બે વિમાનો વચ્ચે હવામાં થયો જોરદાર અકસ્માત, પછી એવો ચમત્કાર થયો કે બચી ગયા તમામ યાત્રીઓના જીવ

વાહનોનાં અકસ્માતનાં કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. જેમાં ક્યારેક વાહનચાલકની બેદરકારી તો ક્યારેક સામેવાળાની બેદરકારીનાં લીધે લોકોનાં જીવ પણ જતાં હોય છે. અહી રોડ પર નહીં પણ હવામાં ઉડનાર પ્લેન વિશે વાત થઈ રહી છે. ટેક્નિકલ પ્રોબ્લેમનાં કારણે આ અગાઉ ઘણી વખત પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોય તેવાં કિસ્સાઓ સામે આવ્યાં છે જેમાંથી ઘણી વખત યાત્રીઓને નુકશાન થયા વગર બચાવી લેવાય છે તો ક્યારેક મોટી હાની પણ જોવા મળી છે. પરંતુ અહી પ્લેનનું અચાનક લેન્ડિંગ કરવામાં આવ્યું અને પછી જે થયું તે આશ્ચર્યજનક હતું જેના વિશે અહીં વાત કરવામાં આવી છે.

image source

મળતી માહિતી મુજબ બુધવારે યુ.એસ. કોલોરાડો રાજ્યમાં બે વિમાનો હવામાં એકબીજા સાથે ટકરાયા હતા. આ પછી પણ તમામ યાત્રીઓને કોઈ નુકસાન કર્યા પહોંચ્યા વગર એકદમ સુરક્ષિત રીતે બચાવી શકાયા હતાં. ત્યાંના એક મીડીયા રિપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે બે નાના વિમાનોએ ડેનવર નજીક હવાને ટક્કરાઈ ગયાં હતાં. આ બન્નેમાંથી એકે પેરાશૂટનો ઉપયોગ કરીને જમીન પર લેન્ડિંગ કર્યું જ્યારે બીજાએ જમીન પર પડ્યાં બાદ અનિયંત્રિત થઈને ચાલવા લાગ્યુ હતુ.

image source

જાણવા મળ્યું છે કે બીજું વિમાન મેટ્રોલીનર પણ નજીકના એરપોર્ટ પર ઉતરવામાં સફળ રહ્યું. અરાપાહો કાઉન્ટી શેરિફ ઓફિસના પ્રવક્તા ડેપ્યુટી જોન બાર્ટમેનના જણાવ્યા અનુસાર વિમાનમાં પાઇલટ એકમાત્ર વ્યક્તિ હતો અને ઉતર્યા બાદ કોઈ ઈજા થઈ હોવાના સમાચાર મળ્યા નથી. આ સાથે તેણે કહ્યું હતું કે વિમાનનાં પાછળના ભાગને મોટું નુકસાન થયું છે. આ બાબતે બાર્ટમેને કહ્યું કે તમે એવી આશા રાખો છો કે કંઇક ખરાબ થશે તે આશ્ચર્યની વાત છે કારણ કે અત્યાર સુધીમાં અમારા અધિકારક્ષેત્રમાં ઘણા વિમાન ક્રેશ થયા છે. અમે ક્યારેય પેરાશૂટ બાંધ્યું નથી છતાં પણ વિમાનને સલામત રીતે લેન્ડિંગ કરવામાં સફળ રહ્યાં છીએ.

image source

અરાપાહો કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે આ દુર્ઘટનાના સ્થળેની એક તસવીર શેર કરતાં કહ્યું છે કે વિમાનમાં બે લોકો સવાર હતાં અને જેને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. બાર્ટમેને એક મીડિયા સાથે થયેલી વાતચીતમાં કહ્યું હતું કે મને લાગે છે કે આ માટે ચમત્કાર શબ્દ વાપરવો યોગ્ય છે. આ કોઈક લોટરી લાગી હોય તેવાં નસીબ જેવી વાત છે.

તેમણે કહ્યું કે આ અકસ્માતનાં સમયે વિમાનનાં ઘણાં ભાગો વેરવિખેર થઈ ગયાં હતાં. જે લોકોને આજુબાજુનાં સ્થળોથી વિમાનનાં ભાગો મળે તે લોકોએ અધિકારીઓનો સંપર્ક કરવો જોઇએ. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે એક ટ્વિટમાં દ્વારા જણાવ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે બન્ને વિમાનો લેન્ડિંગ કરી રહ્યાં હતાં. જો કે હવે આ દુર્ઘટના થવા પાછળનાં કારણો અને તપાસ ચાલી રહી છે.