અમદાવાદીઓ ચેતી જજો! જો સોસાયટીમાં સાથે મળી ધુળેટી ઉજવી તો પાણી કનેક્શન કપાઈ જશે

ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે ધુળેટીનો તહેવાર આવ્યો છે. આમ તો દર વર્ષે આ તહેવાર પર નાના મોટા સૌ કોઈ રંગોથી આ તહેવાર ઉત્સાહભેર ઉજવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણના કારણે રાજ્ય સરકારે હોળીની ઉજવણી માટે એકઠા થવા પર પ્રતિબંધ મુક્યો છે.

image source

રાજ્યમાં શેરીઓમાં, સોસાયટીઓમાં, મહોલ્લામાં કે અન્ય જાહેર જગ્યાએ ધુળેટી રમવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તેમ છતાં અમદાવાદ શહેરમાં વધુ કડક નિયમ બનાવવામાં આવ્યો છે. અમદાવાદ મહાપાલિકાએ જાહેર કર્યું છે કે ધુળેટીની ઉજવણીમાં જો લોકો મોટી સોસાયટીઓમાં એકઠા થશે અને ધુળેટી ઉજવશે તો તે સોસાયટીના પાણી, ગટર સહિતના કનેકશન કાપી નાંખવામાં આવશે અને અન્ય કડક કાર્યવાહી કરવામાં આવશે.

image source

આવતી કાલે ધુળેટી પર 200થી વધુ ટીમ જેમાં પોલીસ અને એએમસીની ટીમનો સમાવેશ થાય છે તે શહેરના વિવિધ ઝોનમાં ફરશે અને ચેકીંગ કરશે. જે સોસાયટીમાં લોકો ધુળેટી રમતા ઝડપાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ તમામ મંદિર, પાર્ટી પ્લોટ, વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ પણ ધુળેટીની ઉજવણીના કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ધુળેટીની ઉજવણી સમયે પોલીસ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ પર પણ નજર રાખશે અને આવી પોસ્ટને આધાર ગણી અને જે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

image source

શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા 2 દિવસ માટે ક્લબ, પ્રાઈવેટ તેમજ સરકારી સ્વીમીંગ પૂલ સહિતની જગ્યાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે. રાજ્ય સરકારે પણ હોળી ધૂળેટી પર શરતી મંજૂરી આપી છે. લોકો હોળી પ્રગટાવી પૂજા કરી શકશે પરંતુ ટોળે વળી અને ધૂળેટીની ઉજવણી કરવાની મનાઈ છે.

રાજ્યમાં વધતાં કેસને લઈને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ખાસ સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે અને કોરોનાના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે. એટલું જ નહીં જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારવામાં આવી રહ્યા છે.

image source

રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાનું સંક્રમણ વધુ છે એટલે ત્યાં ફોકસ કરીને સરકાર આગળ વધે છે. આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ આવશે એટલે કે કોરોનાના કેસ ઘટવા લાગશે.

રાજ્યમાં રસીકરણ પણ વધારવામાં આવ્યું છે. આગામી એપ્રિલ માસની શરુઆતથી વેકસીનેશન બાળકો સિવાય તમામ લોકોને આપવામાં આવશે. તેવામાં હોળી ધુળેટીના તહેવાર પર લોકોને વધુ સતર્ક રહેવા સરકારે અપીલ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *