જાણો સ્વાદની પસંદગી અનુસાર ગ્રહોનું ગણિત, આ ખાસ સ્વાદ પસંદ કરનારા પર મંગળ રહે છે ભારે

માણસ દ્વારા જે કામ કે ક્રિયાઓ કરાય છે તેની અસર ગ્રહોના અનુસાર થતી હોય છે. જ્યોતિષમાં કહેવાયું છે કે વ્યક્તિની કપડાં પહેરવાની, ખાવાની અને સાથે કેટલીક વાતોની પસંદ અને નાપસંદ પણ ગ્રહોના આધારે રહે છે.

image source

મોટાભાગે જોવા મળે છે કે વ્યક્તિની ખાવા પીવાની આદતો એક જ ઘરના હોવા છતાં પણ અલગ અલગ હો છે. આવું ફક્ત ખાવાની આદતમાં નહીં પણ અન્ય અનેક આદતોમાં પણ જોવા મળે છે. મોટાભાગે જોવા મળે છે કે જે વ્યક્તિને નમકીન વસ્તુઓ વધારે પસંદ હોય છે તેઓ થોડા સમય બાદ ગળ્યું પસંદ કરવા લાગે છે. તેમની પસંદગી બદલાઈ જાય છે. આ બધું ગ્રહોની મજબૂત અને નબળી સ્થિતિ સાથે જોડાયેલું હોય છે.

image source

નબળો ગુરુ

જે લોકોની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય છે તેમને ભોજનમાં દાળ ખૂબ પસંદ હોય છે. આ સિવાય પીળા રંગના શાક, વસ્તુઓ કે ફળ ની સાથે આ રંગની મીઠાઈઓ તેમને પસંદ આવે છે. એટલું જ નહીં આ પ્રકારના લોકો ભોજનમાં હળદરનો ઉપયોગ પણ વધારે કરે છે.

મંગળની બગડેલી સ્થિતિ

image source

જે લોકોની કુંડળીમાં મંગળની સ્થિતિ બગડેલી હોય છે તે લોકોને તીખું તમતમાટ કે ખૂબ જ ગળ્યું ભોજન પ્રિય હોય છે. આ લોકો મરચા વિનાનું ભોજન કરી શકતા નથી. તેમને મસૂરની દાળ સૌથી વધારે પ્રિય હોય છે. જ્યારે તેમને ગળ્યું ખાવાનું મન થાય છે તો તેઓ અટકતા નથી અને સતત ગળ્યું ખાતા રહે છે.

સૂર્યની નબળી સ્થિતિ

સૂર્યની નબળી સ્થિતિથી જાતક દરેક પ્રકારના ભોજનમાં ગળ્યાનો સ્વાદ પસંદ કરે છે. તેઓ ભોજનમાં જરૂરિયાતથી વધારે મીઠું ખાય છે. આ સિવાય તેઓ ખાસ કરીને ચિપ્સ અને સ્નેક્સ ખાતા રહે છે. આ ક્યારેય પણ કોઈ પણ સમયે તેઓ ખાઈ લેતા હોય તેવું જોવા મળે છે.

શુક્ર અને ચંદ્ર નબળા હોય ત્યારે

image source

જ્યારે કોઈ વ્યક્તિના શુક્ર અને ચંદ્ર બંને નબળા હોય ત્યારે તેમનો સંબંધ સફેદ ચીજ સાથે જોડાય છે. આ પ્રકારના જાતકની કુંડળીમાં આ બંને ગ્રહો નબળા હોય છે તો તે લોકોને સફેદ ચીજો વધારે પસંદ હોય છે. આ લોકો દૂધ, દહીં, પનીર, માખણ તેમજ અન્ય સફેદ ચીજોને પસંદ કરે છે. આ સિવાય સફેદ મીઠાઈ તેમને પ્રિય હોય છે.

શનિની નબળી સ્થિતિ

તળેલું કે શેકેલું ખાવાનું ખાવું એ આ લોકોને ખબ પસંદ હોય છે. તેમની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય છે. દાળની વાત કરીએ તો આ લોકોને અડદની દાળ સૌથી વધારે પસંદ હોય છે. આ જાતકો ખીચડીને ક્યારેય ના કહેતા નથી. તેમને સરસિયાના તેલની સ્મેલ ખૂબ પસંદ હોય છે. આ માટે તેઓ ઇચ્છે છે તે તેમનું ભોજન પણ આ ખાસ તેલમાં બનાવવામાં આવે.

બુધની સ્થિતિ નબળી

image source

કુંડળીમાં બુઘ ગ્રહની સ્થિતિ નબળી હોય તો જાતકોને શાકને કાચા ખાવાનું પસંદ હોય છે. જેમકે વટાણા, ગાજર, મગદાળ તેમને વઘારે પસંદ હોય છે. આ સાથે શાકની વાત કરીએ તો તેઓ લીલા શાક ખાવાનું એટલે કે ભાજીઓ પર પસંદગી ઉતારતા રહે છે. આ સમયે તમે આ ચીજોને ભોજનમાં સામેલ કરો તો સારું રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ