150 રૂપિયાની બચત કરીને તમે તમારા બાળકને બનાવી શકો છો લખપતિ, જાણી લો આ સ્કિમ વિશે જે છે ખૂબ ફાયદાકારક

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની એટલે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને અવાર નવાર અનેક પ્રકારની પોલિસીઓ રજૂ કરે છે. જેમાં રોકાણ કરવાથી ગ્રાહકોને વળતર પણ મળે છે. LIC ની આવી જ એક પોલિસી છે જે બાળકોની જરૂરતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ પોલિસીનું નામ ” એલઆઇસી ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન – (LIC New Children’s Money Back Plan) ” છે. આ આર્ટિકલમાં અમે આપને આ સ્કીમ અંગે વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ.

'न्‍यू चि‍ल्‍ड्रन्‍स मनी बैक प्‍लान' (LIC New Children's Money Back Plan)
image source

LIC ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન – (LIC New Children’s Money Back Plan) ના આકર્ષણો

– આ વીમા માટેની ઓછામાં ઓછી વય મર્યાદા 0 વર્ષ છે

– વીમો લેવાની વધુમાં વધુ વય મર્યાદા 12 વર્ષ છે

– આ સ્કીમની ઓછામાં ઓછી વીમા રકમ 10,000 રૂપિયા છે

– આ સ્કીમમાં વધુમાં વધુ વીમા રકમ માટે કોઈ મર્યાદા રાખવામાં આવી નથી

– આ સ્કીમમાં પ્રીમિયમ વેવર બેનેફિટ રાઈડર વિકલ્પ પણ મળે છે

મેચ્યોરિટીનો પિરિયડ

image source

એલઆઇસી ના એલઆઇસી ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન – (LIC New Children’s Money Back Plan) માં પ્લાનનો કુલ ટર્મ 25 વર્ષનો હોય છે

મની બેક ઇન્સ્ટોલમેન્ટ

એલઆઇસી ન્યુ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન – (LIC New Children’s Money Back Plan) અંતર્ગત LIC બાળક જ્યારે 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષનું થાય ત્યારે બેઝિક સમ ઇન્શ્યોર્ડની 20 – 20 ટકા રકમની ચુકવણી કરે છે.

image source

જ્યારે બાકીની 40 ટકા રકમ પોલિસી હોલ્ડર જ્યારે 25 વર્ષના થાય ત્યારે ચૂકવવામાં આવે છે. આ સાથેજ બધા પ્રકારના બાકી બોનસનું પણ ચુકવણું કરી દેવામાં આવશે.

મેચ્યોરિટી બેનેફિટ

પોલિસી મેચ્યોરિટીના સમયે (વીમો લેનારની પોલિસીના સમયગાળા દરમિયાન મૃત્યુ ન થાય તો) પોલિસી ધારકને વિમાની રકમની બાકી રહેલઈ 40 ટકા રકમ બોનસ સાથે આપવામાં આવે છે.

ડેથ બેનેફિટ

પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસી ધારકનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં વિમાની રકમ સિવાય નિહિત સાધારણ પ્રત્યાવર્તી બોનસ અને છેલ્લું વધારાનું બોનસ પણ આપવામાં આવે છે. ડેથ બેનેફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટનું 105 ટકાથી ઓછું નહીં હોય.

LIC ની જીવન ઉમંગ પોલિસી

image source

LIC ની એક યોજના જેનું નામ જીવન ઉમંગ છે તેમાં પણ નાની રકમનું રોકાણ કરીને પોલસીનો લાભ ઉઠાવી શકાય છે. જીવન ઉમંગ પોલિસી અંતર્ગત તમે એક મહિનામાં 1302 રૂપિયા રોકાણ કરો તો તમારું વાર્ષિક રોકાણ 15624 રૂપિયા થાય. 15624 રૂપિયાને 30 સાથે ગુણાકાર કરવાથી તમારું કુલ રોકાણ 468720 રૂપિયાનું થશે. 31 માં વર્ષે તમને વાર્ષિક 40000 રિટર્ન મળે. જો આ ગણતરી કરીને આપણે 100 વર્ષ સુધીના રિટર્નનો હિસાબ કરીએ તો 40000 x 70 બરાબર 28 લાખ રૂપિયા થાય. આ પોલિસીથી તમને કુલ ફાયદો 2341060 રૂપિયાનો થશે. સાથે જ આ પોલિસી તમને 100 વર્ષ સુધીનું કવર પણ આપે છે એટલા માટે જો વીમા લેનાર વ્યક્તિની ઉંમર 101 વર્ષની થાય તો તેને અલગથી 62.95 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે.