સવારમાં કરાતી આ 7 ભૂલોના કારણે વધે છે તમારું વજન, ચેક કરીને આજથી જ બદલો આદત

વેટ લોસને માટે અનેક લોકો અનેક પ્રયાસ કરતા રહે છે. એવામાં અનેક નાની ભૂલો જેને તમે અજાણતા કરો છો તેને લીધે તમારું વજન વધી જાય છે. વજન ઓછું કરવા માટે અને સાથે વધારવા માટે અનેક આદતો જવાબદાર હોય છે. વેટ લોસમાં સવારની કેટલીક આદતોથી તમરું વજન જલ્દી વધે છે. અને સાથે જ તમે અનેક બીમારીને પણ નોંતરો છો. તો તમે આખો દિવસ ફ્રેસ અને લાઈટ રહેવા ઈચ્છો છો તો આજથી જ તમારી 7 આદતો જે વજન વધારે છે તેને બદલી લો તે જરૂરી છે.

सुबह जागने के बाद भी देर तक बिस्तर पर लेटे रहना गलत आदत है.
image source

સવારે ઉઠતાં જ પાણી ન પીવું અને ડાયરેક્ટ ચા કે કોફીનું સેવન કરવું. અનેક લોકો રાતે પાણી પીને સૂઈ જાય છે. એવામાં સવાર સુધીમાં શરીરમાં પાણીની ખામી રહે છે. પાણી પીવામાં લાંબો ગેપ આવે છે. ઓછા પ્રમાણમાં બોડી ડિહાઈડ્રેટ થાય છે અને સીધી અસર પાચનક્રિયા પર થાય છે. સૌથી પહેલા સવારે ઉઠીને સામાન્ય ગરમ લીંબુ પાણી પીઓ.

નાસ્તામાં જ્યૂસ પીવું પસંદ કરો છો તો પેકેટ જ્યૂસનો ઉપયોગ ન કરો. તેમાં ફેટ અને શુગરનું પ્રમાણ વધારે હોય છે. કોશિશ કરો કે બ્રેકફાસ્ટમાં ઘરે બનાવેલા જ્યૂસ ઉપયોગમાં લેવાય. તેમાં ખાંડ મિક્સ ન કરો.

image source

ભાગતા દોડતા બ્રેકફાસ્ટ ન કરો. તેનાથી ખાવાનું સારી રીતે પચી શકતું નથી. ખાવાનું ધીરે અને શાંતિથિ ખાવું જેથી તેનું પૂરતું પોષણ મળે.

અનેક લોકો બ્રેકફાસ્ટ વિના જ ઘરની બહાર કામે નીકળી જાય છે. એવામાં મેટાબોલિઝમ ધીમું પડે છે. રાતના ડિનર બાદ અને સવારના બ્રેકફાસ્ટ વચ્ચે લાંબો ગેપ રહે છે. તેનાથી પેટ ખાલી રહે છે. સવારે હેલ્ધી અને હેવી બ્રેકફાસ્ટ કરો.

image source

નાસ્તામાં કંઈ ન બનાવી શકવાના કારણે અનેક લોકો જંકફૂડ કે ફાસ્ટફૂડ ખાઈ લે છે. એવું યોગ્ય નથી. તેનાથી પેટ સંબંઘી મુશ્કેલીઓ થાય છે. સાથે ગંભીર બીમારીને પણ આમંત્રણ મળે છે.

ડાયટમાં વધારે કેલેરી સ્થૂળતા પેદા કરે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછી કેલેરી વાળું ખાવાનું ખાઓ. જો તમે વધારે કેલેરી ઇનટેક કરી છે તો તેને બર્ન કરવા માટે સ્પીડ વોક, જોગિંગ, ટ્રેડ મીલ વોકિંગ કે કોઈ કસરતની મદદ લઈ શકો છો.

image source

સવારે જાગ્યા બાદ પણ પથારીમાં પડી રહેવાની આદત ખરાબ છે. તેનાથી શરીરની એનર્જી ઘટે છે અને તમે દિવસભર થાક અનુભવો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *