વેક્સીન લેતા પહેલા અને વેક્સીન લીધા પછી ડાયટમાં કરો આ ફેરફાર, મળશે ખાસ રીઝલ્ટ

લોકોના મનમાં વેક્સીનને લઈને અનેક પ્રકારની ચિંતાઓ જોવા મળે છે. જેના કારણે તેઓ વેક્સીન લેવાનું ટાળી રહ્યા છે. તો આ સમયે જરૂરી છે કે શરીરમાં પાણીની ખામી ના થાય.

image source

જે રીતે કોરોનાની બીજી લહેર પીક પર છે તે રીતે દેશમાં વેક્સીનેશન ડ્રાઈવ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકો લાઈનમાં લાગીને કોરોનાની વેક્સીન લગાવી રહ્યા છે. જો કે લોકો વેક્સીન લેવાથી થતી સાઈડ ઈફેક્ટને લઈને ગભરાઈ રહ્યા છે અને ચિંતામાં પણ રહે છે. વેક્સીન લેવા બાદ પણ તેઓ સુરક્ષિત રહે અને સાથે કોઈ હેલ્થ કોમ્પલિકેશનમાં ન રહે.

image source

એક્સપર્ટની માનીએ તો વેક્સીન લીધા બાદ વધારે સાઈડ ઈફેક્ટ ન થાય તે માટે ડાયટનું ખઆસ ધ્યાન રાખવું જરૂરી છે. અનેક લોકો આ રીતની સલાહ આપે છે. કેટલાક લોકો કહે છે કે વેક્સીન લેતા પહેલા ન્યૂટ્રિશિયસ ડાયટ લેવો જોઈએ. કેટલાક લોકો કહે છે કે પાણી ન પીવું જોઈએ. પણ આ સાથે જાણો એક્સપર્ટનો ઓપિનિયન શું કહે છે.

ખૂબ પાણી પીઓ અને ફ્રૂટ્સ ખાઓ

image source

એક્સપર્ટનું માનીએ તો શરીરમાં પાણીનું પ્રમાણ સારી હેલ્થ માટે જરૂરી છે. જ્યારે વેક્સીન લેવા જાઓ તો ખૂબ પાણી પીઓ અને વધારે પાણી વાળા ફળ ખાઓ. તેનાથી વેક્સીન લીધા બાદ થતી સાઈડ ઇફેક્ટની અસર ઘટી જશે.

આલ્કોહોલથી રહો દૂર

image source

વેક્સીન લેવા બાદ પણ કોઈને કોઈ કેસમાં સામાન્ય સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. ખાસ કરીને લોકોને કોઈ પણ સાઈડ ઈફેક્ટ થતી નથી, કેમકે વેક્સીન લેતી સમયે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે હોવું જોઈએ પણ જ્યારે આલ્કોહોલ લેવાય છે તો તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં સાઈડ ઇફેક્ટની શંકા વધે છે. આ માટે આલ્કોહોલ જરા પણ ન લો.

પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ

image source

બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશનના આધારે મહામારીના સમયમાં શુદ્ધ અનાજ ખાવું જોઈએ, વેક્સીન લેતા સમયે પ્રોસેસ્ડ ફૂડનું સેવન ન કરવું. સૌથી સારું છે કે એવા ડાયટ લો જેમાં ફાઈબર વધારે હોય. જેમકે તે દેશી અનાજમાં વધારે હોય છે. આ સિવાય શુગરયુક્ત ચીજનું પણ સેવન કરો છો તો સારું છે.

વેક્સીન લેતા પહેલા સંતુલિત આહાર લો

image source

વેક્સીન લીધા બાદ ખાસ કરીને લોકોના બેહોશ થવાની ફરિયાદ આવે છે. તેના માટે જરૂરી છે કે વેક્સીન લેતા પહેલા સંતુલિત આહાર લો. સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના આધારે વેક્સીન લેતા પહેલા પૂરતા પ્રમાણમાં પાણી, સંતુલિત આહાર અને નાસ્તો કરવાથી વેક્સીનની સાઈડ ઈફેક્ટની ચિંતા દૂર થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!