Site icon News Gujarat

માત્ર 35 રૂપિયા તમને બનાવશે કરોડપતિ, જાણો આ માટે શું કરવી પડશે પ્રોસેસ અને કેટલો લાગશે સમય

સામાન્ય રીતે લોકોને લાગે છે કે, તેઓ જિંદગીમાં કરોડપતિ નહીં બની શકે. પરંતુ એ સાચુ નથી.

કરોડપતિ બનવા માટે સુનિશ્ચિત પ્લાન બનાવવો પડે છે. કરોડપતિ બનવાનુ સપનુ બધા જ જોવે છે પરંતુ બધા બની નથી શકતા. જો તમે પણ કરોડપતિ બનવા માંગો છો તો તેના માટે તમારે સમજદારીથી ઇનવેસ્ટ કરવુ પડશે. લાંબા સમયમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રિટર્ન પણ સારૂ આપે છે.

image source

મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) રોકાણ માટેનું એક શાનદાર માધ્યમ છે. તમે એસઆઈપી દ્વારા મ્યુચ્યુએલ ફંડમાં દર મહિને એક નિશ્ચિત રકમ રોકાણ કરી શકો છો, અને તેના દ્વારા શાનદાર રિટર્ન મેળવી શકો છો. જોકે, મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ પોતાની હાલની આર્થિક સ્થિતિ અને જોખમ ઉઠાવવાની ક્ષમતાનું આકલન કરી લેવું જોઈએ, જેથી રોકાણ લાંબા સમયમાટે કરતા રહી શકાય.

શું કરવુ પડશે?

image source

માર્કેટ એક્સપર્ટની માનીએ તો જો કોઇ યુવાન 20 વર્ષની ઉંમરમાં નોકરીની શરૂઆત કરે છે તો તે 6 વર્ષે રિટાયર થવા પર આસાનીથી કરોડપતિ બની શકે છે. જાણકારોએ કહ્યું છે કે લોન્ગ ટર્મ ઇક્વિી મુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવાથી કરોડપતિ બનવાનુ સપનુ પુરુ કરી શકાય છે.  રોજ તમે 35 રૂપિયા બચાવીને કરોડપતિ બની શકો છો.

શેર માર્કેટમાં પણ જ્યારે મોટુ કરેક્શન આવે છે તો એસઆઇપીની શરૂઆત કરી દેવી જોઇએ. ઇનવેસ્ટર્સને નોકરીની શરૂઆતથી જ લોન્ગટર્મ ઇનવેસ્ટમેન્ટ શરૂ કરી દેવા જોઇએ.

શું મળશે ફાયદો ?

image source

લોન્ગટર્મમાં વાર્ષિક 12 ટકા રિટર્ન માનીને ચાલશો તો પણ કરોડપતિ બની શકાય છે. આ પ્રકારના ઇનવેસ્ટમેન્ટ માટે માત્ર 35 રૂપિયા રોજ બચાવવાથી મહિને 1050 રૂપિયાની બચત શરૂ થશે. માટે જો 20 વર્ષની ઉંમરથી તમે એસઆઇપી કરાવો છો તો 12 ટકાના વ્યાજદર પર 1 કરોડ રૂપિયા થઇને તમને મળશે. આ ફંડે આપ્યું 12 ટકાથી વધારે રિટર્ન – 20 વર્ષમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને 12 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.

ABSL ડિઝિટલ ઈન્ડીયા ફંડમાં 14.91 ટકા, ABSL ઈક્વિટીમાં 17.19 ટકા રિટર્ન મળે છે.

વધુ ઉંમરવાળા પણ બની શકે છે કરોડપતિ

image source

વધુ ઉંમરના ઇનવેસ્ટર્સ પણ કરોડપતિ બની શકે છે. તેના માટે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવુ પડશે. 35 વર્ષની ઉંમરમાં નોકરી શરૂ કરનારા ઇનવેસ્ટર્સ 60 વર્ષ સુધીમાં કરોડપતિ બનવા ઇચ્છતા હોવ તો તેમણે દર મહિને 5875 રૂપિયા ઇનવેસ્ટ કરવા પડશે. જેથી 12 ટકાના વ્યાજ પર તેઓ 1 કરોડ રૂપિયાના માલિક બની બેસશે.

રોકાણ પર રાખો નજર

image source

એ જરૂરી છે કે, તમે તમારા રોકાણ પર નજર બનાવી રાખો. દર છ મહિના અથવા વર્ષે તેની તપાસ કરતા રહો. જો તમારા રોકાણની વેલ્યુ વધી રહી છે તો બન્યા રહો. જો તમે કોઈ કારણથી સંતુષ્ટ ના હોય તો આ કેટેગરીમાં તમારા રોકાણને કોઈ સારા અન્ય ફંડ્સમાં સિફ્ટ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version