તમારા ડાયટમાં સામેલ કરી લો આ ખાસ ચીજ, મળશે અનેક હેલ્થ પ્રોબ્લેમ્સમાં રાહત

તમે અનેક ચીજો ખાતા હોવ છો તો તમે તમારા ડાયટમાં કોઈ પણ સીઝનમાં શિમલા મરચાને સામેલ કરો. આ શિમલા મરચા તમે કોઈ પણ રીતે ભોજનમાં સામેલ કરી શકો છો. સલાડમાં, શાકમાં પણ તેનો ઉપયોગ કરી સકાય છે. સલાડમાં ટામેટાની જેમ કાચા પણ ખાઈ શકાય છે. શાકમાં ચઢવીને પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે ખાવાથી તેનો સ્વાદ પણ વધે છે.

image source

મરચાના અનેક ફાયદા છે અને તે હેલ્થને પણ ફાયદો આપે છે. આ સાથે શિમલા મરચાની ન્યૂટ્રિશન વેલ્યૂની વાત કરીએ તો કાચા શિમલા મરચામાં 92 ટકા પાણી હોય છે અને 8 ટકા પ્રોટીન અને ફેટ હોય છે. આ સિવાય વિટામીન સી, વિટામિન બી6, વિટામિન કે1, પોટેશિયમ, વિટામિન ઈ અને વિટામિન એ પણ તેમાં ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. તેમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સીડન્ટ્સ પણ હોય છે જે હેલ્ધી બોડી માટે જરૂરી છે. તો જાણો દૈનિક રીતે તમે તેનો કેવી રીતે લાભ મેળવી શકો છો.

આયર્નની ખામીને કરે છે દૂર

image source

જો તમે એનિમિયાનો શિકાર છો તો તમે લોહીની ખામી અનુભવો છો. આ સમયે તમારે શિમલા મરચાનું સેવન કરવું. શિમલા મરચા આયર્નનો સારો સ્ત્રોત છે અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. ખાસ કરીને લાલ શિમલા મરચા આયર્ન અને વિટામિન સીનો સોર્સ છે. તેના નિયમિત સેવનથી શરીરમાં અન્ય ભોજનથી થતા વિટામિન્સનું અવશોષણ પણ સારું રહે છે.

આંખને માટે કરે છે ફાયદો

image source

શિમલા મરચામાં વિટામિન એ અને કેરોટેનોયડ્સનું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય તેમાં લ્યૂટિન અને જેક્સેંથિન તમારી આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તમારા રેટિનાને ઓક્સીડેટિવ ખામીથી બચાવે છે. આ સિવાય નેત્ર રોગ, મોતિયાબિંદ અને અંધત્વનું જોખમ ઘટાડે છે.

સ્કીનની કેર

image source

શિમલા મરચામાં વિટામીન સી કોલેજનના ઉત્પાદનમાં મદદ કરે છે. તેનાથી ત્વચા યંગ અને હેલ્ધી રહે છે. અનેકવાર થાક, સ્ટ્રેસની અસર સ્કીન પર પણ રહે છે. આ સિવાય સ્કીન પર કરચલીઓ અને ડ્રાયનેસ આવવા લાગે છે. એવામાં વિટામીન સી સ્કીનને ઝડપથી હીલ કરે છે. એવામાં સ્કીનના દરેક કેસમાં શિમલા મરચાને ફાયદો થાય છે.

વેરિકોઝ વેન્સ પર કંટ્રોલ

image source

શિમલા મરચામાં કેપ્સિયમ નામનું સક્રિય તત્વ સિવાય એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી મુટાજેનિક અને ઈમ્યનો સપ્રેસેરિવ હોય છે જે નવા વેરિકોજ નસના નિર્માણને રોકવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે વેરિકોઝ વેસ ભૂરા રંગની ઉભરી શીરાઓને કહેવાય છે જે ખાસ કરીને હાથ, પગ અને ચહેરા પર ઉંમરની સાથે દેખાવવા લાગે છે.

હાડકાને કરે છે મજબૂત

image source

રોજ શિમલા મરચાનો ડાયટમાં ઉપયોગ કરાય છે તો શરીરમાં 6 ટકા મેંગેનીઝ મળી રહે છે. તે ઝિંક અને કોપરની સાથે મળીને હાડકાને પણ હેલ્ધી રાખે છે. આ સિવાય વિટામીન સી અને કેમાં એન્ટી ઇન્ફેલ્મેટરી ગુણ હોય છે જે ઓસ્ટિઓપોરોસીસને રોકવામાં મદદ કરે છે.

પેટને રાખે છે હેલ્ધી

શિમલા મરચામાં ફાઈબર ભરપૂર હોય છે જેનાતી આંતરડા સ્વસ્થ રહે છે અને જઠરાગ્નિ સંબંધી વિકારને રોકવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *