આ તારીખે છે મૌની અમાસ, આ દિવસે ખાસ કરો આ વસ્તુઓનું દાન, અનેક મનોકામનાઓ થશે પૂરી

હિન્દૂ પંચાંગ અનુસાર, મહા મહિનાની અમાસને મૌની અમાસ કહે છે. મૌની અમાસ 11 ફેબ્રુઆરી 2021ના રોજ છે. ધાર્મિક દ્રષ્ટિએ આ તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મૌની અમાસના દિવસે મૌન રહીને સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આ અમાસ પર મૌન રહેવામાં આવે તો એનાથી સારું સ્વાસ્થ્ય અનવ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગ્રહ દોષ દૂર કરવા માટે પણ આ અમાસ ખાસ માનવામાં આવે છે.

મૌની અમાસનું શુભ મુહૂર્ત.

image source

મૌની અમાસ 10 ફેબ્રુઆરી 2021ના રોજ 1 વાગ્યાને 10 મિનિટથી 11 ફેબ્રુઆરી 2021એ રાત્રે 12 વાગ્યાને 27 મિનિટ સુધી રહેશે.

મૌની અમાસના નિયમ.

image source

સવારે કે સાંજે સ્નાન કરતા પહેલા સંકલ્પ લો.

પહેલા જળને માથા પર લગાવી પ્રણામ કરો અને પછી સ્નાન કરો.

ચોખ્ખા કપડાં પહેરો અને જળમાં કાળા તલ નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો.

પછી મંત્ર જાપ કરો અને સામર્થ્ય અનુસાર વસ્તુઓનું દાન કરો.

એ દિવસે ક્રોધ ન કરો.

કોઈને અપશબ્દ ન બોલો.

મૌની અમાસના દિવસે ઈશ્વરનું ધ્યાન કરો.

પૌરાણિક શાસ્ત્રોમાં મૌની અમાસ

image source

પૌરાણિક કથા અનુસાર આ દિવસે મુનિ ઋષિનો જન્મ થયો હતો અને એમના જ નામથી મૌની શબ્દની ઉતપત્તિ થઈ હતી. એટલે એને મૌની અમાસ કહેવામાં આવે છે. સ્નાન કર્યા પછી ચોખ્ખા કપડાં પહેરવામાં આવે છે. જળમાં કાળા તલ નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે મૌન વ્રત રાખીને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરે છે. ગંગા સ્નાન માટે શુભ દિવસ છે.

મૌની અમાસ, મૌન રહીને સ્નાન દાન કરવાની છે પરંપરા મૌનથી શરૂ થઈ.

મૌની અમાસનું મહત્વ.

image source

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળી જાય છે. મૌની અમાસ પર કરવામાં આવેલા દાન પુણ્યનું ફળ સો ગણું વધુ મળે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ગંગાનું જળ અમૃત સમાન હોય છે. મૌની અમાસે કરવામાં આવેલું ગંગા સ્નાન અદભુત પુણ્ય આપે છે. જો ગંગા નદી સુધી જવુ શક્ય ન હોય તો ઘરના પાણીમાં જ ગંગાજળ મિક્સ કરીને તેનાથી સ્નાન કરી શકીએ છીએ.

કઈ વસ્તુઓનું કરશો દાન.

image source

મૌની અમાસના દિવસે ગંગા સ્નાન પછી તલ, તલના લાડુ, તલની તેલ, આમળા, ધાબળા, કપડાં, અરીસો, આંજણ, સોનુ અને દૂધ આપતી ગાયનું દાન કરવું વધુ ફળદાયી માનવામાં આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ