Site icon News Gujarat

તમે પણ કરી રહ્યા છો ઓનલાઈન ટ્રાન્સફરની પ્રોસેસ, તો 23 મે સુધી જાણી લો આરબીઆઈનું એલર્ટ

જો તમે પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારા માટે જરૂરી ખબર છે. RBIએ કરોડો ગ્રાહકોને માટે એલર્ટ જાહેર કર્યું છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે 23મે સુધી કેટલાક કલાક સુધી નિફ્ટની સર્વિસ કામ કરશે નહીં. તમે તમારું કામ પહેલા જ પતાવી લો તે જરૂરી છે. જો તમે નક્કી સમય સીમામાં રૂપિયા કોઈને ટ્રાન્સફર કરવાનું વિચાર્યું છે તો તે કામ પહેલા જ કરી લો. જેથી તમને કોઈ મુશ્કેલી રહેશે નહીં. RBIએ પોતે ટ્વિટ કરીને આ માટેની માહિતિ આપી છે.

image source

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર સિસ્ટમ આખા દેશમાં ચલાવવામાં આવતી પેમેન્ટ સિસ્ટમ છે જેમાં કોઈ બેંકથી અન્યના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે. એનઈએફટીની મદદથી તમે ગ્રાહકોને મિનિટોમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. દેશના કોઈ પણ બેંકની બ્રાન્ચમાં આ સુવિધા માટે રૂપિયા ટ્રાન્સફર કરી શકાય છે.

RBIએ ક્યું છે ટ્વિટ

RBIની તરફથી કરાયેલા એક ટ્વિટમાં લખાયું છે કે 22 મેના રોજ બેંકમાં કામ ખતમ થયા બાદ ટેકનિકલ અપગ્રેડેશનના કારણે નિફ્ટ 23મેના રોજ 00.01થી 14.00 સુધી કામ કરશે નહીં. પરંતુ આ સાથે RTGSની સુવિધા ગ્રાહકો માટે ચાલુ રાખવામાં આવશે.

મિનિમમ લિમિટ નક્કી કરાઈ નથી

image source

તમને જણાવી દઈએ કે નિફ્ટની મદદથી ફંડ ટ્રાન્સફર કરવાની કોઈ મિનિમમ લિમિટ નક્કી કરાઈ નથી. તમે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા ઈચ્છો છો તે તમારા પર આધાર રાખે છે. જો મેક્સિમમ લિમિટની વાત કરાય તો આ બેંકના આધારે અલગ અલગ હોઈ શકે છે.

RTGS અને IMPS થી કેટલા રૂપિયા થાય છે ટ્રાન્સફર

NEFT ના સિવાય પણ ગ્રાહક RTGS અને IMPS (Immediate Payment Service)નો ઉપયોગ કરીને રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે. આ માટે એક વારમાં 2 લાખથી ઓછી રકમ ટ્રાન્સફર કરી શકાશે નહીં. જ્યારે મેક્સિમમ અમાઉન્ટની લિમિટ અલગ અલગ બેંકમાં અલગ અલગ રાખવામાં આવે છે. IMPS ની મદદથી એક દિવસમાં 2 લાખ રૂપિયા સુધીની અમાઉન્ટને રિયલ ટાઈમમાં ટ્રાન્સફર કરી શકાય છે.

image source

NEFTથી કેવી રીતે કરી શકશો ફંડ ટ્રાન્સફર

NEFT થી ફંડ ટ્રાન્સફર કરવા માટે તમારી પાસે નેટ બેંકિંગના લોગઈન આઈડી અને પાસવર્ડ હોવા જરૂરી છે.

લોગઈન કર્યા બાદ તમારે NEFT Fund Transfer સેક્શનમાં જવાનું રહે છે.

હવે તમને પ્રાપ્તકર્તાની ડિટેલ્સ માંગવામાં આવશે તે ભરવાની રહે છે.

image source

તેમાં રિસિવરનું નામ, બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડને એન્ટર કરો.

પ્રાપ્તકર્તાના ઓડ થતાની સાથે તમે એનઇએફટી ટ્રાન્સફરનું કામ શરૂ કરી શકો છો.

હવે તમારે જેટલા પણ રૂપિયા મોકલવા છે તેટલી રકમ ભરો અને સેન્ડ બટન દબાવી દો.

તમારું કામ સરળતાથી થઈ જશે.

Exit mobile version