Site icon News Gujarat

જો તમારું આધારકાર્ડ બેંક સાથે લિંક નહીં હોય તો પણ મળશે ગેસ સબસિડી, બસ કરી નાંખો આ નાનકડું કામ

એલપીજી સબસિડી મેળવવી હવે સરકારે વધારે સહેલી બનાવી દીધી છે. હાલમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આધાર કાર્ડ વિના પણ એલપીજી સબસિડી મળી શકે છે. આ માટે તમે સરળતાથી આવેદન આપી શકશો. મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડરની સબસિડી સીધી ગ્રાહકના બેંક ખાતામાં જાય છે. જો કે સબસિડી મેળવવા માટે આધારકાર્ડ સાથે બેંક ખાતું જોડાયેલ હોવું આજ સુધી ફરજીયાત હતું. પરંતુ જો કોઈ કારણોસર તમે આધાર કાર્ડને બેંક અથવા એલપીજી કનેક્શન સાથે લિંક કરી શક્યા નથી તો પણ તમારે હવે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી.

image source

જો તમે ગેસ કનેક્શન ધરાવો છો તો તમે ગેસ સબસિડી મેળવવાના પૂરેપૂરાં હકદાર બની જાવ છો. આથી જો તમારુ આધારકાર્ડ એલપીજી સબસિડી સાથે લિંક નથી તો તમે કેવી રીતે સબસિડી મેળવી શકશો તે વિશે જાણીએ. સૌ પ્રથમ આધારકાર્ડ વિના ગેસ સબસિડી મેળવવા માટે ઉપભોક્તાએ તે ગેસ એજન્સી પાસે જવું પડશે કે જ્યાંથી તેણે ગેસ કનેક્શન ખરીદ્યું છે. ગેસ એજન્સી એલપીજી ડિસ્ટ્રિબ્યુટરએ બેંક ખાતાનો નંબર આપવો પડશે.

image source

આ પછી તમારું બેંક ખાતું સીધું તમારા એલપીજી કનેક્શન નંબર સાથે લિંક કરી દેવામાં આવશે. જે પછી ગ્રાહકની એલપીજી સબસિડી સીધા જ તેના બેંક ખાતામાં જમા થઈ જશે. આ અંતર્ગત ગ્રાહક કે ખાતાધારકનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને બેંક શાખા, આઈએફએસસી કોડ (આઈએફએસસી સીઓડી) અને 17 અંકનો એલપીજી કન્ઝ્યુમર આઈડી (એલપીજી કન્ઝ્યુમર આઈડી) તેમના બેંક ખાતાની માહિતી સાથે આપવી પડશે.

image source

મળતી માહિતી મુજબ આ સુવિધા ફક્ત તે જ લોકોને આપવામાં આવી છે કે જેમની પાસે આધારકાર્ડ નથી, જેથી તેઓ એલપીજી સબસિડી મેળવવાથી વંચિત ન રહે જેની લોકોએ વિશેષ નોંધ લેવાની રહેશે. આથી એવા જે લોકો છે જેમની પાસે આધારકાર્ડ છે છત્તા બેંક સાથે લિંક નથી કર્યું તેમણે પોતાનું આધારકાર્ડ લિંક કરાવવું ફરજીયાત છે.

image source

આ સિવાય જો તમારું આધારકાર્ડ કોઈ બેંક ખાતા સાથે પહેલાથી જ લિંક છે તો તેવી સ્થિતિમાં તમારે વહેલી તકે ગેસ એજન્સીને તેના વિશે જાણ કરવી જરૂરી છે કે જેથી તમને તમારી સબસિડી તમારાં ખાતામાં મળી શકે. હવે વાત કરીએ કે કઈ રીતે એલપીજીને આધારકાર્ડ સાથે તમે લિંક કરાવી શકશો તેના વિશે તો સૌથી પહેલાં તમારાં એલપીજી કનેક્શન સાથે આધારકાર્ડને લિંક કરવા માટે તમારે તમારા નોંધાયેલા મોબાઇલ નંબરથી કસ્ટમર કેર નંબર 18002333555 પર ફોન કરવો પડશે.

image source

ત્યારબાદ તમે આ નંબર પરથી કસ્ટમર કેર ઓફિસર સાથે વાત કરી શકશો. આ ઓફિસરને તમે તમારો આધાર નંબર જણાવીને તમારા એલપીજી કનેક્શનને આધારકાર્ડ સાથે સીધું જ લિંક કરી શકો છો. આ પછી તમે જ્યારે પણ ગેસ સિલિન્ડર બુક કરાવશો તે પછી સબસિડી તમારાં બેંકનાં એકાઉન્ટમાં જમા થઈ જશે. આથી હવે જે લોકો પાસે આધાર કાર્ડ નથી તેવા લોકો પણ સબસિડીનો ફાયદો ઉઠાવી શકશે અને સીધી પોતાનાં ખાતામાં જ સબસિડી મેળવી શકશે॰

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version