છેલ્લા 15 વર્ષથી સીએમ ખાય છે જે મસાલો જાણો તેમાં શું હોય છે

એક સપ્તાહ પહેલા જ ગુજરાતને નવા મુખ્યમંત્રી મળ્યા છે. છેલ્લા એક સપ્તાહથી નવા સીએમ કોઈને કોઈ વાતને લઈ સતત ચર્ચામાં છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ત્યારે સૌ કોઈ તેમના વિશે વધુને વધુ જાણવા માંગે છે. જો કે નવા મુખ્યમંત્રી પણ તેમના આધ્યાત્મિક સ્વભાવ, શોખ, રાજકીય કારર્કિદીને લઈ ચર્ચામાં છે પરંતુ તેમના વિશે વધુ એક જાણકારી સામે આવી છે. જે ખૂબ રસપ્રદ છે અને સાબિત કરે છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એકદમ સરળ સ્વભાવના છે.

image source

સીએમ ભુપેન્દ્ર પટેલ નવરંગપુરામાં આવેલી પાનની દુકાનનો ખાસ સાદો મસાલો ખાય છે. તેઓ આજે પણ ત્યાંથી જ મસાલો મંગાવે છે અને ખાય છે. તેઓ જ્યારે પાલિકા પ્રમુખ હતા ત્યારે ત્યાં રૂબરુ જતા અને મસાલો લેતા. તે સમયે આ મસાલો પ્રમુખ સાહેબના મસાલા તરીકે પ્રખ્યાત થયો હતો. જો કે વર્ષ 2017માં જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યાર બાદથી ત્યાં રુબરુ જઈ શકતા નથી પરંતુ અહીંથી જ પ્રમુખ સાહેબનો મસાલો પાર્લર થાય છે.

image source

તેઓ આ મસાલો છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી અહીંથી જ ખાય છે. આ મસાલો કાચી સોપારી, લવલી અને જેઠીમધ વાપરીને બનાવવામાં આવે છે. આ મસાલામાં તમાકુનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે પણ વ્યક્તિ આ દુકાને પ્રમુખ સાહેબનો મસાલો માંગે છે તેને આ રીતે તૈયાર કરેલો મસાલો મળે છે. ત્યારે હવે આ મસાલાને પણ હવે પ્રમોશન મળી ગયું છે. કારણ કે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બની જતા તેમનો મસાલો પણ સીએમના મસાલા તરીકે ઓળખાવા લાગ્યો છે.

image source

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના સભ્ય અને પછીથી પાલિકાના પ્રમુખ તરીકે સૌથી પહેલી જવાબદારી સંભાળી હતી. ખૂબ જ ટુંકા ગાળામાં તેઓ પાલિકા પ્રમુખથી રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા છે. તેઓ વર્ષ 2017માં ઘાટલોડિયાની બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડ્યા હતા અને જીત્યા હતા હવે જ્યારે 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર બન્યા છે.

image source

તેઓ શરુઆતમાં મસાલો ખાવા મિત્રો સાથે જતા અને તેમના સરળ સ્વભાવથી સૌકોઈ પ્રભાવિત હતા. મહત્વનું છે કે સીએમને વર્ષ 2004માં રાજ્યની નગરપાલિકાઓમાં ઈ ગવર્નન્સ બાબતે શ્રેષ્ઠ નગરપાલિકા એવોર્ડ પણ મળ્યો હતો. તેઓ નગરપાલિકા પ્રમુખ હતા ત્યારે કરેલા કામના કારણે તેઓ પ્રમુખ સાહેબ તરીકે પ્રખ્યાત થયા હતા. સતત વિકાસ તરફ આગળ વધવાનો દ્રષ્ટિકોણ ધરાવતા ભુપેન્દ્ર પટેલ હવે રાજ્યના મુખ્યમંત્રી પદે બેસી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ વધારશે.