ખાંડ સફેદ અને ચોરસ હોવા પાછળ આ પરિબળો છે જવાબદાર, ચાલો જાણીએ…

મિત્રો, આપણા ઘરમા એવી અનેકવિધ વસ્તુઓ છે જેના વાસ્તવિક અસ્તિત્વ વિશે અથવા તો તે વસ્તુ તેવી કેમ છે? તે અંગે આપણે જાણતા હોતા નથી. આ અંગે આપણને પ્રશ્નો ઘણીવાર મગજમા ઘૂમ્યા કરતા હોય છે પરંતુ, યોગ્ય જ્ઞાનના અભાવના કારણે તેનો જવાબ આપણે મેળવી શકતા નથી.

image source

આજે આ લેખમા જે બાબત અંગે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તે પ્રશ્ન પણ કઈક આવો મૂંઝવણ ભરેલો છે. તમારા મનમા પણ આવો વિચાર ઘણીવાર અઆવ્યો હશે કે, કેમ ખાંડનો રંગ સફેદ અને આકાર ચોરસ હોય છે. જો કે, આ જવાબ મેળવવા પાછળ કોઈ મોટુ વૈજ્ઞાનિક સંશોધન તો કરવાની જરૂર નથી. ખાલી અમુક સામાન્ય એવા તર્ક પરથી તમને આ પ્રશ્નનો યોગ્ય ઉતર મળી રહેશે.

image source

તમે જોયુ જ હશે કે, ખાંડના દાણા નાના હોય મોટા કે હોય પણ આકારમા એકસમાન ચોરસ જ હોય છે. તે એક સ્ફટિક છે. સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ. નમક સહિતના અમુક પદાર્થો આ સુક્ષ્મ સ્ફટિકના બનેલા હોય છે. તેનો આકાર ચોરસ, ત્રિકોણ, ષટકોણ કે લાંબી સળી માફક હોય છે. આ દ્રવ્યો પ્રાકૃતિક રીતે એક સ્ફટિક જ હોય છે.

દરિયાના ઊંડાણવાળા પાણીમાં રહેલા ક્ષાર જ્યારે સૂકાય ત્યારે સ્ફટિક સ્વરૂપે બાઝેલા હોય છે. જ્યારે શેરડીના રસમાંથી ખાંડ બને ત્યારે તે પણ ચોરસ સ્ફટિક આકારની બને છે. ખાંડને તૈયાર કરવા માટે શેરડીના રસને ખૂબ જ વધારે પડતો ઉકાળવામાં આવે છે.

image source

આ પાણી વ્યવસ્થિત રીતે ઉકળી જાય એટલે તે રસ ઘટ્ટ રગડો બને છે. આ રગડાને વ્યવ્સ્સ્થિત રીતે ઠારીને ત્યારબાદ તેને શુદ્ધ કરવા માટે રસાયણો ઉમેરવામા આવે છે. ત્યારબાદ તેને ફરીથી ગરમ કરવામા આવે છે એટલે જે પાણી બાકી વધ્યુ હોય તે પાણી પણ આપમેળે જ ઉડી જાય છે. એક ઘટ્ટ રગડાને શૂન્યાવકાશની ટાંકીમા રાખીને કોરી કરવામાં આવે છે.

image source

ત્યારબાદ તેને બ્લેન્ડરમાં નાખી આ રસને ઘટ્ટ કરવામા આવે છે. આ રગડો ઝડપથી ફરે ત્યારે તેના વજનદાર કણો કિનારા તરફ ધકેલાય છે અને સ્ફટિક સ્વરૂપે એક તરફ એકત્રિત થાય છે. આ કણો સૂકાય જાય ત્યારે ખાંડના ચોરસ અને સફેદ દાણા બને છે. તેને ચાળણી વડે ચાળીને નાના અથવા તો મોટા કદના દાણાઓને અલગ-અલગ કાઢીને રાખવામા આવે છે. ત્યારબાદ ખાંડના કારખાનામા આ પ્રક્રિયા માટે જંગી કદના મશીનોનો ઉપયોગ થાય છે એટલે જથ્થાબંધ ખાંડ ઝડપથી બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *