તુર્કી ફરવા માટે છે બેસ્ટ પ્લેસ, વાંચો એવું તો શું ખાસ છે જેના કારણે પર્યટકો અહિં જવાનું વધારે કરે છે પસંદ

વિશ્વભરમાં એવી અનેક જગ્યાઓ છે જ્યાં દર વર્ષે હજારો કે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને તેમના જીવનમાં યાદગાર સમયને સાચવી પોતાની સાથે લઈ જાય છે. જો તમે રજાઓ ગાળવા કે બહાર ફક્ત ફરવાના હેતુથી વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા હોય તો તમે તુર્કી દેશમાં ફરવા જઈ શકો છો.

turkey
image source

એશિયા અને યુરોપની સરહદ સાથે લાગેલા તુર્કી પર્યટકો માટે એક આકર્ષક અને ખુબસુરત દેશ છે. આ દેશના અનેક શહેરો તેના આકર્ષક નજારાઓ, ઐતિહાસિક સ્થળો અને ઇમારતો વગેરેને કારણે વિશ્વ આખામાં પ્રખ્યાત છે અને ત્યાં સમય લઈને રસપૂર્વક માણવા અને નિહાળવાનો એક અલગ જ આનંદ છે.

turkey
image source

એટલું જ નહીં આ દેશ ત્યાંના સ્થાનિક મસાલાઓ, સુંદર બજારો અને માનનીય તેમજ મનનીય લોકોથી પણ વધુ ઓળખાય છે. અહીં આવીને તમે તમારી રજાઓનો સમય ગાળી શકો છો અને નવી જગ્યાએ ફરવા જવાનો તમારો શોખ પણ પૂરો કરી શકો છો. ત્યારે અમે અહીં આ આર્ટિકલમાં આપને તુર્કી દેશના અમુક લાજવાબ શહેરો કે જ્યાં ફરવા જેવું ઘણું બધું છે તેની માહિતી આપી રહ્યા છીએ.

કપ્પડોસીયા

Cappadocia Turkey
image source

કોઈપણ દેશની સુંદરતા ત્યાંના સ્થાનિક શહેરોને કારણે જ હોય છે. એ જ રીતે તુર્કી દેશની સુંદરતામાં પણ ત્યાનું કપ્પડોસીયા શહેર મહત્વનો ભાગ ભજવે છે. આ શહેર તુર્કી દેશની મધ્યમાં વસેલું છે અને અહીં એવી કેટલીય અન્ડરગ્રાઉન્ડ જગ્યાઓ છે જ્યાંથી સૂર્યાસ્તનો નજારો જોવો એ એક અલૌકિક અનુભવ જેવો લાગે છે. એ સિવાય અહીં ઘણા ઐતિહાસિક અને પ્રાચીન સ્થાનો પણ છે જેને નિહાળવા પર્યટકો આવતા હોય છે. એ ઉપરાંત અહીંની હોટ એયર બલૂન રાઈડ પણ લાજવાબ છે જેનો અહીં આવતા પ્રવાસીઓ પ્રત્યક્ષ અનુભવ પણ કરે છે.

ઇફીસુસ અને માર્દિન

sultan ahmad masjid turkey
image source

ઇફીસુસ અહીંના પ્રાચીન શહેરો પૈકી એક ગણાય છે અને આ શહેરનો ઇતિહાસ ઘણો રોચક અને તથ્યોથી ભરપૂર છે. આ ઐતિહાસિક બંદરગાહ એટલે કે પોર્ટ તુર્કી દેશના સાંસ્કૃતિક અને વાણિજ્યીક કેન્દ્ર પણ છે. એ સિવાય માર્દિન શહેર બે ભાગોમાં વહેંચાયેલું છે જેમાં જૂનું શહેર અને નવું શહેર એમ બે ભાગ છે. માર્દિનના નવા ભાગમાં ખુબસુરત અને આધુનિક ઇમારતો છે જ્યારે તેના જુના શહેરમાં જુની ઇમારતો અને ઐતિહાસિક પથ્થરો છે. આ બન્ને ભાગોમાં ફરવાથી પર્યટકોને એક શહેરની બન્ને બાજુ જાણવા અને જોવા મળે છે.

બોડરમ

bodrum turkey
image source

તુર્કીનું બોડરમ શહેર ત્યાંની હોટલો, અને ખાણી પીણીના સ્વાદિષ્ટ સ્થાનો માટે પ્રખ્યાત છે. અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે મનભરીને એન્જોય કરે છે. તુર્કીના સ્વાદિષ્ટ અને પ્રખ્યાત એવા કબાબની મોજ પણ પર્યટકો માણવાનું ચુકતા નથી. અહીંના ખાવાનો સ્વાદ એટલો લાજવાબ હોય છે તેને ભૂલવો મુશ્કેલ છે. એટલું જ નહીં પણ પર્યટક અહીંનો પારંપરિક ટર્કીશ બ્રેકફાસ્ટ કરવાનો પણ એક યાદગાર અનુભવ લઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *