ઈમોશનલ થયા પંડ્યા બ્રધર્સ: કૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, તો બન્ને ભાઇ રડી પડ્યા, એક દિવસમાં ત્રણવાર ભાવુક થઇ રડી પડ્યો કૃણાલ પંડ્યા

શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ક્રુણાલ પંડ્યાની અર્ધસદીની મદદથી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે મેચમાં ભારતે પાંચ વિકેટે 317 રન બનાવ્યા છે. ધવન તેની સદી માત્ર બે રનથી ચૂકી ગયો હતો. આ સાથે ક્રુણાલે તેની ડેબ્યૂ વનડેમાં જ અડધી સદી ફટકારી દીધી હતી. કૃણાલ 58 રને અણનમ રહ્યો હતો. જ્યારે કેએલ રાહુલ 62 રને અણનમ રહ્યો હતો.

image source

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન આયન મોર્ગને ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત વતી, કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ વન ડે ડેબ્યૂ કર્યુ હતું. ઇંગ્લેન્ડની ટીમ પણ જીત સાથે ભારત પ્રવાસનો અંત લાવવા મેદનમાં ઉતરી છે, કારણ કે સારી શરૂઆત હોવા છતાં તેણે ટેસ્ટ શ્રેણી 1-3 અને ટી-૨૦ સિરીઝ 2-3- થી હારી હતી.

image source

તો બીજી તરફ પોતાના વન ડે ડેબ્યુ મેચમાં જ સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ કૃણાલ પંડ્યાએ પોતાના નામે કરી લીધો છે. તમને જણાવી દઈએ કે કૃણાલે માત્ર 26 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી હતી. નોંધનિય છે કે, આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોન મોરિસના નામે હતો. તમને જણાવી દઈએ કે મોરિસે ડેબ્યુ મેચમાં 35 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. કૃણાલે એવા સમયે ફટકાબાજી કર હતી જ્યારે ભારતની શરૂઆત એકદમ ધીમી રહી હતી. અને એક સમયે લાગતું હતું કે ભારત 250 રન સુધી માંડ પહોંચી શકેશે, પરંતુ કૃણાલ અને રાહુલે તોફાની બેટિંગ કરતા ભારતનો સ્કોર 300ની પાર પહોંચાડી દીધો હતો.

image source

તો બીજી તરફ કૃણાલે ફિફ્ટી ફટકાર્યા બાદ આકાશ તરફ બેટ કરીને થોડી વાર માટે ઉભો રહી ગયો હતો. જ્યારે પહેલી પારી પુરી થઈ ત્યારે ફિફટી માર્યા બાદ કૃણાલ પંડ્યા એટલો બધો ભાવુક થઈ ગયો કે ઇનિંગ્સ પછી તે વાત પણ કરી શક્યો નહોતો. ગળગળા અવાજે તે માત્રે એટલું જ બોલી શક્યો કે, આ ફિફટી મારા પપ્પા માટે છે. હું ઈમોશનલ થયો છું. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પંડ્યા બ્રધર્સ પિતાનું નિધન થયું હતું.

તો બીજી તરફ મોટા ભાઈ કૃણાલની ફિફ્ટી પુરી થયા બાદ હાર્દિક પણ ઈમોશનલ થઈ ગયો હતો અને તેમની આંખમાંથી પણ આસુ આવી ગયા હતા. તમને જણાવી દઈએ કે આજે હાર્દિર પંડ્યાએ જ મોટા ભાઈ કૃણાલને ડેબ્યુ મેચમાં વનડે કેપ આપી હતી.

image source

ઈન્ડિયા પ્લેઈંગ-11: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણ

image source

ઇંગ્લેન્ડ પ્લેઈંગ-11: જેસન રોય, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઓઇન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ બિલિંગ્સ, મોઇન અલી, ટોમ કરન, સેમ કરન, માર્ક વુડ અને આદિલ રાશિદ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *