Site icon News Gujarat

ગેસ સિલિન્ડર પર કઈ રીતે અને કેટલા રૂપિયા સબસિડી મળશે, જાણો આ વિશેની તમામ માહિતી એક ક્લિકે

મિત્રો, હાલ સમગ્ર દેશમા રાંધણગેસનુ મુલ્ય દિન-પ્રતિદિન વધતુ જઈ રહ્યુ છે, જેના કારણે સામાન્ય જનતા હાલ ખુબ જ પરેશાન થઈ ચુકી છે. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતાને સબસીડીની સુવિધા પણ આપવામા આવી છે. આપણા દેશના અનેકવિધ રાજ્યોમા ગ્રાહકોને જુદી-જુદી સબસીડી આપવામા આવી છે.

image source

જે લોકોની વાર્ષિક આવક અંદાજીત ૧૦ લાખ રૂપિયાથી ઉપર છે, તેમને સબસીડીની સુવિધા નથી આપવામા આવતી. એલ.પી.જી. સિલિન્ડરના ભાવમા ૧ માર્ચે ૨૫ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ગેસ સીલીન્ડર પર આપણને કેટલી સબસીડી મળશે? તેના વિશે માહિતી મેળવીએ.

પહેલા ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને ૧૫૩.૮૬ રૂપિયા આપવામા આવતા હતા. જેને કેન્દ્ર સરકારે વધારીને પ્રવર્તમાન સમયમા ૨૯૧.૪૮ રૂપિયા કરી દીધા છે. જ્યારે હાલ પી.એમ. ઉજ્જવલા યોજના અંતર્ગત પહેલા જે ૧૭૪.૮૬ રૂપિયા સબસીડી આપવામા આવતી હતી, તેને વધારીને આજે ૩૧૨.૪૮ રૂપિયા કરી દેવામા આવી છે.

image source

શું તમે જાણો છો કે, તમે ઈચ્છો તો તમે ઘરેબેઠા પણ તમારી સબસીડી ચેક કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરવાની રહેશે. ત્યારપછી સબસીડી સ્ટેટસ અને પ્રોસીડ પર ક્લિક કરો.

ત્યારબાદ સબસીડી રીલેટેડ-પી.એ.એચ.એ.એલ. ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારપછી સબસીડી નોટ રીસીવ પર ક્લિક કરો. ત્યારબાદ તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એલ.પી.જી. આઈ.ડી. નોંધાવો. ત્યારબાદ આ વિકલ્પને વેરિફાય કરો અને તેને સબમિટ કરી દો. આ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી તમને તમારી તમામ જાણકારી મળી જશે.

image source

સબ્સિડી ના મળવા પાછળનુ એક મોટુ કારણ એલ.પી.જી. આઇડીનું એકાઉન્ટ નંબર સાથે લિંક ના હોવુ પણ હોય શકે છે. આ માટે તમે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરીને પણ તેને પોતાની સમસ્યા જણાવી શકો છો. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૩૫૫૫ પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

હાલ, ડિસેમ્બરથી લઈને પ્રવર્તમાન સમય સુધીમા ગેસ સિલિન્ડરના ભાવમા ૨૨૫ રૂપિયાનો વધારો થયો છે. ડિસેમ્બરમા આ સિલિન્ડરનુ મુલ્ય ૫૯૪ રૂપિયા હતી, તે વધીને ૮૧૯ રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, પહેલીવાર ૫૦ રૂપિયાનો વધારો થયો હતો.

image source

ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરીએ ગેસના ભાવમા ૨૫ રૂપિયાનો ફરી વધારો કરવામા આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી ૧ માર્ચના રોજ ૨૫ રૂપિયાનો વધારો પણ કરી દેવામા આવ્યો છે. ત્યારે હજુ પણ આગળ ગેસના ભાવમા વધારો થશે કે ગેસની સબસીડીમા ફેરફાર થશે તે તો હવે આવનાર સમય જ જણાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version