ટીવી સીરિયલના શૂટિંગ લઇને થયુ કંઇક એવું કે…પ્રોડ્યુસર્સ પર તૂટી પડ્યુ આભ, જાણો વધુમાં

મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે ટીવી સિરિયલ્સની શૂટિંગ માટે અનુમતિ નથી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એપ્રિલમાં આની ઘોષણા કરી હતી. એ પછી 14 એપ્રિલથી રાજ્યમાં ફિલ્મ, ટીવી શો કે જાહેરાતનું શૂટિંગ બંધ છે.

image source

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય પછી ઘણી ફિલ્મો અને ટીવી શોના નિર્માતાઓ શૂટિંગ માટે ગોવા તરફ વળ્યા હતા. પમ હવે ગોવા સરકારે પણ કોરોનાના વધતા કેસના કારણે ફિલ્મ અનવ ટીવી શોનું શૂટિંગ રોકી દીધું છે.

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને કડક નિયમોના કારણે ફિલ્મ અને ટીવી શો નિર્માતાઓએ શૂટિંગ માટે ગોવાને પસંદ કર્યું હતું પણ હવે કોવિડ સંક્રમણના કારણે ગોવા સરકારે પણ શૂટિંગ પર રોક લગાવી દીધી છે.

આ પહેલા ફિલ્મ અને ટીવી શોના પ્રોડ્યુસરે બાયો બબલ સાથે ગોવા શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એમાં શોની આખી કાસ્ટને રિઝોર્ટમાં રોકવામાં આવી હતી અને એમને બહાર જવાની અનુમતિ નહોતી.

ટીવી શોના શૂટિંગને લઈને ગોવામાં ઘણા પ્રોડક્શન હાઉસને હોટલ અને રિઝોર્ટમાં 30 દિવસ માટે બુક કરવામાં આવ્યા હતા. પણ એન્ટરટેનમેન્ટ સોસાયટી ઓફ ગોવાએ ગુરુવારે 6 મેથી રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લઈને ફિલ્મ અને ટીવી શોને લઈને આપવામાં આવેલી બધી અનુમતિ રદ કરી દીધી છે. એ પછી ટીવી શોના નિર્માતાઓ સામે ફરીથી શૂટિંગ લોકેશન બદલવાની ચેલેન્જ
આવી ગઈ છે.

image source

પ્રોડ્યુસર એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલી ફિલ્મસે ગોવામાં પોતાની ઘણી સિરિયલ્સના 15થી 16 એપિસોડ શૂટ કરી લીધા છે. જો કે શૂટિંગની અનુમતિ રદ થયા પછી અત્યાર સુધી બાલાજી ટેલિફિલ્મસે પોતાના બેઝને ગોવામાંથી શિફ્ટ નથી કર્યું. સૂત્રો અનુસાર બાલાજી ટેલિફિલ્મ્સ ગોવા સરકાર સાથે વાત કરીને થોડા દિવસ રોકાઈને શૂટિંગ કરવાના પ્રયત્નમાં છે.

જો કે બાલાજી ટેલિફિલ્મ્સ જેવું મોટું પ્રોડક્શન હાઉસ શૂટિંગની અનુમતિ મળવા સુધી રાહ જોઈ શકે છે પણ અન્ય કંપનીઓએ ગોવાથી પોતાના બેઝ શિફ્ટ કરીને હવે જલ્દી જ શૂટિંગનું કામ શરૂ કરશે.

એમાંથી અમુક ટીવી શોનું શૂટિંગ ગોવાથી દાદરા નગર હવેલીમાં સિલવાસા કે હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યું છે.

ઝી ટીવી.

કુમકુમ ભાગ્ય, બાલાજી ટેલિફિલ્મ્સ- હાલ ગોવામાં.

આપના ટાઈમ ભી આયેગા- ગોવાથી હૈદરાબાદ.

તુજસે હે રાબતા-ગોવાથી સીલવાસા.

કુરબાન હુઆ- ગોવાથી સીલવાસા.

સ્ટાર પ્લસ

image source

ગૂમ હે કિસી કે પ્યાર મેં- ગોવાથી હૈદરાબાદ.

આપકી નજરો ને સમજા- ગોવાથી સિલ્વાસા.

શોર્ય ઓર અનોખી કહાની- ગોવાથી હૈદરાબાદ.

યે હે ચાહતે, બાલાજી ટેલિફિલ્મ્સ- હાલ ગોવામાં.

કલર્સ ટીવી.

મોલકી, બાલાજી ટેલિફિલ્મ્સ-હાલ ગોવામાં

ટેલિવિઝન ડિવિઝિન ઓફ ધ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર કાઉન્સીલમાં ચેરમેન જેડી મજીઠીયાએ કહ્યું કે સિરિયલ કે ફિલ્મના શૂટિંગ માટે લોકેશન શિફ્ટ કરવું ન ફક્ત મોંઘું હોય પણ એની ક્રિએટિવ પ્રોસેસને પણ નુકશાન પહોંચે છે.

image source

જેડી મજીઠીયાએ કહ્યું કે ગોવાથી હવે અન્ય લોકેશન પર સિરિયલનું શૂટિંગ શિફ્ટ કરવામાં આવી રહ્યું છે જ્યાં લોકડાઉન જેવી રોકટોક નથી. હાલ રિઝોર્ટને પૈસા પાછા આપવા પડશે કારણ કે ત્યાં શૂટિંગ નહિ થઈ શકે.જો કે એનાથી અમને નુકશાનની ચિંતા નથી પણ શૂટિંગ લોકેશન શિફ્ટ કરવાથી બીજા ખર્ચ વધશે અને સાથે જ અમારે બીજા રાજ્યોમાં ટ્રાવેલ કરવું પડશે

જેડી મજીઠીયા, ચેરમેન, IFTPC કહ્યું કે હવે અમારે ફરી એકવાર એક જ કામ માટે પૈસા ખર્ચ કરવા પડશે.શૂટિંગ લોકેશન માટે તૈયાર સેટને એક જગ્યાએથી બીજી જગ્યાએ તૈયાર કરાવવો કે લઈ જવો ખૂબ જ મુશ્કેલ હતું. એમાં ન ફક્ત આર્થિક રીતે તકલીફ થઈ પણ ક્રિએટીવીટીની દ્રષ્ટિએ પણ ઘણી પરેશાનીઓ આવી.

જેડી મજીઠીયાએ કહ્યું કે એનાથી બચવાનો એક રસ્તો છે કે શૂટિંગ માટે બાયો બબલ તૈયાર કરવામાં આવે.જો કે એ ખૂબ જ ચેલેન્જિંગ અને મોંઘું છે.