ઘર આંગણે ભૂલથી પણ એવા છોડ ના વાવો જેની ડાળમાંથી નીકળતો હોય સફેદ પદાર્થ, જાણી લો આ પાછળ શું છે કારણ

ઘરમાં ફૂલ- છોડને રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને વાતાવરણમાં સ્વચ્છતા જળવાઈ રહે છે. આ સાથે જ આવા ફૂલ- છોડ આપના ઘરની શોભામાં પણ વધારો કરી દેતા હોય છે. આજે આપને એવા જ કેટલાક ફૂલ- છોડ વિષે આ લેખમાં જણાવવા જઈ રહ્યા છીએ. જેને આપ આપના ઘરમાં રાખી શકતા નથી. વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં ફૂલ-છોડ અને ઘરના આંગણામાં ક્યાં અને કેવા ઝાડ રોપવા જોઈએ અને કેવા ઝાડને રોપવા જોઈએ નહી. તેના વિષે કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. કેટલાક ફૂલ- છોડને વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે ઘરમાં રોપવાને વર્જિત માનવામાં આવ્યા છે કેમ કે, આવા ફૂલ- છોડને જો આપ પોતાના ઘરમાં રોપો છો તો તેના લીધે થઈને આપને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હવે જાણીશું કે, વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ ઘરમાં ક્યાં છોડને વાવવા શુભ માનવામાં આવે છે અને ક્યાં ફૂલ- છોડને વાવવા અશુભ માનવામાં આવે છે.

image source

-જે છોડ કે ઝાડની ડાળીઓ માંથી સફેદ રંગના પ્રવાહીનો સ્ત્રાવ થાય છે તેવા ફૂલ- છોડ કે પછી ઝાડને ઘરના આંગણામાં લગાવવા જોઈએ નહી. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે, જે ફૂલ- છોડ કે ઝાડની ડાળીઓ માંથી સફેદ રંગના પ્રવાહીનો સ્ત્રાવ થતો રહે છે આવા છોડને ઘરમાં લગાવવાથી આપના ઘરમાં રહેતા પરિવારનું કોઈને કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ રહ્યા કરે છે. આ સાથે જ આપે ઘરના આંગણામાં કેરી, જાંબુ, કેળા, મહુડો જેવા ઝાડને પણ ઘરના આંગણામાં વાવવા જોઈએ નહી.

image source

-જે છોડની ડાળીમાં કાંટા હોય એવા છોડને પણ પોતાના ઘરમાં વાવવા જોઈએ નહી. કાંટા વાળા છોડને ઘરમાં વાવી દેવાથી આપના ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહે છે જેના લીધે ઘરમાં પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. એટલા માટે જો આપ ઘરે ગુલાબનો છોડ વાવવાની ઈચ્છા ધરાવો છો તો આપે ગુલાબના છોડને ઘરના આંગણાને બદલે છત પર કુંડામાં વાવવો જોઈએ.

image source

-વાસ્તુ શાસ્ત્રના નિયમ પ્રમાણે જે ઘરમાં સુર્યપ્રકાશ પ્રવેશ કરતો ના હોય તેવા ઘરમાં નકારાત્મકતા રહે છે અને તેવા ઘરમાં રહેતા સભ્યોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે આપે ઘરના આંગણામાં જે ઝાડના મુળિયા વધારે ફેલાઈ રહ્યા હોય જેવા કે, પીપળો, કેળ કે પછી નાળીયેરી જેવા વધારે ઉંચાઈ ધરાવતા ઝાડને પણ ઘરમાં વાવવા જોઈએ નહી. આવા ઝાડ આપના ઘરમાં સુર્યપ્રકાશને ઘરમાં પ્રવેશ કરવા દેતા નથી અને ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી રહે છે. આપે આપના ઘરથી થોડાક દુર દક્ષિણ દિશામાં કે પછી પશ્ચિમ દિશામાં થોડાક અંતરે આવા છોડને વાવી શકો છો.

image source

-આપે આપના બેડરૂમમાં કોઈપણ પ્રકારના છોડને વાવવાથી બચવું જોઈએ. બેડરૂમમાં છોડ વાવવાથી પતિ- પત્નીના સંબંધોને પ્રભાવિત કરે છે. આપે બેડરૂમમાં આવેલ જમણી તરફના ખૂણામાં સિરામિક વાઝમાં આર્ટીફીશીયલ કે પછી અસલી સૂર્યમુખીના ફૂલને સજાવી શકો છો. આ છોડને વાવવા શુભ માનવામાં આવે છે.

-તજ, દાડમ, ચમેલી, કેસર, ચંપા, રાતરાણી જેવા સુગંધ પ્રસરાવી રહેલ છોડને ઘરમાં વાવવા શુભ માનવામાં આવે છે.

image source

-તુલસીનો છોડ ઘરમાં રાખવો વાસ્તુ શાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે. કેમ કે, તુલસીમાં તમામ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. તુલસીનો છોડ હવાના પ્રદુષણને પણ ઘટાડે છે. તુલસીના છોડને ઘરમાં કોઈપણ સ્થાને રાખી શકાય છે. તેમ છતાં તુલસીના છોડને ઉત્તર, ઉત્તર- પૂર્વ, પૂર્વ દિશામાં કે પછી ઘરના મધ્ય ભાગમાં મુકવી વધારે સારી માનવામાં આવે છે.

image source

-ઘરની દક્ષિણ પૂર્વ દિશાને ધનની દિશા માનવામાં આવે છે, ઘરની દક્ષિણ- પૂર્વ દિશામાં આપે પહોળા પાંદડા હોય તેવા છોડને વાવવાનું શુભ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!