બાળકો પર 3 ભાગમાં થયું વેક્સીનેશન શરૂ, દુનિયામાં પહેલું ટ્રાયલ 2 વર્ષના બાળક પર થયું

કોરોનાથી બચવા માટે 2 વર્ષથી 6 વર્ષ સુધીના બાળકો પર દુનિયાનું પહેલું ટ્રાયલ કાનપુરમાં કરાઈ રહ્યું છે. અત્યાર સુધી આ ઉંમરના બાળકો પર કોરોના વેક્સીનનું ટ્રાયલ થયુ ન હતું. ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિન કોવેક્સિનનું બાળકો પર ટ્રાયલ શરૂ કરાયું છે. હાલમાં 6-12 વર્ષના અને 12-18 વર્ષના બાળકોના સમૂહને વેક્સિન આપવામાં આવી રહી છે. આશા છે કે આવનારા મહિને કોવેક્સિનનું નેઝલ સ્પ્રે પણ આવી જશે.

image source

કાનપુરના આર્યનગરની પ્રખર હોસ્પિટલમાં કોવેક્સિનનું બાળકો પર ટ્રાયલ મંગળવારથી શરૂ કરાયું છે. બાળકોને 2 વર્ષથી 6 વર્ષ, 6 વર્ષથી 12 વર્ષ અને 12-18 વર્ષ એમ 3 ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા દિવસે 12-18 વર્ષના 40 બાળકોનું સ્ક્રીનિંગ કરાયું હતું. જેમાં 20 યોગ્ય મળ્યા હતા. તેમને વેક્સિન અપાઈ હતી. આ પછી બુધવારે 6-12 વર્ષના 10 બાળકોનું સ્ક્રીનિંગ કરાયું હતું. તેમાંથી 5 બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિન લગાવ્યાના 45 મિનિટ સુધી બાળકોને ઓર્બ્ઝર્વેશનમાં રખાયા હતા. બધા બાળકો સામાન્ય જોવા મળ્યા. ફક્ત 2 બાળકોને ઈન્જેક્શનની જગ્યાએ સામાન્ય લાલાશ જોવા મળી હતી. આ પણ એક સામાન્ય સ્થિતિ ગણાય છે.

image source

ટ્રાયલના ચીફ ઈન્વેસ્ટીગેટર વરિષ્ઠ બાળરોગ વિશેષજ્ઞ અને પૂર્વ ડીજીએમઈ પ્રોફેસર વીએન ત્રિપાઠીએ કહ્યું કે 2 વર્ષના બાળકો પર કોરોના વેક્સિનનું દુનિયામાં પહેલું ટ્રાયલ છે. આ પહેલા આટલા નાના બાળકો પર કોઈ ટ્રાયલ કરાયું નથી, તેઓએ એમ પણ કહ્યું કે ફરી વખત 2થી 6 વર્ષના બાળકોના ગ્રૂપનો વારો છે.

શહેર બની રહ્યું છે બાળકોની વેક્સિનનું હબ

image source

મોટા લોકોમાં વેક્સિનના ટ્રાયલનું શહેર હબ રહ્યું છે. અહી કોવેક્સિનના સિવાય રશિયાની વેક્સિન સ્પૂતનિક અને ઝાયડસ કેડિલાની વેક્સિનનું ટ્રાયલ થયું હતું. હવે બાળકોની વેક્સિનના કેસમાં પણ કોવેક્સિનના પછી અન્ય કંપનીઓ પોતાની વેક્સિનનું ટ્રાયલ કરવાની યોજના બનાવી રહી છે. તેની સાથે આવનારા મહિને નેઝલ સ્પ્રે આવવાની આશા છે. નેઝલ સ્પ્રે કોવેક્સિનનું હશે. સ્પ્રેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે.

image source

આપને જણાવી દઈએ કે ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિન પહેલા પણ ચર્ચામાં રહી છે. આ સમયે બાળકો પર કરાતું આ વેક્સિનનું પરીક્ષણ પણ એક ચિંતાનો વિષય બને તે શક્ય છે. પરંતુ જો પરિણામો સફળ રહેશે તો આ એક મોટી સફળતાના રૂપમાં કામ કરી શકે છે.