ખેડાનો ટ્રિપલ અકસ્માત: રિવર્સ લઈ રહેલા ડમ્પરની ટક્કરથી બાઇક સવાર રોડ પર પટકાયા અને સામેથી આવતી ટ્રકથી 30 ફૂટ ઘસડાઇ, પ્રાણ ખંખેરાઈ ગયા

રાજ્યમાં રોજે રોજ નાના મોટા અકસ્માત હાઈવે પર થતા રહે છે. તેવામાં ક્યારેક આવા અકસ્માતમાં લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. આવો જ એક અકસ્માત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં સર્જાયો હતો. આ અકસ્માતથી એક જ પરીવારના બે જુવાનજોધ દીકરાના જીવનદીપ બુઝાયા હતા.

image source

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે ગત મોડી રાત્રે હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. અહીંના સેવાલિયા-ગોધરા રોડ પર ગત મોડી રાત્રે જનપથ હોટલ નજીકથી પસાર થતી બાઈક જેમાં બે ભાઈઓ સવાર હતા અને તે નોકરી પરથી પરત ઘરે ફરતા હતા તેમને અકસ્માત નડ્યો હતો.

image source

બાઈક સવાર યુવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે જ ડમ્પર ચાલકે પોતાનું વાહન રિવર્સ લીધું. અચાનક રિવર્સ આવેલા વાહનની ટક્કરથી બંને યુવાનો હાઈવે પર બાઈક સહિત ફસડાયા. આ યુવાનો ટક્કર બાદ થોડા સ્વસ્થ થાય અને રોડ પરથી ઊભા થાય તે પહેલા તો પાછળથી આવતા અન્ય એક ટ્રકે રોડ પર પડેલા યુવાનોને અડફેટે લઈ લીધા. બંને યુવાનો ટ્રક સાથે હાઈવે પર 30 ફૂટ સુધી ઘસડાયા હતા. ઘટનામાં બંનેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માત બાદ યુવાનોની હાલત જોયા વિના જ ડમ્પર ચાલક અને ટ્રક ચાલક પોતાના વાહન મુકી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ આસપાસના લોકો ત્યાં એકત્ર થયા અને પોલીસને તેમજ 108ને જાણ કરવામાં આવી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી યુવકોના પરીવાર વિશે જાણકારી મેળવી અને તેમને જાણ કરી હતી.

image source

પોલીસને જાણવા મળ્યાનુસાર ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં 24 વર્ષીય વિજય જે બાઈક ચલાવતો હતો અને 21 વર્ષીય અજય બંને એક જ કુટુંબના સભ્યો હતા. અકસ્માતમાં ઘરના બે દીકરાના મોતના સમાચારથી પરીવાર પર પણ આભ તુટી પડ્યું હતું.

બંને યુવાનો ક્વોરી ખાતે નોકરી કરતા હતા અને રોજ આ રીતે બાઈક લઈને અપડાઉન કરતા હતા. પરંતુ ગત રાત્રે યુવાનો ઘરે પહોંચે તે પહેલા તેમને કાળ આંબી ગયો અને અચાનક રોડ પર ધસી આવેલા ડમ્પરના કારણે બંને યુવાનોને જીવ ગુમાવવો પડ્યો.

image source

પોલીસે આ ઘટનામાં નજરે જોનાર લોકોના નિવેદન લીધા હતા. આ સિવાય ઘટના બાદ મૃતકના પિતાની ફરિયાદના આધારે ડમ્પર ચાલક અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં મારવાડી પરીવાર પર આભ તુટી પડ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં પણ અરેરાટી ફેલાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *