વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર, જાણી લો જલદી તમે પણ…

નોંધનીય છે કે ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ દ્વારા કોરોના વાઇરસની સારવાર માટે બે વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગની પરવાનગી આપી દેવાઈ છે.આ બે વૅક્સિન છે કોવિશીલ્ડ અને કોવૅક્સિન. કોવિશીલ્ડ ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા કંપનીએ બનાવેલી રસીનું ભારતીય સંસ્કરણ છે.જ્યારે કોવૅક્સિન સંપૂર્ણપણે ભારતની વૅક્સિન છે જેને ‘સ્વદેશી વૅક્સિન’ કહેવામાં આવી રહી છે.કોવિશીલ્ડ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કંપની બનાવી રહી છે. ત્યાં, કોવૅક્સિનને ભારત બાયોટૅક કંપની અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ(આઈસીએમઆર)એ સાથે મળીને બનાવી છે.

image source

ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વૅક્સિનને બ્રિટનમાં ઇમર્જન્સી મંજૂરી મળ્યા પછી સંપૂર્ણ સંભાવના હતી કે કોવિશીલ્ડને ભારતમાં મંજૂરી મળી જશે અને છેલ્લે તેને પરવાનગી મળી ગઈ હતી. જોકે, અનેક નિષ્ણાતોએ આ પરવાનગી પર સવાલો પણ કર્યા છે.યુકે માટે રખાયેલા જે 50 લાખ ડોઝ હવે દેશમાં ઉપયોગમાં લેવાશે, તેને 21 રાજ્યોમાં મોકલવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકે મોકલવા માટે રાખેલી કોવિશીલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ નહીં કરવામાં આવે. તેના બદલે આ રસી દેશમાં જ 18થી 44 વર્ષની વયના લોકો માટે શરૂ થયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાશે.

image source

પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાં કોવિશીલ્ડ બનાવવામાં આવે છે. આ ઈન્સ્ટીટ્યુટના ગવર્નમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સ ડાયરેક્ટર પ્રકાશકુમાર સિંહે હાલમાં જ કેન્દ્ર સરકારને એક પત્ર લખીને વેક્સિન યુકે ન મોકલવાની અનુમતિ માગી હતી. કેન્દ્ર સરકારે તેની મંજૂરી આપતા આ રસીને હવે રાજ્યોને ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. યુકે માટે રખાયેલા જે 50 લાખ ડોઝ હવે દેશમાં ઉપયોગમાં લેવાશે, તેને 21 રાજ્યોમાં મોકલવામાં આવશે. કેટલાક રાજ્યોને 3.5- 3.5 લાખ ડોઝ મળશે. કેટલાક રાજ્યોને એક-એક લાખ ડોઝ મળશે. બે રાજ્યોને 50-50 હજાર ડોઝ મોકલવામાં આવશે. સરકારે રાજ્યોમાં કોરોનાના કેસોને જોઈને ત્યાં મોકલવામાં આવનારા ડોઝની સંખ્યા નક્કી કરી છે.

લેબલ પર કોવિશીલ્ડ નહીં, એસ્ટ્રેજેનેકા લખેલું હશે

image source

આ વેક્સિન એક્સપોર્ટ કરવા માટે રાખવામાં આવી હતી, તેથી તેના પર કોવિશીલ્ડના બદલે ‘કોવિડ-19 વેક્સિન એસ્ટ્રાજેનેકા’નું લેબલ લાગેલું હશે. હવે સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ સીધા જ કંપનીનો સંપર્ક કરે અને ડોઝ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરે.

સીરમની યુકે સાથે સમજૂતી થઈ હતી

સીરમ ઈન્સ્ટીટ્યુટે આ અગાઉ 23 માર્ચે સરકાર પાસે 50 લાખ ડોઝ યુકે મોકલવાની અનુમતિ માગી હતી. ત્યારે સીરમ ઈન્સ્ટીટ્યુટે કહ્યું હતું કે તેનો એસ્ટ્રાજેનેકા સાથે કરાર છે. તેથી આ ડોઝ મોકલવા જરૂરી છે અને દેશમાં થઈ રહેલી સપ્લાઈમાં અવરોધ આવવા નહીં દે.

એડેનોવાયરસથી બની છે કોવિશીલ્ડ

image source

કોવિશીલ્ડ એક વાયરલ વેક્ટર વેક્સિન છે. તેમાં ચિમ્પાન્ઝીમાં મળી આવતા એડેનોવાયરસ ChAD0x1નો ઉપયોગ કરીને તેને કોરોના વાયરસ જેવું જ સ્પાઈક પ્રોટીન બનાવાયું છે. તે શરીરમાં જઈને તેની વિરુદ્ધ પ્રોટેક્શન વિકસિત કરે છે. તેના બે ડોઝ લગાવવામાં આવે છે. બંને ડોઝ વચ્ચે 42થી 56 દિવસનું અંતર રાખવામાં આવે છે. કોવિશીલ્ડ 70% સુધી અસરકારક છે.

સરકારે મે, જૂન અને જુલાઈ માટે કોવિશીલ્ડના 11 કરોડ ડોઝનો ઓર્ડર આપેલો છે.