ઈતિહાસકારોના મતે જો આ મુસ્લિમ શાસક દિલ્હીની ગાદી પર આવ્યો હોત તો દેશની તસવીર કઈક જુદી હોત

ભારત સરકાર હાલમાં 17 મી સદીના મોગલ સમ્રાટ દારા શિકોહની કબર શોધી રહી છે. મોગલ બાદશાહ શાહજહાંના સમયના ઇતિહાસકારોના લેખન અને કેટલાક દસ્તાવેજો સૂચવે છે કે દારા શિકોહને દિલ્હીના હુમાયુના મકબરામાં ક્યાંક દફનાવવામાં આવ્યો હતો.

image source

દારાની સમાધિને ઓળખવા માટે ભારત સરકારે પુરાતત્ત્વવિદોની એક સમિતિ બનાવી છે, જે સાહિત્ય, કલા અને આર્કિટેક્ચરના આધાર પર તેની કબરને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દારા શિકોહ શાહજહાંનો મોટો પુત્ર હતો. મુઘલ પરંપરા અનુસાર તે તેના પિતા પછી સિંહાસન પર બેસવાનો અધિકારી હતો. પરંતુ શાહજહાંની માંદગી બાદ તેમના બીજા પુત્ર ઓરંગઝેબે તેના પિતાને ગાદીમાંથી હટાવી અને તેમને આગ્રામાં કેદ કરી દીધા.

તેના શરીર પર મેલા કપડા હતા

image source

ઓરંગઝેબે પોતાને સમ્રાટ જાહેર કર્યો અને સિંહાસનની લડાઇમાં દારા શિકોહને હરાવી અને જેલમાં મોકલી આપ્યો. શાહજહાંના શાહી ઇતિહાસકાર મોહમ્મદ સાલેહ કમ્બોહ લાહોરીએ તેમના પુસ્તક ‘શાહજહાં નામા’ માં લખ્યું છે, “જ્યારે શહજાદે દારા શિકોહની ધરપકડ કરીને દિલ્હી લાવવામાં આવ્યા ત્યારે તેના શરીર પર મેલા કપડા હતા. અહીંથી તેમને ખૂબ જ ખરાબ રીતે બળવાખોરની જેમ એક હાથી પર બેસાડીને ખીજારાબાદ લઈ જવામા આવ્યા.

તેની લાશને હુમાયુંના મકબરામાં દફનાવી દેવામાં આવી

થોડો સમય તેને એક સાંકડી અને અંધારાવાળી જગ્યાએ રાખવામાં આવ્યો હતો. આના થોડા દિવસોમાં જ તેની મૃત્યુનો આદેશ આપવામાં આવ્યો. “તે લખે છે કે” કેટલાક જલ્લાદ તેને મારી નાખવા જેલમાં પ્રવેશ્યા અને ક્ષણભરમાં તેની ગળા પર કટાર વડે તેની હત્યા કરી દીધી. બાદમાં તેના તેજ મેલા અને લોહીથી ભીના કપડા સાથે તેની લાશને હુમાયુંના મકબરામાં દફનાવી દેવામાં આવી.

1969 માં લાહોરમાં દારાની કબરનો એક ફોટો પ્રકાશિત કર્યો

image source

આ જ યુગના બીજા ઇતિહાસકાર, મોહમ્મદ કાઝિમ ઇબ્ને મોહમ્મદ અમીન મુનશીએ તેમની પુસ્તક ‘આલમગીર નામા’માં પણ દારા શિકોહની સમાધિ વિશે લખ્યું છે. તે લખે છે, “દારાને હુમાયુની સમાધિમાં ગુંબજ નીચે દફનાવવામાં આવ્યો હતો, જ્યાં સમ્રાટ અકબરના પુત્રો, દાનીયાલ અને મુરાદ દફન છે અને જ્યાં બાદમાં અન્ય તૈમુરી વંશના શહજાદા અને શહજાદીયોને દફનાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના એક વિદ્વાન, અહેમદ નબી ખાને, ‘દિવાન-એ-દારા દારા શિકોહ’ નામના સંશોધન પેપરમાં 1969 માં લાહોરમાં દારાની કબરનો એક ફોટો પ્રકાશિત કર્યો હતો. તેમના કહેવા મુજબ, ઉત્તર-પશ્ચિમ ચેમ્બરમાં ત્રણ કબરો પુરુષોની છે અને તેમની સામેની કબર દારા શિકોહની છે.

દારાની કબર શોધવામાં શુ મુશ્કેલી નડી રહી છે?

image source

હુમાયુના મકબરામાં હુમાયુ ઉપરાંત અનેક કબરો છે. તેમાંથી, મકબરાની મધ્યમાં સ્થિત ફક્ત હુમાયુની એક કબર છે જેની ઓળખ થઈ ગઈ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસકાર પ્રોફેસર શિરીન મૌસાવી કહે છે, “હુમાયુની સમાધિમાં કોઈપણ સમાધિ પર કોઈ શિલાલેખ નથી, તેથી કોઈને ખબર નથી કે કઈ વ્યક્તિ કઈ કબરમાં દફનાવેલ છે. સરકારે દારાની કબર શોધવા જે પુરાતત્ત્વવિદોની એક ટીમ બનાવી છે તેમા પુરાતત્ત્વ વિભાગના પૂર્વ વડા સૈયદ જમાલ હસન પણ સામેલ છે.

દોઢસો કબરો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી

તે કહે છે, “અહીં લગભગ દોઢસો કબરો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી. ઓળખ કરવાનો આ પહેલો પ્રયાસ છે. તેમણે કહ્યું કે હુમાયુના મકબરાની મુખ્ય હુબજની નીચે જે કક્ષ બનેલા છે અમે તે કબરોનું નિરીક્ષણ કરીશું. તે કબરોની રચના જોઈશું, જો ત્યાં કઈ લખ્યું હશે તો તેને શોધીશું. કલા અને સ્થાપત્યની દ્રષ્ટિએ અમે લોકો દારાની કબર ઓળખવાનો પ્રયાસ કરીશું. તેઓ માને છે કે આ કાર્ય ખૂબ મુશ્કેલ છે

ભારત સરકાર શા માટે તેમની કબર શોધી રહી છે?

image source

દારા શિકોહ શાહજહાંનો ઉતરાધીકારી હતો. તે ભારતનો એવો સમ્રાટ બનવાનું સ્વપ્ન જોતો હતો જે સમ્રાટની સાથે સાથે ફિલોસોફી, સુફીવાદ અને આધ્યાત્મિકતામાં પણ નિપુણ હોય. તેમના વિશે ઉપલબ્ધ માહિતી અનુસાર, તેઓ તેમના સમયના અગ્રણી હિન્દુઓ, બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ અને મુસ્લિમ સુફીઓ સાથે તેમના ધાર્મિક વિચારોની ચર્ચા કરતા હતા. ઇસ્લામની સાથે સાથે, તેમને હિન્દુ ધર્મમાં પણ ઉંડો રસ હતો અને બધા ધર્મોને સમાન રીતે જોતા હતા. તેમણે બનારસથી પંડિતોને બોલાવ્યા અને તેમની સહાયથી હિન્દુ ધર્મના ‘ઉપનિષદો’નો ફારસીમાં અનુવાદ કરાવ્યો. ઉપનિષદનો આ ફારસી અનુવાદ યુરોપ પહોંચ્યો અને ત્યાં તેમનો લેટિન ભાષાંતર કરવામાં આવ્યો જેનાથી ઉપનિષદો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયા.

દારા શિકોહને ભારતમાં ઉદાર પાત્ર માનવામાં આવે છે

image source

દારા શિકોહને ભારતમાં ઉદાર પાત્ર માનવામાં આવે છે. ભારતમાં હિન્દુ-ઝુકાવ ધરાવતા ઇતિહાસકારો અને બૌદ્ધિક લોકો માને છે કે જો ઓરંગઝેબને બદલે દારા શિકોહ મુગલિયા સલ્તનતની ગાદી પર બેઠા હોત તો દેશની પરિસ્થિતિ એકદમ અલગ હોત. આ ઇતિહાસકારો ઓરંગઝેબને ‘કડક, કટ્ટરવાદી અને ભેદભાવપૂર્ણ’ મુસ્લિમ માને છે. તેમના મતે, તે હિન્દુઓને ધિક્કારતો હતો અને ઘણા મંદિરો તોડી નખાવ્યા હતા. દારા શિકોહ હિન્દુ ધર્મથી પ્રભાવિત હતો અને હિન્દુઓની ધાર્મિક માન્યતાને માન આપતો હતો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત