જાણો 1300 વર્ષ જૂના આ મંદિર વિશે, જ્યાં વર્ષમાં 2 વાર સૂર્યનું પહેલું કિરણ સીધી મૂર્તિ ઉપર જ પડે છે

આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલ શ્રીકાકુલમ જીલ્લાના અરસાવલ્લી ગામથી અંદાજીત ૧ કિલોમીટર પૂર્વ દિશામાં આવ્યું છે ભગવાન સૂર્ય નારાયણનું મંદિર. આ મંદિર અંદાજીત એક હજાર વર્ષ કરતા વધારે જુનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પદ્મ પુરાણમાં જણાવ્યા મુજબ, ઋષિ કશ્યપ દ્વારા અહિયાં ભગવાન સૂર્ય નારાયણની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી હતી. જયારે અન્ય હિંદુ ધર્મ ગ્રંથોમાં જણાવ્યા મુજબ ઇન્દ્ર દેવ દ્વારા અહિયાં ભગવાન સૂર્ય નારાયણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

image source

આ મંદિર વિષે એવી માન્યતા છે કે, આ ભારત દેશનું ફક્ત એક જ એવું મંદિર છે જ્યાં આજે પણ સંપૂર્ણ વિધિ- વિધાન પૂર્વક ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આ મંદિર વિષે એવી પણ માન્યતા છે કે, આ મંદિરમાં વર્ષના ૪૩ દિવસ સુધી સૂર્યદેવ નમસ્કાર કરવાની સાથે જ પુષ્કરણી કુંડમાં સ્નાન કરવાથી આંખ અને ત્વચા સંબધિત બીમારીઓમાં રાહત પ્રાપ્ત થાય છે.

પત્નીઓ સહિત ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવામાં આવે છે.:

image source

ભગવાન સૂર્ય નારાયણના આ મંદિરમાં લાંબા કલા રંગના ગ્રેનાઈટ પથ્થર માંથી કમળનું ફૂલ બનાવવામાં આવ્યું છે. આ કાળા કમળના પુષ્પ પર ભગવાન સૂર્ય નારાયણની ૫ ફૂટ ઉંચી પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનો મુકુટ શેષનાગના ફણનું બનાવવામાં આવ્યું છે. અહિયાં ભગવાન સૂર્ય નારાયણની પૂજા તેમની બંને પત્નીઓ ઉષા અને છાયા સાથે કરવામાં આવે છે.

૭મી સદીમાં આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.:

image source

ભારતીય પુરાતત્વ વિભાગના એક્સપર્ટસના જણાવ્યા મુજબ આ મંદિરમાં આવેલ પથ્થરના શિલાલેખો પરથી એવી માહિતી જાણવા મળે છે કે, કલિંગ સામ્રાજ્યના શાસક દેવેન્દ્ર વર્મા દ્વારા ભગવાન સૂર્ય નારાયણના આ મંદિરને બનાવવામાં આવ્યું હતું અને ૭મી સદીના શરુઆતના વર્ષોમાં જ ભગવાન સૂર્ય નારાયણની પ્રતિમાને અહિયાં સ્થાપિત કરી દેવામાં આવી હતી. ભગવાન સૂર્ય નારાયણના આ મંદિર માંથી પ્રાપ્ત થયેલ શિલાલેખો પરથી એવું જાણવા મળ્યું છે કે, અહિયાં વૈદિક કાળમાં વિદ્યાર્થીઓ માટે શાળા બનાવવા માટે લોકો દ્વારા જમીનનું દાન કરવામાં આવ્યું હતું. આ જમીન રાજા દેવેન્દ્ર વર્માના ઉત્તરાધિકારીઓ દ્વારા અંદાજીત ૧૧મી સદી દરમિયાન દાન કરવામાં આવી હતી.

પંચદેવ પૂજા:

image source

ભગવાન સૂર્ય નારાયણના આ મંદિરમાં ભગવાન સૂર્ય નારાયણ સહિત પંચદેવોની પ્રતિમાને પણ સ્થાપિત કરવામાં આવી છે. કેમ કે, સૌર, શૈવ, શાક્ત, વૈષ્ણવ અને ગાણપત્ય સંપ્રદાયના વ્યક્તિઓ માટે પણ આ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. અહિયાં ભગવાન સૂર્ય નારાયણની મુખ્ય મૂર્તિઓની સાથે ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવજીની સાથે જ અંબિકા સ્વરૂપમાં દેવી દુર્ગાની પ્રતિમાને પણ સ્થાપિત કરવામાં આવી છે.

વિશેષતા: સૂર્યના કિરણો સીધા પ્રતિમા પર જ પડે છે.:

image source

ભગવાન સૂર્ય નારાયણના આ મંદિરને વિશેષ પ્રકારથી બનાવવામાં આવ્યું છે. ભગવાન સૂર્ય નારાયણના આ મંદિરમાં વર્ષ દરમિયાન બે વાર એટલે કે, માર્ચ મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં સૂર્યના કિરણો સીધા જ મંદિરમાં સ્થાપિત ભગવાન સૂર્ય નારાયણઈ પ્રતિમાના ચરણો પર પડે છે. આ દ્રશ્ય સવારના સમય દરમિયાન થોડાક કલાકો માટે જ જોવા મળે છે. આ મંદિરમાં સૂર્યના કિરણો ૫ મુખ્ય દ્વારો માંથી પસાર થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ