ભાજપે રાજકોટમાં ઉતાર્યા બે ગ્લેમરસ અને યુવા મહિલા ચહેરાઓ, જાણો કેટલી છે ઉંમર

સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઘણા ઉમેદવારોને ટિકિટ ન મળતા નારાજગી પણ જોવા મળી રહી છે તો ઘણી જગ્યાએ રાજીનામા પણ પડ્યા છે. તો બીજી તરફ ભાજપે આ વખતે યુવાઓને ચાન્ચ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સીઆર પાટીલે સ્પષ્ટતા કરી હતી કે 60 વર્ષથી વધુ ઉમરના લોકોને ટિકિટ આપવામાં નહીં આવે, તો બીજી તરફ રાજકોટમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામ્યો છે. આ વખતે બે યુવતિઓએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેચ્યુ છે. વ્યસાયે ડોક્ટર બન્ને મહિલાએ રાજકારણમાં જંપલાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી

image source

તમને જણાવી દઈએ કે, રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપે ગઇકાલે 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કર્યા હતા. જે લોકોએ આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં બે મહિલા ડોક્ટર ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. વોર્ડ નં.15નાં ઉમેદવાર 26 વર્ષીય ડો.મેઘાવી સિંધવે જણાવ્યું હતું કે હું શિક્ષણ અને સફાઈ પર ભાર મૂકીશ. તો બીજી તરફ બીજાં 29 વર્ષીય ડોક્ટર મહિલા ઉમેદવાર રાજશ્રીબેન ડોડિયાએ જણાવ્યું હતું કે હું ટ્રાફિક પર ભાર મૂકીશ,

શિક્ષણ અને સફાઇ પર આપણે કામ કરવાની જરૂર છે

image source

મીડિયા સાથે વાત કરતા ડો.મેઘાવી સિંધવે જણાવ્યું હતું કે મારી ઉંમર 26 વર્ષ છે અને ડેન્ટિસ્ટ છું. અને હું રાજકોટના વોર્ડ નં.15માંથી ચૂંટણી લડી રહી છું. તેમણે આગળ વાત કરતા કહ્યું કે, હું સૌથી વધારે શિક્ષણને પ્રાથમિકતા આપીશ. મારા મત વિસ્તાર વોર્ડ નં.15માં સામાન્ય લોકોનાં બાળકોને શિક્ષણ મળે એ ધ્યાન રાખવું ઘણુ મહત્વનું છે. તો બીજી સમસ્યા સફાઈની પણ છે, તો એના પર હું કામ કરીશ. તેમણે આગળ ઉમેરતા કહ્યું કે, રાજકોટની વાત કરીએ તો શિક્ષણ અને સફાઇ પર આપણે કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જો હું કોર્પોરેટર બની જઇશ તો મારી જવાબદારી ન ભૂલું અને ડેન્ટિસ્ટ તરીકેની પણ હું ફરજ નિભાવીશ, આ ઉપરાંત મારી પહેલી પ્રાથમિકતા મારી કોર્પોરેટર તરીકેની રહેશે.

હું વોરિયર્સ તરીકે કામ કરીશ

image source

તો બીજી તરફ ડો.રાજશ્રીબેન કિશોરભાઇ ડોડિયાએ મીડિયા સાથે વાત જણાવ્યું હતું કે મારી ઉંમર 29 વર્ષની છે. મે કોરોના મહામારીમાં લોકોની સેવા કરી હતી, જેની નોંધ લઈ પાર્ટીએ મને તક આપી છે. તેમણે આગળ કહ્યું કે હું વોર્ડ નં.10માં ચૂંટણી લડી રહી છું. હું મારી કોર્પોરેટર તરીકેની જવાબદારી ગર્વથી નીભાવીશ અને આગળ જતાં હું વોરિયર્સ તરીકે કામ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, મારા વોર્ડમાં ટ્રાફિકની સમસ્યા વધુ હોવાથી હુ તેના પર વધુ ભાર મૂકીશ. તેમણે ઉમેર્યું કે, બાંધકામનાં કામો તો બહુ સારી રીતે થયાં છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા હજુ યથાવત છે જેને લઈને તેના પર કામ કરવાની જરૂર છે.

નિયમોનું ઉલ્લંઘન

image source

તમને જણાવી દઈએ કે, રાજકોટમાં 18 વોર્ડના 72 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના ફોર્મ ભર્યા છે અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. આજે ફોર્મ ભરવા આવેલા ભાજપના ઉમેદવાર ઢોલના તાલે આવી પહોચ્યા હતા. તમને જણાલી દઈએ કે, આ બધા ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં બપોરે 12.39 વાગ્યે ફોર્મ ભરી ઉમેદવારી કરી હતી.

image source

નોંધનિય છે કે આ દરમિયાન કાર્યકરોએ પોલીસની હાજરીમાં રસ્તા પર માંડવા બાંધી દીધા હતા અને રસ્તો પણ વન વે કરી નાખ્યો હતો અને પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરોએ દો ગજ કી દૂર ભૂલી નિયમોનો ભંગ કર્યો હતો. આ દરમિયાન પોલીસ મુક દર્શક બનીને જોઈ રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત