દાંતની પીળાશ, દાંતમાં સડો તેમજ પાયોરિયા જેવી અનેક સમસ્યાઓને છૂ કરી દો આ ઘરેલું ઉપાયોથી

પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર.આપણે દરરોજ બ્રશ કરવા છતાં પણ હમેશા દાંતોમાં જગ્યા થઇ જવી, કે દાંતોનું સડી જવું, પાયરીયા અને પેઢા માં દુઃખાવો , લોહી અને સોજો ખુબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લોકડાઉનના આ સમયમાં નાની-નાની સમસ્યાઓ માટે હોસ્પિટલ કે દવાખાઓમાં દોડી જવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી ઘણી તકલીફોનો ઈલાજ પહેલાં તમારે ઘરે જ કરી જોવો જોઈએ.

image source

જેમાં ઓરલ હેલ્થનું ધ્યાન ન રાખવાથી દાંત અને પેઢાંના રોગો ખૂબ જ વધી ગયા છે. જેમાં પાયોરિયા, સડો, દુખાવો, પીડા દાંતની સમસ્યાઓ વધુ જોવા મળે છે. શું આપને આ બાબત વિષે ક્યારેય વિચાર્યું છે. કે દિવસમાં બે વખત બ્રશ અને તે પણ મોંઘા માં મોધી પેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંતો સડી જવાની, દાંતોમાં જગ્યા થવી, દાંતોનું સડવું, પાયરિયા થી પરેશાન રહીએ છીએ, તો આજે તમને જણાવી દઉં છું આ બધાનો ઘરેલું ઉપચાર.

image source

સૌથી પહેલા તમારે દાંતોને નાયલોન ના બ્રશથી ઘસવાનું બંધ કરવું પડશે, તેની જગ્યાએ મંજન નો ઉપયોગ કરો. મંજન નો સાચો ઉપયોગ કરવાની રીત છે કે મંજન ને વચ્ચે વળી મોટી આંગળી થી પેઢા અને દાંતો ઉપર સારી રીતે ૧૦ મિનીટ સુધી લગાવીને રાખો, અને પછી મોઢામાંથી ખરાબ પાણી નીકળશે, ૧૦ મિનીટ પછી દાંતો ને ચોખ્ખા પાણી થી ધોઈ લો.

image source

તલનું તેલ હથેળીમાં લઈ આંગળા વડે પેઢા પર ઘસવાથી હાલતા દાંત મજબૂત બને છે.

લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

તલના તેલનો કોગળો મોઢામાં દસ-પંદર મિનિટ ભરી રાખવાથી પાયોરિયા મટે છે અને દાંત મજબૂત બને છે.

સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંત ઘસવાથી પાયોરિયા મટે છે.

દાંત પીળા પડી ગયા હોય તો પીસેલું મીઠું અને ખાવાનો સોડા મેળવીને દાંતે ઘસવાથી પીળાશ દૂર થાય છે.

image source

રોજ સવારે મેથી પાણીમાં પલાળીને નરણે કોઠે ખાવાથી પાયોરિયા મટે છે.

તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે.

સફરજનનો રસ ખાવાના સોડા સાથે મેળવી દાંતે ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને છારી મટે છે.

લસણ:

image source

લસણ તેના ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે શરદી અને શરદી મટાડવા માટે થાય છે. તેમાં મૌખિક બેક્ટેરિયાને ખતમ કરવાની ક્ષમતા પણ છે અને પેઇનકિલરનું કાર્ય પણ કરે છે. લસણની એક કળી ની પેસ્ટને પેઢા અથવા દાંત પર લગાવો.

ચા ની થેલી:

image source

ચા માં ટેનીન નામનું કમ્પાઉન્ડ છે જે બેક્ટેરિયાને દૂર કરી શકે છે. આવી સ્થિતિમાં ચાની થેલીઓ તમને દાંતના દુખાવાથી પણ રાહત આપી શકે છે. ચાની થેલીને ગરમ પાણીમાં નાંખો અને તેને 5 મિનિટ માટે મૂકો. આ પછી, થોડી ઠંડી પડે ત્યારે તેને કાઢો, ત્યારબાદ તેને દુ: ખાવો થાય ત્યાં લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *