની સામે આવી ચૂક્યું છે. એમાં કોઈ બેમત નથી કે બ્લેક વોટરનો ઉપયોગ કરનારી આ ત્રણેય સેલિબ્રિટી ફિટનેસની બાબતમાં ટોપ પર છે.

બ્લેક વોટર સિવાય મલાઈકાની ફિટનેસનું રહસ્ય એમનું ડાયટ, વર્કઆઉટ અને યોગ પણ છે. મલાઈકાનો પોતાનો યોગ સ્ટુડિયો પણ છે અને હગે એમને ફૂડ વેન્ચર પણ શરૂ કર્યું છે. એ ઘણીવાર એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગની ટિપ્સ આપતી રહે છે.

image source

ગયા વર્ષે કોરોનાથી રિકવર થયા પછી મલાઈકાએ પોતાની લડાઈ અંગે જણાવ્યું હતું. એમને લખ્યું હતું કે મારું વજન વધી ગયું જતું, કમજોર થઈ ગઈ હતી, સ્ટેમીના ખતમ થઈ ચૂક્યો હતો, પરિવારથી દૂર હતી. નેગેટિવ થયા પછી પણ મને કમજોરી હતી.

મને ડર હતો કે ક્યાંક હું મારી તાકાત ક્યારેય પાછી જ ન મેળવી શકું. જો કે મલાઈકાએ પોતાની ડાયટ, યોગ અને વર્કઆઉટ દ્વારા જલ્દી જ પોતાની જૂની ફિટનેસ મેળવી લીધી.

image source

મલાઈકા પોતાની અંગત જિંદગીના કારણે પણ ચર્ચામાં રહે છે..એકટર અર્જુન કપૂરની સાથે એમના રિલેશનશિપ હગે પબ્લિક છે. બન્નેના ફોટા દર બીજા દિવસે ઈન્ટરનેટ પર વાયરલ થાય છે.