Google તમારા ડોક્યુમેન્ટ્સને લઇને લાવ્યું ખૂબ જ કામની App, જાણો કેવી રીતે થશે તમને ઉપયોગી

સર્ચ એન્જીન કંપની ગુગલ તરફથી તાજેતરમાં જ એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જેની મદદથી યુઝર્સ તેના ડોક્યુમેન્ટ સ્કેન અને ઓર્ગેનાઈઝ કરી શકશે. ગુગલ સ્ટેક નામની આ એપ લોકપ્રિય સેવા આપતી કેમસ્કેનર અને માઈક્રોસોફ્ટ લેન્સની જેમ જ કામ કરે છે અને તેનો વિકલ્પ પણ બનશે. ગુગલના એરિયા 120 ડિવિઝન સાથે તૈયાર થયેલી આ એપ હાલ માત્ર એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે અને હાલ તે ફક્ત અમેરિકા પૂરતી જ ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

સ્ટેક ટીમ લીડરે બ્લોગમાં આપી માહિતી

कैमस्कैनर के विकल्प के तौर पर आई गूगल स्टैक ऐप, स्कैन करें अपने डॉक्यूमेंट्स
image source

સ્ટેકના ટીમ લીડર ક્રિસ્ટોફર પેડ્રીગલએ નવી બ્લોગ પોસ્ટમાં આ એપ અંગે માહિતી આપી હતી. ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે અમુક વર્ષ પહેલા મેં ગૂગલ જોઈન કર્યું હતું ત્યારે મારા એજ્યુકેશન સ્ટાર્ટઅપ સોક્રેટિકને ગુગલનો ભાગ બનાવાયો હતો. સોક્રેટિકમાં અમે ગુગલના કોમ્પ્યુટર વિઝન અનવ લેંગ્વેજ અંડરસ્ટેન્ડિંગનો ઉપયોગ કરી હાઈસ્કૂલ સ્ટુડન્ટ માટે શિક્ષણ સરળ બનાવતા હતા. મને લાગ્યું કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને ઓર્ગેનાઈઝ કરવાનું સરળ બનાવવામાં આવે તો ?

ડોક્યુમેન્ટને સ્કેન કરી pdf ફાઈલમાં બદલવાનો વિકલ્પ

डॉक्यूमेंट्स को स्कैन कर PDF में बदलने का विकल्प
image source

ક્રિસ્ટોફરે પોસ્ટમાં જણાવ્યું કે સ્ટેક એપની મદદથી યુઝર્સ બિલ અને ડોક્યુમેન્ટ સ્કેન મરી શકશે અને તેને PDFs માં બદલી શકશે. એ ઉપરાંત એપ તમારા ડોક્યુમેન્ટને પોતાની મેળે નવું નામ પણ આપી દેશે. એપમાં ઉપલબ્ધ કરવામાં આવેલા ખાસ ફીચર્સની મદદથી સ્કેન કરવામાં આવેલા ડોક્યુમેન્ટમાંથી સર્ચ પણ કરી શકાશે. સ્ટેક એપમાં કંપનીના ફેસ લોક અને ફિંગરપ્રિન્ટનું ઇન્ટિગ્રેશન પણ આપવામાં આવ્યું છે જેથી ડોક્યુમેન્ટ સુરક્ષિત રહી શકે.

ગુગલ ડ્રાઇવમાં બેકઅપ રાખશે એપ

भारत में डाउनलोड करने का विकल्प नहीं
image source

ગુગલ સ્ટેક એપ યુઝર્સ દ્વારા સ્કેન કરવામાં આવેલી ફાઇલ્સનો ડેટા બેકઅપ ગૂગલ ડ્રાઇવમાં પણ સેવ કરીને રાખશે. જેના કારણે સ્ટેકનો ઉપયોગ બંધ કરી દીધા બાદ પણ યુઝર્સ તેને એક્સેસ કરી શકે. જો કે આ એપ હજુ ડેવલપમેન્ટના પ્રારંભિક તબક્કામાં છે એટલે કે આ એપનું બધા યુઝર્સ માટે બગ ફ્રી વર્ઝન કંપની ટેસ્ટિંગ બાદ રોલઆઉટ કરશે. આ એપનું iOS વર્ઝન પણ આવનારા દિવસોમાં રોલઆઉટ થઈ શકે છે.

ભારતમાં ડાઉનલોડ નહીં કરી શકાય

image source

ગુગલ સ્ટેક એપ હાલ માત્ર અમેરિકાના યુઝર્સ માટે જ અને એન્ડ્રોઇડ ડિવાઇસ પર જ ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારત સહિતના અન્ય દેશોમાં આ એપને ગુગલ પ્લે સ્ટોરમાં લિસ્ટ કરવામાં આવેલ નથી પરંતુ તેને થર્ડ પાર્ટી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો કે ગૂગલ તરફથી આ એપને ગ્લોબલ રિલીઝ કરવામાં આવે તેની રાહ જોવી હિતાવહ છે જેને કદાચ કંપની પ્રારંભિક અપડેટ બાદ રિલીઝ કરશે. iOS યુઝર્સને પણ આ એપ માટે હજુ રાહ જોવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!