ફક્ત મસાલાઓ માટે જ નહીં, પણ આ કારણે વિશ્વપ્રસિદ્ધ છે કેરળ, જાણો અને તમે પણ ફરવા જવાનો બનાવો પ્લાન

ચા ના બગીચાઓ, બેકવોટર અને મસાલાઓ જેવી અનેક બાબતોને લઈને વિશ્વભરમાં કેરળનું નામ વિખ્યાત છે. વળી, કેરળ ભારતના સૌથી શિક્ષિત રાજ્યો પૈકી પણ એક રાજ્ય છે જ્યાંનો સાક્ષરતા દર ઘણો ઊંચો છે. પર્યટકો માટે પણ કેરળ એક કુદરતી સૌંદર્ય ધરાવતું ટ્રેવેલ ડેસ્ટિનેશન છે. અહીં ગીચ જંગલો, પહાડો અને સમુદ્ર કિનારો છે જે હરવા ફરવાના શોખીન લોકોને પૈસા વસૂલ યાત્રાનો આનંદ પૂરો પાડે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે તમને કેરળ રાજ્યમાં આવેલા અમુક પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્થળો વિશે માહિતી આપી રહ્યા છીએ.

image source

અલેપ્પી

અલેપ્પી કેરળમાં સ્થિત છે અને ખાસ કરીને બેકવોટર અને સમુદ્રી બીચને કારણે અલેપ્પી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. વેકવોટર ખારે નહેરો અને તળાવોનું એક નેટવર્ક છે જે કેરળ રાજયના અડધા વિસ્તારમાંથી પસાર થાય છે. અલેપ્પીની સૌથી લોકપ્રિય અને પર્યટકોને પોતાની તરફ આકર્ષતી વિશેષતા છે ત્યાંની Kettuvallam અથવા હાઉસબોટ જેમાં રહેવાનો એક અલગ જ આનંદ છે. આ હાઉસબોટમાં કેરળના સ્વાદિષ્ટ સ્થાનિક ભોજન સાથે બીજી કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવે છે.

થેક્કડી

image source

કેરળના થેક્કડીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે ત્યાં પેરિયાર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી આવેલી છે. જેની આસપાસ પર્યટકોને હાથી છૂટથી હરતા ફરતા નજરે પડે છે. એટલું જ નહીં પણ પર્યટકો હાથી પર સવારી કરવાનો શોખ પણ પૂરો કરી શકે છે. ઉપરાંત આ જગ્યા લીલાછમ જંગલોથી ભરપૂર હોય પર્યટકોને અહીં પ્રકૃતિનો આનંદ માણવાનો પણ અવસર મળે છે. વાઈલ્ડ લાઈફ ગેટવે માટે થેક્કડી એક બેસ્ટ પ્લેસ છે. અહીંથી તમે નીલગીરીના પહાડો પણ જોઈ શકો છો.

કોચ્ચી

image source

કોચ્ચી પહેલા કોચીન નામથી ઓળખાતું હતું. આ શહેર દેશના મુખ્ય બંદરગાહ પૈકી પણ એક છે જે કેરળની સાંસ્કૃતિક અને અર્થવ્યવસ્થાની પૂંજીમાં મહત્વનો ભાગ ભજવે છે. અહીં આવતા પર્યટકો માટે કોચ્ચી એક એક્ટિવિટી હબ ગણાય છે અને તેના કારણે જ અહીં વિશ્વભરના પર્યટકો આવે છે. ચાઈનીઝ ફિશિંગ નેટથી લઈને મસાલાની ખેતી સુધી કોચ્ચી જગપ્રસિદ્ધ છે.

મુન્નાર

image source

મુન્નાર પણ એક ખુબસુરત ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. મુન્નાર ભારતમાં ચા ના ઉત્પાદન કરતા સૌથી મોટા ક્ષેત્રો પૈકી એક છે. અહીં વાદળાઓને સ્પર્શતા ઊંચા પહાડો અહીં આવેલા પર્યટકોનું દિલ જીતી લે છે. અહીંના સુંદર વોટરફોલ, સની બીચ, વહેતા પાણીની ધારાઓ અને મિસ્ટી માઉન્ટન પણ પર્યટકોમાં લોકપ્રિય છે.

કુન્નુર

image source

કુન્નુર એક સમયે દક્ષિણ ભારતનું એક મહત્વનું બ્રિટિશ વ્યાપારિક કેન્દ્ર હતું. જેનો ઘણો ખરો અંશ આજે પણ ત્યાં જોવા મળે છે. કુન્નુરમાં તમે St. Angelo Fort ફરવા જઈ શકો છો. એ સિવાય અહીં પય્યામબાલમ સમુદ્ર કિનારો, અરલમ વન્યજીવ અભયારણ્યમાં વનયજીવો અને લૌકાડિવ સી ઉપર હોડી યાત્રા પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!