તમે પણ કરો છો પરફ્યૂમનો ઉપયોગ, તો અજમાવો આ ટિપ્સ લાંબા સમય સુધી રહેશે સુગંધ

દોસ્તો ગરમીની સીઝન ચાલુ થઈ ગઈ છે. આગ ઝરતી ગરમીમાં તમે પણ પરફ્યૂમ વાપરવાનું શરૂ કરી દીધું હશે. આ સમયે જો તમે પરફ્યૂમને ખાસ રીતે વાપરો છો તો તમે તેને લાંબા સમય સુધી ટકાવી શકો છો. બોડી સ્પ્રે અને પરફ્યૂમ 2 અલગ વસ્તુ છે. આ સિવાય શક્ય છે કે તમે ગરમીમાં કૂલ રહેવા ડિઓનો પણ ઉપયોગ કરતા હશો. પણ આજે વાત થી રહી છે પરફ્યૂમની.

image source

ગરમીમાં કૂલ પરફ્યૂમ અનેક લોકો પસંદ કરે છે. આ સમયે તમે મોંઘા અને બ્રાન્ડેડ પરફ્યૂમ ખરીદીને લાવો છો. પણ આ સમયે તેની સુગંધ થોડા સમય બાદ ખતમ થઈ જાય છે. તેની પરેશાનીને દૂર કરવા માટે આપણી પાસે કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ છે જેને આપની સાથે શેર કરી રહ્યા છીએ. તો આ ટિપ્સ અપનાવીને તમે પરફ્યૂમની સુગંધ અનુભવી શકો છો. તો જાણઓ ખાસ ટિપ્સ.

પલ્પ પોઈન્ટ્સ પર પેટ્રોલિયમ જેલી સાથે લગાવો

પોતાના પલ્સ પોઈન્ટ્સ પર એટલે કે કલાઈ, રદન, એલ્બોના અંદરના ભાગમાં, ઘૂંટણના પાછળના ભાગમાં અને એન્કલની પાસે પેટ્રોલિયમ જેલી લગાવો અને આ પછી તમે એ જગ્યાઓ પર પરફ્યુમ લગાવો અને તેની સ્મેલ લાંબા સમય સુધી ટકશે.

હેર બ્રશ પર કરો સ્પ્રે

image source

વાળને ઓળતાં પહેલાં તમે તારા બ્રશ પર પરફ્યૂમ સ્પ્રે કરો અને વાળને સારી રીતે કોમ્બ કરી લો. તમારા વાળમાં લાંબા સમય સુધી પરફ્યૂમની સ્મેલ રહેશે.

બાથરૂમમાં ન કરો સ્ટોર

અનેક લોકોને બાથરૂમમાં બોડી સ્પ્રે કે પરફ્યૂમ સ્ટોર કરવાની આદત હોય છે. એહીં રહેતા હ્યુમિડ અને ડેમ્પના કારણે પરફ્યૂમની સુગંધ નબળી પડે છે અને સાથે લગાવવા માટે વધારે સમય સુધી સુગંધ ટકી રહેતી નથી.

મોશ્ચરાઈઝર છે જરૂરી

image source

જો તમે વધારે સમય સુધી પરફ્યૂમ અને બોડી મિસ્ટની સુગંધને બોડી પર ટકાવી રાખવા ઈચ્છો છો તો તમે પહેલા મોશ્ચરાઈઝરનો પ્રયોગ કરો અને સાથે પરફ્યૂમ કે બોડી મિસ્ટ લગાવો. આમ કરવાથી તમે જાણી શકશો તે તેની સુગંધ વધારે સમય સુધી રહે છે.

યોગ્ય સમયે કરો પ્રયોગ

ડેમ્પ સ્કીન સેંટની ખુશ્બૂને લોક કરી શકો છો. તેનો મતલબ એ નથી કે તમે પરફ્યૂમ લગાવીને તરત ડ્રેસઅપ થઈ જાઓ. યોગ્ય રીત તો એ છે કે તમે બોડી મિસ્ટ કે પરફ્યૂમને લગાવીને થોડી વાર સુધી સૂકાવવા દો. ત્યાર બાદ કપડાં પહેરો. આમ કરવાથી તમે શરીરથી સુગંધ લાંબા સમય સુધી ટકાવી શકો છો.

કલાઈને એકમેક સાથે ઘસો નહીં

image source

સામાન્ય રીતે અનેક લોકોને કલાઈ પર પરફ્યૂમ લગાવી લીધા બાદ બંને કલાઈને એકમેકની સાથે ઘસવાની આદત હોય છે. એવી આદત હોય તો આજે જ બદલી લો. આમ કરવાથી તેની સુગંધ જલ્દી ઉડી જાય છે.

પરફ્યૂમની ખાલી બોટલ ફેંકો નહીં

જો પરફ્યૂમની બોટલ ખતમ થઈ ગઈ છે તો તમે થોડું મોશ્ચરાઈઝર કે લોશન લઈને તેમાં મિક્સ કરો. તમે જ્યારે તેને ઉપયોગમાં લેશો ત્યારે તમારા ફેવરેટ પરફ્યૂમની સુગંધ ફરીથી તમને મદહોશ કરી દેશે.

પરફ્યૂમની બોટલને વધારે હલાવો નહી

image source

પરફ્યૂમની બોટલનો ઉપયોગ કરતી સમયે અનેક લોકો તેને હલાવીને તેનો ઉપયોગ કરે છે. જે જરા પણ ખોટું નથી, આ રીતે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હલાવો. તેને હંમેશા ઊભી રાખો. જ્યારે લગાવવું હોય તો ઉઠાવીને સ્પ્રે કરો. તેનાથી તેની ક્વોલિટી ખરાબ થશે નહીં. તમે અનેક દિવસો સુધી તેનો પ્રયોગ કરી શકો છો.

ડેલાઈટથી રાખો દૂર

પરફ્યૂમને ડેલાઈટ એટલે કે સૂર્યના પ્રકાશથી દૂર રાખો. શક્ય હોય તો તેના ડબ્બાના અંતરને રાખો. આમ કરવાથી તે લાંબા સમય સુધી ખરાબ થશે નહીં અને તેની ક્વોલિટી પણ સારી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!