વર્ક ફ્રોમ હોમથી પડે છે સેલેરી પર મોટી અસર, આવા બદલાવની તૈયારી સાથે કરો પ્લાનિંગ

દેશભરમાં કોરોના મહામારી ફેલાઈ ચૂકી છે ત્યારે અનેક લોકો હાલમાં ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવું એટલે કે વર્ક ફ્રોમ હોમ. કંપનીઓએ પોતાના એમ્પલોઈઝને કોરોના સમયમાં આ ખાસ સુવિધા આપી છે. આ રીતે કામ કરવાની સુવિધા મળતાં જે લોકો અન્ય જગ્યાઓએથી કામ માટે આવ્યા હતા તેઓ ઘરે પરત ફર્યા છે અને તેમના મૂળ વતનથી કામ કરી રહ્યા છે. પરંતુ આ ખાસ સુવિધાની સાથે તેઓની સેલેરીમાં પણ કાપ મૂકવામાં આવ્યો છે. સર્વિસ સેક્ટર કંપનીઓએ તેમના કર્મચારીઓના પગાર કાપવાનું શરૂ કરી દીધું છે. હાલમાં લોકો વર્ક ફ્રોમ હોમના મહાનગર અને ટિયર -1 શહેરથી નાના શહેરમાં જવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે.

image source

મુખ્ય રીતે જે ફેરફારનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં આઈટી, આઈટીઈએસ, નાણાંકીય સેવાઓ અને ખાસ કરીને કર્મચારીઓને આ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ધ્યાન આપવાનું છે કે શ્રમ મંત્રાલયે સર્વિસ સેક્ટર માટે વર્ક ફ્રોમ હોમને ઔપચારિક રીતે લેવા માટે ડ્રાફ્ટથી વિચાર માંગ્યા હતા. એક રિપોર્ટ અનુસાર માનવ સંસાધન વિશેષજ્ઞો અને કન્સલટ્ન્સી કંપનીઓએ ઉલ્લેખ કર્યો કે નવા નિયમોના આધારે ઘરેથી કામ કરનારા કર્મચારીઓના વેતન પરિવર્તનની સંભાવના છે. જો નિયમ બનશે તો કંપનીઓ દરેક નાના શહેરના WFH કર્મચારીથી 20-25 ટકા ખર્ચ બચાવી શકે છે.

ભથ્થામાં આવી શકે છે ફેરફા

image source

જે લોકો WFH ચાલુ રાખે છે અને પોતાનું સ્થાન છોડી રહ્યા નથી તેમના વેતનમાં કોઈ ભથ્થામાં જરાપણ ફેરફાર આવશે નહીં. મળતી માહિતી અનુસાર કંપનીઓ પોતાના કર્મચારીઓને વાઈફાઈ અને અન્ય મહત્વની સુવિધાઓના ખર્ચ સહિત નવા ભથ્થા આપવાનું શરૂ કરી શકે છે અને પરિવહન જેવા ખર્ચને હટાવી શકે છે.

લોકોને પસંદ આવી રહ્યું છે WFH

image source

ગયા વર્ષે માર્ચમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપ બાદથી મોટાભાગની કંપનીઓના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. પછી લોકડાઉન હટાવી દેવાયું અને સાથે અનેક પ્રકારની છૂટ પણ આપવામાં આવી, અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઓફિસ બોલાવ્યા નહીં અને વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખવા કહ્યું.

image source

અનેક લોકોએ તેમનું વર્ક ફ્રોમ હોમ ચાલુ રાખ્યું છે. અનેક લોકોનું કહ્વું છે કે તેઓ આ રીતે જ સેફ્ટી સાથે WFH ચાલુ રાખવા ઈચ્છે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત