ભલે તમારી ઉંમર 18 વર્ષ છે તેમ છતાં આ લોકોએ ન લેવી જોઇએ વેક્સિન, જાણી લો આ પાછળનું કારણ

કોરોનાથી બચાવ માટે વર્તમાન સમયમાં સૌથી ઉત્તમ રસ્તો છે જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવું. આ સિવાય જ્યારે ઘરમાંથી બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો તે પણ જરૂરી છે. જેમ જેમ કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે તેમ તેમ સરકાર અને સ્વાસ્થ્ય કર્મીઓ લોકોને બચાવવા સતત મહેનત કરી રહ્યા છે. તેમ છતાં કોરોનાનો આ સ્ટ્રેન એટલો ઘાતક છે કે તે થોડા જ દિવસોમાં દર્દીનો જીવ પણ લઈ લે છે.

image source

આ સ્થિતિમાં કોરોનાને ડામવા માટે સરકારે રસીકરણને તેજ કરી દીધું છે. કોરોના કેસ વધી રહ્યા છે તેમ સાથે જ રસીકરણ પણ ઝડપી બનાવી દેવામાં આવ્યું છે. 1 મેથી દેશભરના રાજ્યોમાં 18 વર્ષથી વધુની વયના લોકોનું રસીકરણ પણ શરુ કરી દેવામાં આવ્યું છે. જો કે જ્યારથી આ રસીકરણનો તબક્કો શરુ થયો છે ત્યારથી લોકોના મનમાં અનેક સવાલ પણ થઈ રહ્યા છે.

કોરોનાથી બચવા રસી એક અસરકારક ઈલાજ છે પરંતુ લોકોના મનમાં આ પ્રશ્નોના કારણે ડર પણ છે. રસી લેવી સુરક્ષિત જ છે અને તેને 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ લઈ શકે છે. રસી લેવાથી કોરોના થયા પછી પણ દર્દીની હાલત ગંભીર થતી નથી. પરંતુ ધ્યાન માત્ર કેટલીક વાતનું રાખવું જોઈએ.

image source

રસી વિશે એક વાત છે કે જેને ધ્યાનમાં લઈ 18 વર્ષથી વધુની વય હોય તો પણ કોઈ વ્યક્તિએ રસી લેવી જોઈએ નહીં. જી હાં નીચે દર્શાવ્યા મુજબની કેટેગરીમાં આવતા લોકો 18 વર્ષથી વધુના હોય તો પણ તેણે રસીનો ડોઝ લેવો જોઈએ નહીં. કયા કયા છે આ લોકો જાણી લો ફટાફટ સૌથી પહેલા તો એક સમજ ક્લિયર કરી લેવી જોઈએ કે જો તમે રસીનો પહેલો ડોઝ સીરમની કોવિશિલ્ડનો લીધો છે તો બીજો ડોઝ પણ આ જ રસીનો લેવો જોઈએ. બીજો ડોઝ બાયોટેકની કોવેક્સિનનો લઈ શકાય નહીં. રસીના બંને ડોઝ એક જ કંપનીની રસીના હોવા જોઈએ.

આ સમસ્યામાં ન લેવી રસી

image source

– 18 વર્ષથી નાની ઉંમર હોય તેણે આ રસી લેવી જોઈએ નહીં.

– ગર્ભવતી મહિલા અથવા તો બાળકને સ્તનપાન કરાવતી મહિલાએ રસી લેવી જોઈએ નહીં. કારણ કે આ રસીના ટ્રાયલ બાળકો અને ગર્ભવતી મહિલા પર કરાયું નથી.

– રસીનો પહેલો ડોઝ લીધા પછી ગંભીર એલર્જી થઈ હોય તો રસીનો બીજો ડોઝ લેવો જોઈએ નહીં.

– રસી ત્યારે પણ ન લેવી જ્યારે કોવિડના સક્ષણો જણાતા હોય.

– જો કે વ્યક્તિને તાવ કે બ્લિડીંગ ડિસઓર્ડર છે તો તેણે રસી લેવી જોઈએ નહીં.

image source

– જે વ્યક્તિને કોરોના થયો હોય અને તેની સારવાર પ્લાઝમા કે એન્ટીબોડીઝની મદદથી થઈ હોય તેવા દર્દીને 4થી 8 સપ્તાહ સુધી રસી લેવી જોઈએ નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!