જાણો કોણ છે સુરતના આ ઉદ્યોગપતિ જેમણે પાર્વતીમાતાના મંદિર માટે આપ્યું કરોડોનું દાન

12 જ્યોર્તિલિંગોમાંનુ પહેલુ ગુજરાતના સોમનાથ ખાતે આવેલુ છે. હવે તેમની સુવિધામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગઈ કાલે ભારતના વડા પ્રધાન મોદીજીએ સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ અને સાથે સાથે પાર્વતી મંદિરનો પણ શિલાન્યાસ કર્યો.

ભીખાભાઈ તેમના પરિવાર સાથે સોમનાથમાં નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરના શિલાન્યાસ પ્રસંગે ગયાં હતાં.
image source

તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સમાં અને સીએમ રૂપાણીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં સફેદ આરસના પથ્થરમાંથી તૈયાર થનારા મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાર્વતીજીના મંદીરને બનાવવા માટે એક વેપારીએ કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. તેમનું નામ ભીખાભાઈ છે. નોંધનિય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાનથી લઈને અમિત શાહ અને સીએમ રૂપાણીએ ઉદ્યોગપતિ ભીખાભાઈની દાન આપવાની વૃતિની પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર પાર્વતી મંદિરના નિર્માણ માટે લગભગ 21થી 30 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે. નોંધનિય છે કે, આ તમામ ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયા દ્વારા આપવામાં આવશે છે. તમને જણાવી દઈએ કે, ભીખાભાઈ સુરતમાં હીરાની ત્રણ ફેક્ટરીઓ ચલાવે છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે તેમા અંદાજે 5 હજાર કરતાં પણ વધુ કર્મચારીઓ કામ કરે છે.

પાર્વતી માતાનું મંદિર અંબાજીના આરસથી બંધાશે
image source

આ પ્રસંગે ભરતભાઈ ધામેલિયાએ કહ્યું કે, મૂળ અમરેલી જિલ્લાના સીમરણ ગામના રહેવાશી ભીખાભાઈ ધામેલિયાને ભગવાન શંકરમાં ખુબ શ્રદ્ધા છે.

ભીખાભાઈના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
image source

નોંધનિય છે કે, ભીખાભાઈ સુરતમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ભીખાભાઈએ દિલીપભાઈ લાખી સાથે મળીને સોમનાથ મંદિર માટે 108 કિલોથી વધુનું સોનાનું થાળું પણ અર્પણ કર્યું હતું. નોંધનિય છે કે, સોમનાથ મહાદેવમાં તેમને ઉંડી શ્રદ્ધા હોવાથી અવારનવાર તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા રહે છે. તેમના પરિવાર વિશે વાત કરીએ તો, જેનીશ અને જેમીનીના પિતા ભીખાભાઈ ધામેલિયા પત્ની રેખાબેન સાથે સુરતમાં સ્થાઈ થયા છે. અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

શિખર 71 ફૂટનું અને 44 સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ બનાવાશે
image source

અત્રે ઉલ્લેખનિય છે કે, હીરા ઉદ્યોગમાં ઘણા વર્ષોથી કામ કરી રહેલા ભીખાભાઈ અને તેમના ભાઈ શરદભાઈ સહિતના પરિવાર દ્વારા સુરતમાં 3 હીરાની ફેક્ટરીઓ છે. જેમાં આશરે 5 હજાર જેટલા કારીગરો કામ કરે છે. તમને જણાવી દઈએ કે, સુરતના યોગીચોક, કાપોદ્રા અને હીરાબાગ ખાતે તેમના હીરાના કારખાના આવેલા છે. જેમાં હીરાનું કટીંગ અને પોલિશિંગનું કામ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર આપવામાં આવે છે.

સોમનાથ મહાદેવની પરિક્રમા કરતી વખતે ભીખાભાઈએ પાર્વતી માતાનું મંદિર બનાવવા સંકલ્પ લીધેલો
image source

આ મંદીર બનાવવા પાછળના સંકલ્પની પણ એક અનોખી કહાની છે. તમને જણાવી દઈએ કે, આ અંગે ભીખાભાઈના નજીકના સંબંધીએ કહ્યું હતું કે, 2012 બાદ તેઓ સોમનાથ મહાદેવના મંદિરે અવારનવાર દર્શને જતાં હતાં. આ દરમિયાન તેમને સોમનાથ મહાદેવના મંદિરની પ્રદક્ષિણા કરતા હતા ત્યારે તેમને ધ્યાનમાં આવ્યું કે, બાજુમાં એક ખંડિત ઓટલાને જોઈને ત્યાં મંદિર કરવાનો સંકલ્પ કર્યો. આ અંગે તેમણે પાર્વતિ માતાનું મંદિર બનાવવા સૌ પહેલા મંદિરના ટ્રસ્ટીઓને વાત કરી. એટલુ જ નહીં મંદિરનું નિર્માણ કરવાનું અને તેમાં મદદ કરવાની પણ ખાતરી આપી. ત્યાર બાદ ભીખાભાઈની ભાવના ત્યાં હાજર બધા ટ્રસ્ટીઓ સમજી ગયા

પરિવારના સભ્યો સાથે ભીખાભાઈ સોમનાથ પહોંચ્યાં હતાં.
image source

નોંધનિય છે કે, ટ્રસ્ટીઓની આ મિટીંગમાં વડાપ્રધાન મોદીથી લઈને તમામ ટ્રસ્ટીઓએ ભીખાભાઈના આ મંદિર બનાવવાની વાતમાં સહમતી દર્શાવી હતી. જેના કારણે હવે અહિં મંદિર નજીક મોટી જગ્યામાં પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનશે. નોંધનિય છે કે, આ મંદિરમાં અંબાજીનો સફેદ મારબલ વાપરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે સાડા ત્રણ વર્ષમાં મંદિર બનીને તૈયાર થઈ જશે. તમને જણાવી દઈએ કે, સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થઈ રહેલા આ માતા પાર્વતીના મંદિરનું ભુમીપુજન કરવામાં આવ્યું હતું. માતા પાર્વતી મંદિરનું શિખર 71 ફૂટનું અને અલગ-અલગ 44 સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ પણ બનાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!