Site icon News Gujarat

સૂતા પહેલા આ જગ્યાએ 1 લીંબુ રાખી લેવાથી તેના અનેક ગણા ફાયદા મળે છે, ભાગ્યે જ જાણતા હશો

અનેક વાર તમે સાંભળ્યું હશે કે સૂતા પહેલા તકિયા નીચે 1 લીંબુ રાખી લેવાથી અનેક લાભ મળે છે. ક્યારેક તમે આવું કર્યું હશે અને કેટલાકે તેને માન્યતાઓમાં ખપાવીને ઈગ્નોર કર્યું હશે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે આ જૂના ટોટકા કે જૂના વિચારને લોકો નજરઅંદાજ કરે છે અને સાથે તેના ફાયદા લેવાનું ચૂકી જાય છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે આ લીંબુને ફક્ત તકિયા નીચે રાખવાથી શું ફાયદા થાય છે.

લીંબુમાં હોય છે આ ખાસિયત

image source

લીંબુમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ભરપૂર હોય છે. જે શરીરને ગઠિયાની તકલીફ, હાઈ બ્લડપ્રેશર, હાઈપર ટેન્શન અને હાર્ટ ફેલિયરના ખતરાથી બચાવે છે.

શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે લીંબુ એન્ટી બેક્ટેરિયલ હોવાની સાથે સાથે એન્ટી ઓક્સીડન્ટ પણ છે. આ તમને વધારે સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરી શકે છે. તમે અસ્થમા કે શરદીથી પીડાઓ છો તો તમારા વાયુમાર્ગને ખોલવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારે તેને પથારીની પાસે રાખવાનું રહે છે.

સૂતી સમયે તકિયા પાસે લીંબુ રાખવાના આ છે મોટા ફાયદા

મગજને શાંત રાખે છે લીંબુ

અનેક લોકો વધારે થાકી જાય છે અને તેમનો સ્ટ્રેસ વધે છે. એવામાં રાતે તેમને ઊંઘ આવતી નથી. તમારી સાથે પણ આ સમસ્યા છે તો તમે લીંબુનો આ ઘરેલૂ નુસખો અજમાવી શકો છો. તમે રાતે સૂતા પહેલા લીંબુને 2 ભાગમાં કાપીલો અને તેને પથારીની પાસે રાખી લો લીંબુમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વો મગજને શાંત કરે છે. તેનાથી તમે સારી ઊંઘ લઈ શકો છો.

બ્લડ પ્રેશરના દર્દીને કરે છે ફાયદો

લો બ્લડ પ્રેશરના દર્દીઓ જો રાતે સૂતી સમયે પોતાની પથારીની પાસે લીંબુનો ટુકડો રાખી લે છે તો સવારે ઊઠીને તેઓ ફ્રેશ રહે છે. આનું કારણ લીંબુની સ્મેલ છે. લીંબુના ગુણો અને તેની સુગંધ શરીરમાં સેરોટિનના લેવલને વધારે છે. જે લો બ્લડ પ્રેશરના દર્દીને માટે લાભદાયી રહે છે.

શ્વાસ લેવામાં નહીં રહે મુશ્કેલી

image source

અનેક લોકો સૂતી સમયે નાક બંધ થવાના કારણે અનેક વાર ઊંઘ ન આવવાની ફરિયાદ કરે છે. તમારી સાથે પણ એવું થાય છે તો તમે લીંબુના ટુકડાને તકિયાની પાસે રાખો, લીંબુની સુગંધથી શ્વાસ લેવાની સમસ્યામાં રાહત મળે છે અને સાથે ઊંઘ પણ સારી આવે છે.

મચ્છર અને માખીના આતંકથી આપશે રાહત

કેટલાક લોકો મચ્છર અને માખીના આતંકથી પરેશાન રહે છે અને સાથે સારી ઊંઘ લઈ શકતા નથી. તેનાથી તેમના મગજ પર ખરાબ અસર થાય છે. તમે પણ ઘરમાં રહેતા મચ્છર, માખી અને કીડા મકોડાથી પરેશાન રહો છો તો સૂતા પહેલા પથારીની ચારે તરફ લીંબુનો ટુકડો કાપીને રાખી લો. તેની સુગંધથી મચ્છર, માખી, કીડા મકોડા ભાગી જશે.

આ બીમારીઓથી મળી જશે રાહત

image source

દિવસ આખો ભાગદોડ કર્યા બાદ નવા દિવસે કામની ચિંતાના કારણે અનેક લોકોને ઈનસોમેનિયા એટલે કે અનિંદ્રા કે ઓછી ઊંઘ આવવાની ફરિયાદ રહે છે. એવામાં શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. તમને પણ ઇનસોમેનિયાની સમસ્યા છે તો રોજ રાતે લીંબુનો ટુકડો તમારી પથારીની પાસે રાખો. તમે તેની સુગંધના કારણે સારી ઊંઘ મેળવી શકશો.

Exit mobile version