Site icon News Gujarat

ખાસ વાંચી લો આ આર્ટિકલમાં કે તમારે કોરોનાની રસી લેવી જોઇએ કે નહિં, ભારત બાયોટેકે ફેક્ટશીટ જાહેર કરી આપી ચેતવણી

કોરોના સામે લડવા દેશભરમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન ભારત બાયોટેકે એક ફેક્ટશીટ જાહેર કરીને જણાવ્યું છે કે ક્યા રોગ અથવા કઈ સ્થિતિ હેઠળ લોકોએ કોરોના રસી ન લેવી જોઈએ. ભારત બાયોટેક મુજબ, જો કોઈ રોગને લીધે તમારી રોગપ્રતિરોધક ક્ષમતા નબળી છે અથવા તમે કોઈ એવી દવાઓ લઈ રહ્યા હોય

કોવેક્સિન રસી ન લેવાની સલાહ આપવામાં આવી

image source

જેનાથી તમારી રોગપ્રતિકારકક્ષમતા પ્રભાવિત થતી હોય, તો તમારે એવી અવસ્થામાં રસી ન લેવી જોઈએ. તમને જણાવી દઈએ કે અગાઉ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો તમે ઇમ્યુનોડેફિશિયન્સીથી પીડિત છો અથવા રોગપ્રતિકારક સપ્રેશન પર છો, એટલે કે, તમે કોઈ અન્ય સારવાર માટે રોગપ્રતિકારક શક્તિ કરી રહ્યા છો, તો તમે કોરોના રસી લઈ શકો છો. પરંતુ હવે ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આવા લોકોને કોવેક્સિન રસી ન લેવાની સલાહ આપવામાં આવી છે.

ભારત બાયોટેક મુજબ આ લોકોએ રસી ન લેવી જોઈએ

image source

જેમને એલર્જીની ફરિયાદ હોય

તાવના આવતો હોય તેમણે રસી ન લેવી

જે લોકો રક્તસ્રાવ ડિસઓર્ડરથી પીડિત છે અથવા જે લોકો લોહી પાતળુ કરવા માટેની દવાઓ લે છે

image source

સગર્ભા સ્ત્રીઓ અથવા જે સ્ત્રીઓ સ્તનપાન કરાવતી હોય

આ સિવાય આરોગ્ય સાથે સંબંધિત ગંભીર બિમારીથી પિડાતા લોકોએ રસી ન લગાવવી, આ માટે વેક્સિનેશન અધિકારીને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.

image source

આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે દેશભરમાં અમુક કેસમાં આડ અસર જોવા મળતા આ ફેક્ટશીટ રજૂ કરાઈ છે. એક્સપટ્ર્સનું માનવું છે કે વેક્સીન લેનારી વ્યક્તિને કોરોના થઈ શકે છે પણ ચેપ સામાન્ય હશે. કંપ્નીનું કહેવું છે કે, એ વાતની સંભાવના બહુ જ ઓછી છે કે ભારત બાયોટેક કોરોના વેક્સીન થી કોઈ ગંભીર એલર્જીક રિએક્શન થાય. આવું ભાગ્યે જ થાય છે. આગળ જણાવવામાં આવ્યું છે કે ગંભીર એલજીવર્ળિા રિએક્શનમાં શ્વાસ લેવામાં તકલીફ, ચહેરા અને ગળામાં સોજો, ધબકારા ફાસ્ટ થવા અને નબળાઈનો સમાવેશ થાય છે.

કેટલાક સ્થળોએ આડ અસરના કેસ સામે આવ્યા હતા

image source

ભારત બાયોટેકનું કહેવું છે કે જ્યારે તમને રસી લગાવી રહ્યા હોય ત્યારે તમારે રસીકરણ અધિકારીને આવી બાબતો વિશે જાણ કરવી જોઈએ. જો કોઈ રોગને લીધે તમારી નિયમિત દવાઓ ચાલુ છે, તો તમારે આ વિશેની માહિતી પણ આપવી જોઈએ, એટલે કે, રસી લેતા પહેલા તમારે તમારા વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે. ઉલ્લેખનીય છે કે કોરોના રસી લીધા બાદ કેટલાક સ્થળોએ આડ અસર સામે આવી હતી. ત્યાર બાદ આ ફેક્ટશીટ બહાર પાડવામાં આવી છે. જો કે કંપની એમ પણ કહે છે કે, ખૂબ જ ઓછી સંભાવના છે કે ઈન્ડિયા બાયોટેકની કોવેક્સિન લીધા બાદ કોઈ ગંભીર એલર્જિક રિએક્શન આવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version