જાણો 1 ડિસેમ્બરથી રેલ્વે કઈ ટ્રેનના બદલશે સમય, આ છે નવું ટાઈમ ટેબલ, કરી લો એક નજર નહિં તો પડશે મુશ્કેલી

વેસ્ટર્ન રેલ્વેએ નવા મહિનાથી એટલે કે 1 ડિસેમ્બર 2020થી તેની કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. આ ખાસ ટ્રેનમાં શતાબ્ધી એક્સપ્રેસ અને રાજધાનીના સમયમાં ફેરફાર કર્યો છે. ૧ ડિસેમ્બરથી રેલ્વેએ સંચાલનનું નવુ ટાઇમ ટેબલ જાહેર કર્યું છે. જેના લીધે હાલમાં દોડી રહેલી વિવિધ સ્પેશિયલ, ફેસ્ટિલવ ટ્રેનોના ઉપડવાના સમયમાં સાડા ત્રણ કલાક સુધીનો ફેરફાર થઇ ગયો છે. તો તમે પણ જાણી લો ટ્રેનનો નવો સમય અને પછી પ્લાન કરો તમારી મુસાફરી.

શું થશે ફેરફાર

image source

મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી જતી રાજધાની હવે પહેલી ડિસેમ્બરથી બોરીવલી પણ ઊભી રહેશે. તો અન્ય ફેરફારમાં રાજધાની એક્સપ્રેસ હવે અંધેરી સ્ટેશન પર નહીં ઊભી રહે.

જાણો કઈ ટ્રેન કેટલી વહેલી ચાલશે

ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ હવે રાજકોટથી ૨.૨૦ કલાક વહેલી ઉપડશે

image source

મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર્ મેલ ૪૩ મિનિટ વહેલી ઉપડશે.

ત્રિવેન્દ્રમ-વેરાવળ ૩૩ મિનિટ વહેલી ઉપડશે

હાવડા-ઓખા સુપર ફાસ્ટ ૩.૫ કલાક વહેલી

હાવડા-પોરબંદર ૩.૫ કલાક વહેલી

જબલપુર-સોમનાથ ૨૯ મિનિટ વહેલી

સોમનાથ-જબલપુર ૧૦ મિનિટ વહેલી

પુરી-ઓખા ૨.૪૫ કલાક વહેલી

image source

દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર ૩.૨૦ કલાક વહેલી તિરૂનવેલી-જામનગર ૫૫ મિનિટ વહેલી

કઈ ટ્રેન કેટલી મોડી ઉપડશે

ઓખા-પુરી સ્પેશિયલ રાજકોટ રેલવે સ્ટેશને ૯.૩૯ કલાક મોડી

પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા ૪.૧૧ કલાક મોડી

અમદાવાદ-દિલ્હી સુપરફાસ્ટ મોડી

અમદાવાદ- નવી દિલ્હી રાજધાની મોડી

બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર મોડી

ભાવનગર ટર્મિનસ-આસનસોલ મોડી

સોમનાથ-જબલપુર ટ્રેન મોડી ચાલશે.

દરેક ટ્રેનના નવા સમય તમે રેલ્વેની વેબસાઈટ પરથી જોઈ શકશો.

જાણો અન્ય કઈ ટ્રેનના સમયમાં શું ફેરફાર થયા છે

image source

સુરત થઈને જતી રાજધાની, શતાબ્દી અને અન્ય 6 મેલ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્લી રાજધાની સ્પેશિયલ એક્સપ્રેસ 1 ડિસેમ્બરથી રોજ સાંજે 5.30 વાગ્યાને બદલે 5 વાગ્યે રવાના થશે અને સુરત પોણા આઠ વાગ્યે પહોંચશે.

મુંબઇ-નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની સ્પેશિયલ એક્સ. હવે રોજ સાંજે 5.40ને બદલે 5.10 વાગ્યે રવાના થશે. ટ્રેન રાત્રે 8.10 વાગ્યે સુરત પહોંચશે.

image source

નિઝામુદ્દીન-મુંબઇ સેન્ટલ ઓગસ્ટ ક્રાંતિ રાજધાની સ્પે. એક્સ.નિઝામુદ્દીનથી સાંજે 5.20ને બદલે હવે 5.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.13 વાગ્યે સુરત પહોંચશે.

મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સ. રોજ સવારે 6.30ને બદલે 6.40 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે અને 9.34 વાગ્યે સુરત પહોંચશે.

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સ્પે. એક્સ. બપોરે 2.45 વાગ્યાના બદલે 2.50 વાગ્યે ઉપડશે અને સાંજે 5.50 વાગ્યે સુરત પહોંચશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત