Site icon News Gujarat

સ્કિનની દરેક સમસ્યાઓ માટે અક્સીર ઇલાજ છે બટાકા, જાણો કઇ રીતે કરશો ઉપયોગ

બટાકાનો ઉપયોગ ખાવાની સાથે જ સ્કિનને સ્વસ્થ બનાવવા માટે પણ કરી શકાય છે. સ્કિનમાં નિખાર લાવવા માટે તમે બટાકાનો
ઉપયોગ કરી શકો છો. સ્કિનને સ્વસ્થ બનાવી રાખવા માટે લોકો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરો છો. પણ બ્યુટી
પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ કરવાથી સ્કિનને નુકશાન થાય છે. આજે અમે તમને જણાવીશું સ્કિનને સ્વસ્થ બનાવી રાખવા માટે
બટાકાનો ઉપયોગ કેવી રીતે કરવો.

બટાકાના માસ્કનો ઉપયોગ કરો.

image source

બટાકાના માસ્કનો ઉપયોગ કરીને તમારી સ્કિન સાફ, સુંદર અને જુવાન રહેશે. આ માસ્કમાં તમે દૂધ અને ગ્લિસરીન પણ મિક્સ કરી
શકો છો. બટાકા, દૂધ અને ગ્લિસરીનનું મિશ્રણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

સામગ્રી.

1 છીણેલું બટાકુ.
દૂધ- 2 ટેબલસ્પૂન
ગ્લિસરીન -3 4 ટીપા

વિધિ

image source

સૌથી પહેલા બધી સામગ્રીને સારી રીતે ભેળવીને એક મિશ્રણ તૈયાર કરી લો.

હવે આ મિશ્રણને ચહેરા પર લગાવી લો.

આ મિશ્રણને 15થી 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રહેવા દો.

જ્યારે એ સારી રીતે સુકાઈ જાય તો એને પાણીથી ધોઈ લો.

હવે ચહેરાને સારી રીતે લૂછીને મોઇશ્ચરાઇઝર લગાવી લો.

આ મિશ્રણને લગાવવાના ફાયદા.

ગ્લિસરીન સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરે છે.

image source

બટાકાનો ઉપયોગથી રીંકલ ફ્રી સ્કિન મળે છે.

આ મિશ્રણના ઉપયોગ કરવાથી ચહેરા પર નિખાર આવે છે અને ડાર્ક સર્કલથી છુટકારો મળી જાય છે

જો તમને ગ્લિસરીનના ઉપયોગથી સ્કિનમાં ખંજવાળ, બળતરા કે ચકામાં થઈ જતા હોય તો આ મિશ્રણનો ઉપયોગ ન કરો. તમે આ
મિશ્રણના ઉપયોગ કરતા પહેલા એક પેચ ટેસ્ટ કરીને જોઈ લો.

image source

બટાકા એક એવું શાક છે જે કોઈપણ શાક સાથે સારું લાગે છે. કદાચ જ કોઈ હશે જેને બટાકા ન ભાવતા હોય. બટાકાનો ઉપયોગ
કરતા પહેલા આપણે એને ધોઈને છોલી લઈએ છીએ. અને એની છાલને કચરો સમજીને ફેંકી દઈએ છીએ. પણ તમને જાણીને હેરાની
થશે કે બટાકાની છાલ પણ આપણા ખૂબ જ કામની હોય છે.

બટાકાની છાલની મદદથી તમે આંખોની નીચે આવેલા કાળા કુંડાળાથી છુટકારો મેળવી શકો છો. જો તમારી સ્કિન ઓઈલી છે ,
ખીલ અને બ્લેકહેડ્સની તકલીફ છે તો એમાં પણ બટાકાની છાલ તમારી મદદ કરી શકે છે.

image source

જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા અને ફોડલીઓ છે તો બટાકાનો પસ ખૂબ જ ફાયદાકારક થઇ શકે છે. કારણ કે એમાં ભરપૂર
પ્રમાણમાં વિટામીન સી અને બી કોમ્પ્લેક્સ સાથે પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે જે સ્કીન માટે ખૂબ જ
ફાયદાકારક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version