આજે જ જાણો એન્ડ્રોઇડ 12 વિશે, જે તમારા ફોનની ઘણી સુવિધાઓને બદલી નાખશે

મિત્રો, એન્ડ્રોઇડ-૧૨ આખરે લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલે તેની ગૂગલ આઇ.ઓ.-૨૦૨૧ ઇવેન્ટમાં નવી ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી છે અને તેને ઘણી વિશેષ સુવિધાઓ સાથે રજૂ કરી છે. આ નવી ઓ.એસ. મોટી અને બોલ્ડ નોટિફિકેશન, લોક સ્ક્રીન, ક્વિક સેટિંગ્સ, એડજસ્ટિંગ સ્ક્રીન લાઇટ્સ અને કલર સ્કીમ્સ સાથે આવે છે. તેમાં એક નવો વિજેટ પણ છે.

image source

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, આ એન્ડ્રોઇડ-૧૨ ઓ.એસ. પહેલા ગૂગલ પિક્સલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તે પછી જ કંપની તેને બાકીના સ્માર્ટફોન માટે રજૂ કરશે. તો ચાલો જાણીએ કઈ સ્પેશિયાલિટી એન્ડ્રોઇડ ૧૨ જેનાથી ફોનનો ઉપયોગ કરવાનો અનુભવ બદલાઈ જશે.

એન્ડ્રોઇડ-૧૨ મા વપરાતા સ્પેશિયલ ફીચર્સની વાત કરીએ તો તે સિક્યોરિટી પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરે છે. માહિતી માટે, તમને જણાવીએ કે નવી ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણું બધું બદલાયું હશે, પછી તે નોટિફિકેશન બાર હોય કે ઝડપી સેટિંગ્સ. નવી ઓએસને મોટી લોક સ્ક્રીન ઘડિયાળ મળશે. તેમજ નવા ઓએસમાં ઝડપી સેટિંગ્સને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યા છે.

image source

ગૂગલ આસિસ્ટન્ટમાં ફેરફારો એ એન્ડ્રોઇડ ફોનનો મહત્વપૂર્ણ ભાગ છે, અને આ વખતે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ગૂગલ આસિસ્ટન્ટનું ફીચર હવે પાવર બટનને લાંબા સમય સુધી દબાવવા પર ઉપલબ્ધ થશે. ક્વિક સેટિંગ્સમાં મોટા બટન અને હોમ કન્ટ્રોલ્સ, ગૂગલ વોલેટ્સ આપવામાં આવ્યા છે. ગૂગલનો દાવો છે કે આ નવા ઓએસમાં વપરાશકર્તા ઓને પહેલા કરતા વધુ ઝડપી પ્રદર્શન મળશે.

ભલે આ ફિચર ફક્ત પિક્સલમાં જ આપવામાં આવી રહ્યું છે પરંતુ, બહુ જ જલ્દી આને એન્ડ્રોઇડ-૧૨ બેઝ્ડ સ્માર્ટફોનમાં આવવાની આશા છે. એન્ડ્રોઇડ-૧૨ ના ડેવલપર્સ પ્રીવ્યૂને આ મહિને રિલીઝ કરવામાં આવી શકે છે. વળી એન્ડ્રોઇડ-૧૨ અપડેટને પણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં તમામ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે.

image source

એન્ડ્રોઇડ યૂઝર્સ માટે બહુ જલ્દી એક નવુ અને ખાસ ફિચર આવવાનુ છે. ખરેખરમાં ગૂગલ એન્ડ્રોઇડ-૧૨મા એક ફિચર લઇને આવી રહ્યું છે, જે અંતર્ગત તમારી મોબાઇલની સ્ક્રીન તમારા ચહેરાના હિસાબે રૉટેટ થશે. આનો અર્થ એ છે કે તમારે સ્ક્રીન રૉટેટ કરવા માટે કોઇ ખાસ બટનને પ્રેસ કરવાની કે તેના પર ટેપ કરવાની જરૂર નહીં પડે.

image source

ગુગલ હાલ પિક્સેલl સ્માર્ટફોનમાં આ નવુ ફિચર રૉલઆઉટ કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે આ ઓટો રૉટેટ ફિચર પિક્સેલ ફોનના ફ્રન્ટ કેમેરા દ્વારા કામ કરશે. એટલે કે યૂઝર જ્યારે ફોનની સ્ક્રીન પર જોશે તો ફોન એ જાણી લેશે કે યૂઝરનુ ચહેરો કઇ દિશમાં છે, આ પછી આ ફિચર યૂઝરના હેડ ડાયરેક્શનના હિસાબથી સ્ક્રીનને રૉટેટ કરશે.