Site icon News Gujarat

BSNLના ગ્રાહકો માટે ફાયદાની વાત: વન ટાઇમ રિચાર્જ પર આખું વર્ષ ચાલશે આ પ્લાન, મળશે ફ્રી કોલિંગ અને ઘણાં બધા ફાયદાઓ પણ

નવા વર્ષના અવસરે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ના ગ્રાહકો માટે ખાસ ભેટ મળી છે. કંપનીએ હાલમાં જ 365 રૂપિયાવાળો  પ્રીપેડ રિચાર્જ પ્લાન રજુ  કર્યો હતો. જેમાં 365 દિવસની વેલિડિટી મળે છે.  દરેક ટેલિકોમ કંપની ગ્રાહકોને લલચાવવા માટે સારા સારા પ્લાન્સ લઇને આવે છે ત્યારે બીએસએનએલે ધાંસૂ પ્લાન બનાવ્યો છે. પોતાના ગ્રાહકોને ફાયદો થાય તે
માટે BSNLએ 365 દિવસનો એક પ્લાન બનાવ્યો છે જેમાં ગ્રાહકને 24 જીબી ડેટા મળે છે અને અનલિમીટેડ કોલિંગની સુવિધા પણ મળે છે.

મળશે ફ્રી કોલિંગની સુવિધા

image source

BSNL ના 365 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ  પ્લાનમાં તમને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. જો કે તે હેઠળ તમે રોજ 250 મિનિટ સુધી જ ફ્રી કોલિંગ  કરી શકશો.

રોજનો 2 GB ડેટા અને 100 મેસેજ

365 રૂપિયાના પ્લાનમાં ફ્રી કોલિંગ ઉપરાંત રોજનો 2 જીબી ડેટા પણ મળશે. આ સાથે જ 100 SMS પણ ફ્રી મળશે.

આ પ્લાનમાં છે આ મોટી ખામી

image source

BSNLના 365 રૂપિયાવાળા  પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી તો એક વર્ષ માટે છે પરંતુ તમામ ફ્રી બેનિફિટ માત્ર 60 દિવસ માટે જ મળશે. 60 દિવસ બાદ તમારે વોઈસ અને ડેટા વાઉચરની જરૂર પડશે.

આખુ વર્ષ રહેશે ઈનકમિંગ

365 રૂપિયાવાળા આ પ્લાનથી  રિચાર્જ કર્યા બાદ તમારા નંબર પર એક વર્ષ સુધી ઈનકમિંગની સુવિધા મળશે.

આ રાજ્યો માટે પ્લાન

image source

આ પ્લાન આંધ્ર પ્રદેશ, બિહાર-ઝારખંડ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, કોલકાતા-પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ માટે ઉપલબ્ધ છે. જો કે રિચાર્જ કરતા પહેલા એકવાર જરૂર ચેક કરી લો કે આ પ્લાન તમારા સર્કલમાં ઉપલબ્ધ છે કે નહીં.

BSNLનો એક વર્ષનો પ્લાન

BSNLના આ પ્લાનમાં યુઝરને 365 દિવસની વેલીડીટી મળે છે. સાથે જ યુઝરને રોજ 100 મેસેજ પણ આપવામાં આવે છે. કંપનીના આ પ્લાનની કિંમત 1499 રૂપિયા છે અને વર્ષ માટે 24 જીબી ડેટા પણ આપવામાં આવે છે. જે લોકો ઓછો ડેટાનો વપરાશ કરે છે તેમના માટે આ પ્લાન વરદાનરૂપ સાબિત થાય છે.

BSNLનો 699નો પ્લાન

image source

આ સિવાય BSNLનો 699નો પ્લાન છે જેની વેલિડીટી 180 દિવસની હોય છે અને આટલી લાંબી વેલિડીટી સાથે યુઝર ડેટાનો પણ ફ્રી ઉપયોગ કરી શકે છે. જે યુઝર ડેટાનો ઓછો વપરાશ કરે છે તેમના માટે આ પ્લાન શ્રેષ્ઠ છે, બીએસએનએલના આ રિચાર્જની કિંમત 94 રૂપિયા છે, જેમાં તમને કુલ 90 દિવસની વેલિડિટી મળે છે.

ફાયદાઓ વિશે વાત કરીએ તો આ પ્લાનમાં તમને 3 જીબી ડેટા આપવામાં આવે છે, જેનો તમે 90 દિવસ માટે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં ડેટાના ફાયદા ઉપરાંત કોલિંગ પણ મફત આપવામાં આવી રહી છે, જેમાં ગ્રાહકો 90 દિવસ સુધી કોઈપણ નેટવર્ક પર 100 મિનિટ મફત વોઇસ કોલિંગનો લાભ મેળવી શકે છે, તે પછી તેમને કોલિંગ માટે સામાન્ય ચાર્જ લેવામાં આવશે.

Exit mobile version