Site icon News Gujarat

થાક દૂર કરવાની સાથે એનર્જી વધારે છે આ દૂધ, આજથી જ પીવાનું કરો શરૂ

મિસરીને હેલ્થ માટે ફાયદારૂપ માનવામાં આવે છે. એવામાં તમે તેને દૂધમાં મિક્સ કરીને પીઓ છો તો તેનો ફાયદો વધી જાય છે.

image source

પ્રસાદના રૂપમાં મિસરીનું સેવન તો તમે અનેકવાર કર્યું હશે. કોઈ હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ લીધા બાજ પણ ડાઈજેશન માટે મિસરી અને વરિયાળીનું સેવન કરાય છે. પણ શું તમે જાણો છો કે મિસરી વાળું દૂધ પીવાથી કયા ફાયદા મળે છે. નહીં ને..તો આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે મિસરી વાળું દૂધ તમારા માટે કઈ રીતે ફાયદો કરે છે.

image source

આંખ માટે સારું

આંખને સારી રાખવા અને તેની રોશની વધારવા માટે મિસરી વાળા દૂધનું સેવન કરવાનું લાભદાયી રહે છે. જો તમે રોજ રાતે સૂતા પહેલાં મિસરીવાળું હૂંફાળું દૂધ પીઓ છો તો તે ફાયદો આપશે.

ડાઈજેશન માટે

image source

ડાઈજેશનને સારું કરવા માટે અને અપચો, કબજિયાક કે એસિડિટીની તકલીફમાં રાહત મેળવવા માટે મિસરી વાળું દૂધ મદદ કરે છે. રોજ નાસ્તામાં એક ગ્લાસ દૂધમાં મિસરી મિક્સ કરીને તેનું સેવન કરો.

માનસિક થાક દૂર કરવા અને યાદશક્તિ વધારવા

માનસિક થાકને દૂર કરવા માટે અને યાદશક્તિન વધારવા માટે તમે મિસરીવાળા દૂધનું સેવન કરી શકો છો. આ માટે તમે રોજ રાતે સૂતા પહેલા 1 ગ્લાસ દૂધમાં મિસરી મિક્સ કરીને પીઓ.

હિમોગ્લોબીન વધારવા માટે

image source

મિસરી વાળા દૂધનું સેવન કરવાથી એનિમિયાની તકલીફ રહેતી નથી. શરીરમાં હિમોગ્લોબીન વધારવા માટે તમે રોજ રાતે સૂતા પહેલા 1 ગ્લાસમાં ગરમ દૂધમાં મિસરી મિક્સ કરીને તેને પીઓ.

સારી ઊંઘ માટે

મિસરી વાળું દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે તેઓએ હૂંફાળા દૂધમાં મિસરી મિક્સ કરીને રોજ રાતે પીવું.

મોઢાના ચાંદા દૂર કરવા

image source

મોઢાના ચાંદા દૂર કરવા મિસરી વાળા દૂધનું સેવન કરવું. આ માટે તમે ઠંડા દૂધમાં મિસરી મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

એનર્જી વધારવા

શરીરનો થાક દૂર કરવા અને એનર્જી વધારવા માટે મિસરી વાળા દૂધનું સેવન કરવું. મિસરી ઠંડી હોય છે અને તેનાથી શરીરમાં તાકાત આવે છે. થાક દૂર થાય છે. જો તમે ઠંડા કે ગરમ કોઈ પણ દૂધમાં મિસરી મિક્સ કરીને પીઓ છો તો તમને તાકાત મળે છે.

નાકથી લોહી આવતું રોકવા

image source

નાકથી લોહી આવવાની તકલીફને ખતમ કરવા માટે મિસરી વાળા દૂધનું સેવન કરવું. તે ફાયદો આપે છે. રોજ નાસ્તાના સમયે ઠંડા દૂધમાં મિસરી મિક્સ કરીને તેનો ઉપયોગ કરવાથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version